રડે છે ક્યાં ? – દિલીપ મોદી

મૌનને વાંચવાની હો ભાષા –
ચાહવામાં શરમ નડે છે ક્યાં ?

ખાનગીમાં સહન કરે પીડા,
બહારથી સૌ જુઓ રડે છે ક્યાં ?

નફરતોની ખરી છે આ દુનિયા !
પૂર્વગ્રહ બાકી તો નડે છે ક્યાં ?

વહેમ કેવો ને કેવી છે ઈર્ષા ?
ટોચ પરથી નીચે પડે છે ક્યાં ?

લોક સાથે જે વહોરી લે ઝઘડા,
જાત સાથે કદી લડે છે ક્યાં ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “રડે છે ક્યાં ? – દિલીપ મોદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.