સાદ પરિચિત સાંભળેલો તોય ઓળખતો નથી,
હું મને સામે મળેલો તોય ઓળખતો નથી.
એક પથ્થર થૈ ગયાનો શાપ આપ્યો છે તમે,
પ્હાડ આખો ઓગળેલો તોય ઓળખતો નથી.
હું ટીપા અંદર સમાયેલો રહ્યો વરસો સુધી,
મોજું થૈને ઊછળેલો તોય ઓળખતો નથી.
નીકળ્યો મળવા તને ઘરથી સતત પગલાં સમો,
માર્ગથી પાછો વળેલો તોય ઓળખતો નથી.
એક ઝબકારો થયો જ્યાં વીજળી જેવો મનીષ-
અંધકારે ઝળહળેલો તોય ઓળખતો નથી.
2 thoughts on “ઓળખતો નથી – મનીષ પરમાર”
wowwwwww………nice1….
એક ઝબકારો થયો જ્યાં વીજળી જેવો મનીષ-
અંધકારે ઝળહળેલો તોય ઓળખતો નથી.વાહ મજા આવી ગઇ