[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
બારી ખોલી આભ નીચે લાવને
સાંકડું બનતું જગત અટકાવને
સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી ?
પુષ્પ હે ! નિર્બંધ બનતાં જાવને.
હું તને શોધી વળ્યો મનમાં બધે
બ્હાર છે ? તો ઘરમાં પાછી આવને.
થાય છે અંધાર દેખાતું નથી ?
હું બળું છું, તું મને પેટાવને.
જીવવાની લત ઘણી મોંઘી પડે
મૂર્ખ આ ઈર્શાદને સમજાવને.
3 thoughts on “આવને – ચિનુ મોદી”
ચિનુભાઈ,
‘ જીવવાની લત ‘ સર્વદા માંઘી પડી છે સહુને ! તો પણ સૌ જુઓને જીવે જાય છે !
સુંદર ગઝલ! … અભિનંદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
સુન્દર ગઝલ્.મોદેીસર્, આપના સાનિધ્યમા વિધ્યાથેીકાલમા અમે અનેક ગઝલોનો
રસાસ્વાદનેી લ્હાનેીનો સ્વાદ ચાખ્યો ચ્હે.નમસ્કાર્.
ચિનુ મોદિ (ચિનુકાકા). મારા પસન્દિદા કવિ માના એક.
અદ્દ્ભુત્