હણાયા બધા મારા કૂણા સરગવા;
તમે આવીને પાછા રોપો સજનવા !
હયાતી વિકલ્પોનો પર્યાય લાગે;
હું પેલો છું, આ છું, ફલાણો છું અથવા.
સતત દોડતો સૂર્યની પૂંઠે પૂંઠે;
થયો છે શું પડછાયાને પણ હડકવા ?
કરો પ્રાર્થના સૂર્ય ઢંકાઈ જાયે;
મૂકી છે મેં તડકામાં છાતી પલળવા !
મને મારા પર પણ ન પડતો ભરોસો;
સૂણું છું હું મારે વિશે કંઈક અફવા !