ગઝલ – શોભિત દેસાઈ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

સાધુ બાવા પીર વધતા જાય છે
ઝાંઝવાનાં નીર વધતાં જાય છે

ફૂલ જેવાં ક્યાંય દેખાતા નથી
ઠાવકા, ગંભીર વધતા જાય છે

પ્રેમની ભાષા જ વીંધાઈ ગઈ
બોલીઓમાં તીર વધતાં જાય છે

થઈ રહ્યો છે એમ ધંધાનો વિકાસ
મસ્જિદો-મંદિર વધતાં જાય છે

કાળ બેરહમીથી ખેંચે છે છતાં
જિંદગીનાં ચીર વધતાં જાય છે

Leave a Reply to Darshan Rana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ગઝલ – શોભિત દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.