રડે છે ક્યાં ? – દિલીપ મોદી
મૌનને વાંચવાની હો ભાષા –
ચાહવામાં શરમ નડે છે ક્યાં ?
ખાનગીમાં સહન કરે પીડા,
બહારથી સૌ જુઓ રડે છે ક્યાં ?
નફરતોની ખરી છે આ દુનિયા !
પૂર્વગ્રહ બાકી તો નડે છે ક્યાં ?
વહેમ કેવો ને કેવી છે ઈર્ષા ?
ટોચ પરથી નીચે પડે છે ક્યાં ?
લોક સાથે જે વહોરી લે ઝઘડા,
જાત સાથે કદી લડે છે ક્યાં ?



સુંદર રચના..!
લોક સાથે જે વહોરી લે ઝઘડા,
જાત સાથે કદી લડે છે ક્યાં ? વાહ.. વાહ…ક્યા બાત હૈ.
લોક સાથે જે વહોરી લે ઝઘડા,
જાત સાથે કદી લડે છે ક્યાં ?
its true
સાચી વાત કહી ….
લોક સાથે જે વહોરી લે ઝઘડા,
જાત સાથે કદી લડે છે ક્યાં ?
Ramesh bhai
દિલીપભાઈ,
જાત સાથે જરૂર પડ્યે લડવાનું જરૂરી હોવા છતાં માનવી તે છોડી લોક સાથે નકામા ઝગડા વહોરી લે છે એમાં જ આ બધી રામાયણો ઊભી થાયછે ને ? સુંદર ગઝલ. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}