હાર્મોનિયમ – પુરુરાજ જોષી

ટી.વી., ટોળટપ્પા
અને બગાસાં પછી
સૂવા માટે ખસેડું પલંગ
પલંગ નીચે
કપડાથી ઢંકાયેલું
હાર્મોનિયમ નજરે ચઢે
અપરાધભાવ ભરી આંખે
તાકી રહું….
કેટલી લાંબી શોધને અંતે
મળેલું એ
કેવા ઉમળકા સાથે વસાવેલું….
મહિનાઓથી પડ્યું છે
મૂંગું
બહાર કાઢી, ધૂળ ઝાપટી
ધમણ ખોલું, હવા ભરું
આંગળીઓ રમવા માંડે સૂરો પર
મનોમન શોધતો રહું, ગાવા સરખું ગીત
પણ…. કોઈક, કશુંક, ક્યાંક
ખોવાઈ ગયું છે,
આડે હાથે મુકાઈ ગયું છે…..
હળવા નિ:શ્વાસ સાથે
હાર્મોનિયમ કરી દઉં
બંધ
ઢાંકીને મૂકી દઉં
પલંગ નીચે….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “હાર્મોનિયમ – પુરુરાજ જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.