આવને – ચિનુ મોદી

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

બારી ખોલી આભ નીચે લાવને
સાંકડું બનતું જગત અટકાવને

સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી ?
પુષ્પ હે ! નિર્બંધ બનતાં જાવને.

હું તને શોધી વળ્યો મનમાં બધે
બ્હાર છે ? તો ઘરમાં પાછી આવને.

થાય છે અંધાર દેખાતું નથી ?
હું બળું છું, તું મને પેટાવને.

જીવવાની લત ઘણી મોંઘી પડે
મૂર્ખ આ ઈર્શાદને સમજાવને.

Leave a Reply to gita kansara Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “આવને – ચિનુ મોદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.