આવને – ચિનુ મોદી

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

બારી ખોલી આભ નીચે લાવને
સાંકડું બનતું જગત અટકાવને

સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી ?
પુષ્પ હે ! નિર્બંધ બનતાં જાવને.

હું તને શોધી વળ્યો મનમાં બધે
બ્હાર છે ? તો ઘરમાં પાછી આવને.

થાય છે અંધાર દેખાતું નથી ?
હું બળું છું, તું મને પેટાવને.

જીવવાની લત ઘણી મોંઘી પડે
મૂર્ખ આ ઈર્શાદને સમજાવને.


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઉનાળો એટલે રંગોથી છલકાતી મૌસમ – કામિની સંઘવી
અપેક્ષા – પ્રજ્ઞા કમલ ભટ્ટ Next »   

3 પ્રતિભાવો : આવને – ચિનુ મોદી

  1. Kalidas V. Patel { Vagosana } says:

    ચિનુભાઈ,
    ‘ જીવવાની લત ‘ સર્વદા માંઘી પડી છે સહુને ! તો પણ સૌ જુઓને જીવે જાય છે !
    સુંદર ગઝલ! … અભિનંદન.
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  2. gita kansara says:

    સુન્દર ગઝલ્.મોદેીસર્, આપના સાનિધ્યમા વિધ્યાથેીકાલમા અમે અનેક ગઝલોનો
    રસાસ્વાદનેી લ્હાનેીનો સ્વાદ ચાખ્યો ચ્હે.નમસ્કાર્.

  3. Chintan Acharya says:

    ચિનુ મોદિ (ચિનુકાકા). મારા પસન્દિદા કવિ માના એક.
    અદ્દ્ભુત્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :