ચાલતાં ચાલતાં રસ્તો પૂછે છે-
‘બૉસ, આજ પગલાં કેમ પડતાં નથી બરાબર ?
હવામાં લાગો છો….!
તમે જ કહેતા હતા કે
180ની સ્પીડે દોડતાં પૈડાં
તારા બરડા પર સોળ પાડે જાય છે
તેની તમને કૈં વેદના થાતી નથી….?
અને મેં જવાબ આપેલો :
‘એ વેદના છૂટાછવાયાં વૃક્ષ થઈ
ઊગે છે મારી આસપાસ….’
તમે તો દરરોજ સાંજે
વૉક પર નીકળતા’તા
આજે આમ સવારમાં…..?
ગઈ કાલે ઊંઘ વહેલી આવી ગઈ છે
કે આજે ઊંઘ વહેલી ઊડી ગઈ છે….
બૉસ, બોલો
કૈંક તો બોલો, પગલાં કેમ પડતાં નથી બરાબર….?
રસ્તાને હું કેમ કરીને સમજાવું
વૉક પર નીકળ્યો નથી અત્યારમાં હું
નીકળ્યો છું કોક બીજાના ખભા ઉપર….
મારા બેઉ પગ હવામાં છે
અને હું તેને
ઓળંગી ગયો છું…..
7 thoughts on “રસ્તો – અંકિત ત્રિવેદી”
સુંદર
ખુબ સરસ
અંકિતભાઈ,
દિલને ચોટ લગાડી ગયું,આપનું કાવ્ય !
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
ખુબજ સુન્દર્
Akdam sachu……
ઉત્તમ અતિ ઉત્તમ્.
saras lakho cho ankitbhai