વિઝા અનુભવનું કાવ્ય – મૂકેશ જોષી
પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તોપણ એણે પૂછ્યું નામ;
વિધવા થયેલાં ફોઈ ફરીથી યાદ આવ્યાં, મેં કર્યા પ્રણામ.
બા-બાપુનું કામ પૂછ્યું ને પૂછ્યું એણે મારું ગામ,
શૈશવની શેરીમાં પાછો ધક્કો માર્યો એણે આમ.
જન્મતિથિ, તારીખ, વાર કે ચોઘડિયાનું કંઈ ના સૂઝ્યું,
સારું છે કે શું કરવા જન્મ્યો છું એણે એ ના પૂછ્યું.
મેં શ્રદ્ધાથી જોયું એણે શંકા જેવો ભાલો કાઢ્યો,
ટાઈપ થયેલો ભૂતકાળ મેં ત્યાંને ત્યાં એને દેખાડ્યો.
લોહી વચાળે સઘળી ઈચ્છા ટાઢ સમી થરથરતી દેખી,
કાતર જેવી નજર્યું એણે ઉપરથી સણસણતી ફેંકી.
ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દહાડા રહેશો ?
ઉપનિષદ પણ એ જ પૂછે છે, એનો ઉત્તર તમેય દેશો ?
તીખા તીખા પ્રશ્નોથી શું માણસને ઓળખવા માગો ?
જેને પૂછો એ માણસ તો પોતાનાથી ખાસ્સો આઘો.
વિઝનથી વિઝાની વચ્ચે શ્વેત-શ્યામ રંગીન કાયદા,
પંખીને પુછાય કદી કે ઊડવાના છે ક્યા ફાયદા ?
ભરદોરે જે સ્વપ્ન ચગાવ્યું, એક ઝાટકે એણે કાપ્યું,
ઝળઝળિયાંએ જાતે આવી આંખોને આશ્વાસન આપ્યું.
પાછા ફરતાં ફરી કોઈએ બૂમો પાડી મારા નામે,
હવે નથી અટવાવું મારે, ચાલ્યો હું સાચા સરનામે.



Perfect ‘Shabdchitra’ of entire rigid procedure of Visa. Saras kavya.
સુંદર ઉડાન! ને ઊંડાણ પણ.
ખુબ સુંદર…
“ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દહાડા રહેશો ?
ઉપનિષદ પણ એ જ પૂછે છે, એનો ઉત્તર તમેય દેશો ?”
સરસ મજાનિ રચના.તિખા તિખા–વાળી પન્ક્તિ ખુબ ગમિ.અભિનન્દન્
આ તો કૈક મરુ જ હર્દય મરેી જ સામે…………
ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દહાડા રહેશો ?
પ્રશ્ર્ન શાશ્વત આ, શોધવા મથ્યા કૈંક ઋષિ મુનિયો,
મિથ્યા પ્રયાસ જળમંથન કરી પામવા નવનીત કાજ
ગાળી હાડ ચામ , કહી ” नेति नेति ” થયા વિદાય.
ઉમાકાન્ત વિ.મહેતા
મુકેશભાઈ,
આવું દીવા જેવું સ્પષ્ટ અને માથું વાઢનારું સત્ય હોવા છતાં … લાખો શિક્ષિતો વીઝા પાછળ પાગલ કાં ?… કોઈ તો મજબૂરી રહી હોગી … વર્ના…
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
વાસ્તવીક અને ખુબ જ સુંદર !!
એન.આર.આઈઓને હીન્દુસ્તાનના લાઈફ ટાઈમના વીઝા મેળવવામા
સમઝ અને કલ્પના બહારની હેરાનગતીનો કોઇ સુમાર નથી.
ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દહાડા રહેશો ?
ઉપનિષદ પણ એ જ પૂછે છે, એનો ઉત્તર તમેય દેશો ?
વાહ બહુ સુંદર કાવ્ય છે.
ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દહાડા રહેશો ?
ઉપનિષદ પણ એ જ પૂછે છે, એનો ઉત્તર તમેય દેશો ?
મૂકેશભાઈ, બહુ મજા આવી. ફેસબુક ઉપર શેર કરું છું.
ચલ્યો સચા સરનામે, આઇ વિશ કે હુ પન આ કરિ શ્કુ