- ReadGujarati.com - http://www.readgujarati.com -

રમૂજની રમઝટ – સંકલિત

એક ગુજરાતીએ ચીનમાં જઈને ચાની દુકાન ખોલી,
પરંતુ એને દુકાનનું નામ શું રાખવું એમાં ભારે સંઘર્ષ કરવો પડ્યો.
અંતે ચાઈનીઝ લોકોને સમજ પડે અને ગુજરાતીપણું પણ સચવાય એવું એણે નામ રાખ્યું.
એની દુકાનનું નામ એણે આ રીતે લખ્યું : ‘Fuki-Fuki-ne-pee’
******

કારમાં બેઠેલી મેડમને ભિખારી : ‘બહેનજી, ભગવાન કે નામ પે કુછ દે દો….’
મેડમ : ‘મેં તને ક્યાંક જોયો છે….’
ભિખારી : ‘યસ મેડમ, ફેસબુક પર આપણે ફ્રેન્ડઝ છીએ….!’
******

ગાંધીજી એક નિર્દોષ માણસનો કેસ લડ્યા અને કોર્ટમાં જીતી ગયા. નિર્દોષ માણસ બચી ગયો. પણ એણે ગાંધીજીને એક સવાલ કર્યો : ‘ગાંધીબાપુ, આ તો સારું હતું કે તમે હતા એટલે હું બચી ગયો. પણ તમે ના હો ત્યારે અમને કોણ બચાવશે ?’
ગાંધીજી બોલ્યા : ‘મારા ફોટાવાળી નોટો….’
******

ડૉક્ટર : ‘સાંભળો, તમારા ઑપરેશન પછી અમને ખબર પડી છે કે મારા હાથનું એક મોજું તમારા પેટમાં રહી ગયું છે.
સન્તા : ‘કશો વાંધો નહિ ડૉક્ટર ! આ લો… 20 રૂપિયા. બજારમાંથી નવું ખરીદી લેજો !’
******

છોકરી : ‘કાલે મારા પપ્પાએ મને તારી બાઈક પાછળ બેઠેલી જોઈ લીધી હતી.’
છોકરો : ‘પછી શું થયું ?’
છોકરી : ‘આજથી બસની ટિકિટના પૈસા બંધ ! મારું ફેમિલી બહુ કડક છે…..યુ નો… !’
******

નટુ : ‘ભારતીય નારીઓ શા માટે વ્રત કરીને આવતા જન્મમાં એ જ પતિ મળે એવી પ્રાર્થના કરે છે ?’
ગટુ : ‘અરે, આટલી મહેનત કરીને ટ્રેનિંગ આપી હોય, એ કંઈ નકામી થોડી જવા દેવાય ?’
******

પત્ની : ‘જો, પેલા દારૂડીયાને જો.’
પતિ : ‘એ કોણ છે ?’
પત્ની : ‘દસ વરસ પહેલાં એણે મને લગ્ન માટે પ્રપોઝ કરેલું. પણ મેં ના પાડી હતી.’
પતિ : ‘ઓ વાઉ ! તો એ માણસ હજી સેલિબ્રેટ કરી રહ્યો છે !’
******

કેરેલાના ઉચ્ચ ભણતરનો એક નમૂનો.
પોલીસે એક ભિખારીને રડતો જોઈને તેને અંગ્રેજીમાં પૂછ્યું : ‘What is the matter ?’
ભિખારીએ અંગ્રેજીમાં પોતાની રીતે અભ્યાસપૂર્ણ જવાબ આપ્યો : ‘Matter is anything that has mass and occupies space.’
******

‘પાર્ટી માટે તમારી પત્ની કેમ તૈયાર થાય તો ગમે ?’ એ વિષય પર પચ્ચીસ કે એથી ઓછા શબ્દોમાં જવાબ લખી મોકલવાની એક હરીફાઈ યોજાઈ હતી. કાંતિકાકાને ઈનામ મળ્યું. તેમણે જવાબમાં માત્ર એક જ શબ્દ લખ્યો હતો : ‘જલદીથી…’
******

પત્ની : ‘મારી નવી સાડી તમને કેવી લાગે છે ?’
પતિ : ‘મારા આખા મહિનાના પગાર જેવી.’
******

એક મોટી ઉંમરની સ્ત્રી એક બ્યુટીક્લિનિકમાં ગઈ. એણે પૂછ્યું :
‘આ મારી કરચલીઓ દૂર થશે ? આ ડાઘા જતા રહેશે ? મારો ચહેરો…..’
‘હા, બધું થઈ જશે. પણ પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે….’
‘એટલા બધા ? કોઈ સસ્તો માર્ગ બતાવોને ?’
‘લાજ કાઢવાનું શરૂ કરી દો !’
******

પત્ની : ‘મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં આદમીને અપ્સરા મળે છે. તો અમને સ્ત્રીઓને શું મળતું હશે ?’
સંતા : ‘અરે કુછ નહીં…. ભગવાન કેવલ દુખિયોં કો દેખતા હૈ !!’
******

કવિ : ‘આ દુનિયામાં અંધેર ચાલે છે !’
મિત્ર : ‘કેમ ?’
કવિ : ‘જો બેંકર બોગસ કવિતા લખે તો કોઈ ગુનો બનતો નથી પણ કવિ ખોટો ચેક લખે તો ગુનો બને છે…!’
******

અમદાવાદની જેલની દીવાલો વધારે ઊંચી લેવાઈ.
અધિકારી : ‘કેમ, કેદીઓ દીવાલ કૂદીને ભાગી જાય છે ?’
જેલર : ‘ના રે સાહેબ, મફતિયા લોકો અંદર આવીને જમી જાય છે !’
******

છગને જાહેરાત આપી છાપામાં : અમને જણાવતાં ગર્વ થાય છે કે અમારા મોટા ભાઈએ પાણીમાં શ્વાસ રોકીને 35 મિનિટ રહેવાનો વિશ્વરેકોર્ડ સ્થાપ્યો છે. એમનું બેસણું ગુરુવારે રાખેલ છે !
******

છગનબાપુ : ‘આપણાં લગ્નની 25મી તિથિની ઉજવણી માટે હું તમને આંદામાન-નિકોબાર લઈ જઈશ.’
બા : ‘અરે વાહ રે વાહ…. આજ સૂરજ કઈ દિશાથી ઊગ્યો છે ! તો પછી 50મી લગ્નતિથિએ શું કરશો ?’
છગનબાપુ : ‘પાછો તને લેવા આવીશ…. ઠેઠ આંદમાન-નિકોબાર…’
******

એક માણસ ભગવાનને એકધારો પ્રાર્થના કર્યે જ જતો’તો. કંટાળીને ભગવાન પ્રગટ થયા :
‘માગ…. તારે માગવી હોય તે મન્નત માગ….’
પેલો માણસ હાથ જોડીને કહે : ‘ભગવાન મને પાછો કુંવારો બનાવી દો….’
ભગવાન : ‘દીકરા મારા… મન્નત માગ, જન્નત નહીં….’
******