ઘેલી વર્ષાની હેલી…….. – ગિરિરાજ બ્રહ્મભટ્ટ

[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.]

ઓ ઘેલી વર્ષાની હેલી,
આ મન પલળે તો માનું,
……………… હૈયું ભીંજવે તો જાણું !!
ભૂમિની ખેવના કહું ?
ગગનની વેદના કહું !
……………… વરસે લઈ કયું બહાનું ?
……………… આ મન પલળે તો માનું !
સોડમ માટીની મધુરી,
મહેંકે થઈ દિશા કપૂરી,
……………… વાહન તેં કર્યું હવાનું….
……………… આ મન પલળે તો માનું….
વીજળીથી માંગ સજાવો;
ગર્જનથી આભ ગજાવો…..
……………… છેડો કોઈ નવલું ગાણું…
……………… હૈયું ભીંજવે તો જાણું….
……………… આ મન પલળે તો માનું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ઘેલી વર્ષાની હેલી…….. – ગિરિરાજ બ્રહ્મભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.