ઘર – નયના રંગવાલા

તું પૂછતી હતી,
આ માથાના ઢીમચા વિશે,
એ તો સવારે ઊઠવાની ઉતાવળમાં,
ક્યારેક માથું ભીંત સાથે અથડાઈ જાય !

અને આ હાથ પર દાઝ્યાનું નિશાન ?
એ તો રોટલી શેકતાં શેકતાં,
ક્યારેક હાથ પણ શેકાઈ જાય !

હવે, આ છાતી પરનાં લાલ ચકામાં ?
એ તો રાતના ગાઢ અંધકારમાં,
ક્યારેક પ્રેમ ઊભરાય, તો બીજું શું થાય ?

લે, હવે તારે,
આ કપાયેલી આંગળીઓ,
છોલાયેલા ઘૂંટણો,
તરડાયેલી ચામડી
અને રેલાયેલી પાંપણોની
કથા સાંભળવી છે ?

તો સાંભળ,
આ બધું તો ચાલ્યા કરે !
એનો તો વળી રંજ હોય ?
શહાદતની ગણતરી તો યુદ્ધમાં હોય,
આ તો ઘર છે યાર !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “ઘર – નયના રંગવાલા”

Copy Protected by Chetan's WP-Copyprotect.