[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]
અપેક્ષા એ હતી કે આજ નહીં તો કાલ બદલાશે
ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે
તિલકના રંગ ને અર્થો તો એના એ જ રહેવાના
અગર બદલાય કૈં તો આંગળી ને ભાલ બદલાશે
સંબંધોનું બિયારણ વાવજો ખૂબ સાવચેતીથી
જરા ગફલત થશે તો આખે આખો ફાલ બદલાશે
અવિરત ચાલતું નર્તન ન રોકાશે કદી ક્યારે
તું કોશિશ કર તો સંભવ છે કે એનો તાલ બદલાશે
પ્રહારો સર્વ શસ્ત્રોના સહ્યા છે ઓથ લઈ એની
હવે ચિંતા રહે છે શું થશે જો ઢાલ બદલાશે
9 thoughts on “ગઝલ – ઉર્વીશ વસાવડા”
તિલકના રંગ ને અર્થો તો એના એ જ રહેવાના
અગર બદલાય કૈં તો આંગળી ને ભાલ બદલાશે
ખુબજ સરસ ! યુગ બદલાય પણ જગ (જગત) બદલાતુ નથી.!
સરસ ગઝલ
સરસ ગઝલ
વાહ્ સરસ ગઝ્લ
Very nice.
Waah waah nice gazal
પ્રહારો સર્વ શસ્ત્રોના સહ્યા છે ઓથ લઈ એની
હવે ચિંતા રહે છે શું થશે જો ઢાલ બદલાશે
સરસ માર્મિક રજુઆત્..
અતુત વિશ્વાસ ….
સરસ રજુવાત …. મન પ્રફુલિત હોઇ કલ્પ્ના મા દુબેલુ હોઇ એજ વ્યક્તિ સારુ સર્જન કરિ સકે…
ઉર્વીશભાઈ,
જબરદસ્ત ગઝલ આપી. આભાર.
સબંદોનું બિયારણ વાવજો ખૂબ સાવચેતીથી, જરા ગફલત થશે તો આખે આખો ફાલ બદલાશે … વાહ કેવી ભવ્ય કલ્પના !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}