કોણ નભના ફલકને દોરે છે ?
કેટલા રંગ તે કટોરે છે ?
ચાંદ, તારા અને હું : સૌ સરખા
જે બધા સૂર્ય-તેજ ચોરે છે.
ધૂંધળો સૂર્ય, ધૂમ્ર મેઘરવો
આડ વાદળને વીજ સોરે છે.
શ્યામ નભ, શ્યામ રત, ક્ષિતિજો શ્યામ
શ્યામ રંગો હૃદયને કોરે છે
નભ સ્વયં વેણુ, નક્ષત્રો છિદ્રો
ડાળ સંગીતને, ઝકોરે છે
મેઘધનુ, મોરપિચ્છ હો જાણે
નભ શું નટવર રૂપે મહોરે છે ?
4 thoughts on “નભ-લીલા – હર્ષદ ચંદારાણા”
આ કવિતા મને બહુજ ગમઈ.
મને લગે ચ્હે કે મર રોૂમ ભગિદર ભગગવ્નજિ ચંદારાણા તો તમે નથિ.જો હો તો તમરુ સર્નમુ વગેરે એમઇલ કરશો.
પ્રવેીન ભિમ્જિઅનિ
સુન્દર ગઝ્લ હર્શદ્, શ્યામ રન્ગો હ્રદય્ ને કોરે ચે
આહા…હા ખૂબ જ સુન્દર રચના…..આભાર
નભ સ્વયં વેણુ, નક્ષત્રો છિદ્રો
ડાળ સંગીતને, ઝકોરે છે
મેઘધનુ, મોરપિચ્છ હો જાણે
નભ શું નટવર રૂપે મહોરે છે ?
હર્ષદભાઈ,
સુંદર ગઝલ આપી. … મેઘધનુષ્ય રુપી મોર પિચ્છ માથે મૂકી નભ નટવર રુપે મહોરે છે!
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}