ત્રણ મુક્તકો – હર્ષદરાય દવાવાલા ‘બેચેન’

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

રોકાણ :
હું જીવનની રાહ પર ચાલ્યો છું સીધો એટલે
ના દિશા ભૂલ્યો કદી, ના ક્યાંય અટવાવું પડ્યું;
જૂઠ નેં સરસાઈનો ગજગ્રાહ જોવો’ તો મને,
માત્ર જીજ્ઞાસાને લીધે મારે રોકાવું પડ્યું !

ઓળખાણ:
કહું હું કેમ કે મારાથી કૈં અજાણ નથી ?
જગતની જાણ થઈ એ ખરું પ્રમાણ નથી;
હું આયનામાં તો દરરોજ એને જોઉં છું,
મને છતાંય હજી એની ઓળખાણ નથી !

ભ્રમણા:
વાતાવરણમાં કેમ ઉદાસીનતા હશે ?
નિઃશ્વાસ જેવી કેમ ગરમ આ હવા હશે ?
ઘરનાં કમાડ નહિ તો વલોપાત ના કરે,
નક્કી એ આજ આવીને પાછા ગયા હશે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ત્રણ મુક્તકો – હર્ષદરાય દવાવાલા ‘બેચેન’”

Copy Protected by Chetan's WP-Copyprotect.