નભ-લીલા – હર્ષદ ચંદારાણા

કોણ નભના ફલકને દોરે છે ?
કેટલા રંગ તે કટોરે છે ?

ચાંદ, તારા અને હું : સૌ સરખા
જે બધા સૂર્ય-તેજ ચોરે છે.

ધૂંધળો સૂર્ય, ધૂમ્ર મેઘરવો
આડ વાદળને વીજ સોરે છે.

શ્યામ નભ, શ્યામ રત, ક્ષિતિજો શ્યામ
શ્યામ રંગો હૃદયને કોરે છે

નભ સ્વયં વેણુ, નક્ષત્રો છિદ્રો
ડાળ સંગીતને, ઝકોરે છે

મેઘધનુ, મોરપિચ્છ હો જાણે
નભ શું નટવર રૂપે મહોરે છે ?

Leave a Reply to tanu ramesh patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “નભ-લીલા – હર્ષદ ચંદારાણા”

Copy Protected by Chetan's WP-Copyprotect.