વાર્તા-સ્પર્ધા 2012 પરિણામ – તંત્રી

[dc]પ્ર[/dc]તિવર્ષ મે થી જુલાઈ માસ દરમિયાન યોજાતી રીડગુજરાતી વાર્તા-સ્પર્ધામાં ચાલુ વર્ષે સૌથી વધારે 70 જેટલી કૃતિઓ પ્રાપ્ત થઈ. એ તમામ કૃતિઓ વ્યવસ્થિત રીતે ગોઠવીને નિર્ણાયકો સુધી પહોંચાડવામાં વધુ સમય ગયો અને કેટલીક જાહેર રજાઓને કારણે તૈયાર થયેલા પરિણામને મેળવવામાં પણ વિલંબ થયો, જેથી સ્પર્ધાનું પરિણામ દસ દિવસ મોડું તૈયાર થયું.

ખેર, આપની આતુરતાનો હવે અંત આવે છે. આજે આ પરિણામ પ્રકાશિત કરતાં હર્ષની લાગણી અનુભવાય છે. યુવાજગત ધીમે ધીમે લેખન તરફ આગળ વધી રહ્યું છે જે આપણા માટે શુભ શુકન છે. આ વર્ષે પ્રથમ ત્રણ ક્રમાંકની વાર્તાઓમાં ચાર નામ મોખરે રહ્યા છે. પહેલા નંબર પર યુ.કે. નિવાસી નયનાબેન પટેલની વાર્તા ‘ડૂસકાંની દિવાલ’ છે. બીજા નંબર પર બે વાર્તાઓ છે જેમાં વડોદરાના નીતાબેન જોષીની ‘જમણા હાથની પેલ્લી આંગળી’ અને ડીસાના વર્ષાબેન બારોટની ‘કોશા’ નામની વાર્તા છે. ત્રીજા સ્થાને કચ્છના રમેશભાઈ રોશિયાની ‘ગરમાળો’ છે. આ ચારેય વાર્તાઓની વિશેષતા એ છે કે અગાઉની ઘણી બધી વાર્તા-સ્પર્ધા કરતાં આ તમામ વાર્તાઓએ સૌથી વધારે ગુણ મેળવ્યા છે. 170 થી 190 વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવતી વાર્તાઓને બદલે આ વખતે પ્રથમ ક્રમાંકનો આંકડો 225 સુધી પહોંચ્યો છે. આ તમામ વિજેતાઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. સર્જનક્ષેત્રે તેઓ ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ.

વિજેતા સિવાયની પણ અનેક વાર્તાઓ આ પરિણામમાં ખૂબ ઊંચા ગુણ મેળવી શકી છે. 200, 203, 204, 206, 207 ગુણ અનેક સ્પર્ધકોએ મેળવ્યા છે. વળી, 190 થી 200 વચ્ચે પણ અનેક વાર્તાઓ જોવા મળે છે. નિર્ણાયકોનું માનવું છે કે આ વાર્તાઓમાં અપાર વૈવિધ્ય છે. સર્જકોએ ભાત-ભાતના વિષયો પર પોતાની કલમ ચલાવી છે. આ સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓ તો આપણે ટૂંક સમયમાં માણીશું જ પરંતુ ઘણા બધા વાચકોની એક મીઠી ફરિયાદ રહે છે કે સ્પર્ધાની બધી જ કૃતિઓ શું અમને જોવા ન મળી શકે ? આથી, ચાલુ વર્ષથી સ્પર્ધાની અન્ય તમામ કૃતિઓ પણ એક PDF Downloadable File તરીકે મૂકવાનો વિચાર છે. જો કે એની તૈયારીમાં થોડો સમય લાગી શકે છે. પરંતુ હું કોશિશ કરીશ કે તમામ વાર્તાઓ આપના સુધી પહોંચે.

વાર્તા-સ્પર્ધા એ સૌનો સહિયારો પ્રયત્ન છે. આથી રીડગુજરાતીના વાચક તરીકે આપની પાસેથી પણ એક અપેક્ષા છે કે વિજેતા થનાર સૌ સ્પર્ધકમિત્રોને આપ આપનો સંદેશો કે અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કરો. આપના બે શબ્દોનો પ્રતિભાવ તેઓ માટે ઉત્સાહવર્ધક બની શકે છે. વળી, રીડગુજરાતી તરફથી તેમની આ કલાની વંદનાના ભાગ રૂપે પુરસ્કારની રકમ તો તેમને મોકલવામાં આવે જ છે પરંતુ એ સાથે કોઈ વાચકમિત્રો પોતાના તરફથી ભેટ પુસ્તક આપવા ઈચ્છતા હોય તો તેઓ પણ તે મોકલી શકે છે. પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા થયેલા સ્પર્ધકોના સંપર્કની વિગત આ પ્રમાણે છે :

[1] નયના પટેલ (લેસ્ટર, યુ.કે.)
ફોન : +44 116 2202372
ઈ-મેઈલ : ninapatel69@hotmail.co.uk

[2] નીતા જોષી (વડોદરા, ગુજરાત)
મોબાઈલ : 9427239198
ઈ-મેઈલ : neeta.singer@gmail.com

[3] વર્ષા બારોટ (ડીસા, ગુજરાત)
મોબાઈલ : 9725013123
ઈ-મેઈલ : rao_varsha2009@yahoo.com

[4] રમેશ રોશિયા (માંડવી-કચ્છ, ગુજરાત)
મોબાઈલ : 9429297143
ઈ-મેઈલ : rameshroshiya@gmail.com

વિશેષમાં, પોતાની અત્યંત વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને આ તમામ વાર્તાઓનું સુંદર રીતે મૂલ્યાંકન કરી આપનાર તમામ નિર્ણાયકોનો તો આભાર માનીએ એટલો ઓછો છે. પરિણામની સાથે તેઓએ પાઠવેલ પત્રો નવસર્જકોને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ હોવાથી આ લેખ સાથે ‘વાર્તા-સ્પર્ધા 2012 : નિર્ણાયકોનું મંતવ્ય’ શીર્ષક હેઠળ તેને પ્રકાશિત કરવામાં આવ્યા છે. શ્રી માવજીભાઈનું એનાલિસિસ, ભારતીબેનના સૂચનો અને નૂતનબેનની વાર્તાતત્વ અંગેની વિભાવના રસપ્રદ અને સમજવા જેવી છે. નિર્ણાયકોનો પુનઃ એકવાર આભાર.

અંતે, ફરી એકવાર સૌ વિજેતાઓને અભિનંદન તેમજ સૌ સ્પર્ધકમિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ટૂંક સમયમાં આ વાર્તાઓ આપણે માણીશું. આભાર.

વાર્તા-સ્પર્ધા 2012નું પરિણામ આપ અહીંથી ક્લિક કરીને જોઈ શકો છો : Click Here

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “વાર્તા-સ્પર્ધા 2012 પરિણામ – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.