વાક્ય, વર્ણન, વ્યાકરણ કંઈ ગોખવું પડતું નથી.
સાચું જે બોલે છે એણે સોચવું પડતું નથી.
શાંતિથી રાખી શકે ખુદમાં ધધકતી આગને,
તેજનું વર્તુળ એણે ઓઢવું પડતું નથી.
રોશની ચીપકાવી દે ફતવો બધી દીવાલ પર;
સૂર્યની છે ખાસિયત કે બોલવું પડતું નથી.
એકદમ સીધી નજર જેવું છે એનું ત્રાજવું,
વાંકી બાબતમાંય નમતું જોખવું પડતું નથી.
આ થરકતી પાંખ છે, કોઈ ફરકતો ધ્વજ નથી,
ઉડ્ડયન કાઠી ઉપર જઈ રોકવું પડતું નથી.
2 thoughts on “ગઝલ – હેમેન શાહ”
i love gujrati news
હેમેનભાઈ,
સાચે જ, સાચું બોલનારને સોચવું નથી પડતું. મજાની ગઝલ, આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}