શાહિદોનો અભાવ હોય નહીં,
કોઈ છાનો બનાવ હોય નહીં.
શોધતા એ જ હોય છે તરણું,
જેમની પાસે નાવ હોય નહીં.
તેજ તો હોય તારલા પાસે,
સૂર્ય જેવો પ્રભાવ હોય નહીં.
મોહ માયા શું, શું વળી મમતા,
સાધુઓને લગાવ હોય નહીં.
પ્રેમીનું દિલ નથી એ, જેના પર.
‘રાજ’ એકાદ ઘાવ હોય નહીં.
One thought on “હોય નહીં – રાજ લખતરવી”
બહુ સરસ