કામનો કામનો કામનો રે,
…………….. તું અહીંયા આવ્યો શા કામનો ?
સંત સ્વરૂપી ગંગા ન નહાયો,
…………….. ભજન કિયો ન સીયારામનો રે…. તું
પાપ કરતાં પાછું ન જોયું,
…………….. ડરી બેઠો નહીં ઠામનો રે…. તું
આ રે કાયામાં શું રે મોહ્યા છો ?
…………….. કોથળો છે હાડચામનો રે…. તું
ભાણ કહે તું ચેતી લે પ્રાણિયા,
…………….. પછી નહીં રહે ઘાટ ગામનો રે… તું
2 thoughts on “કોથળો છે હાડચામનો – ભાણ સાહેબ”
ભાણ સાહેબનું વધુ એક સુંદર ભજન. ક્ષણભંગુર માનવ શરીરની ખોટી મોહમાયા છોડી ઇશપ્રીતિ તરફ વળવાનું સમજાવે છે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
આવા સિધા-સાદા અને સરળ ભજનો કે રચનાનો ” ભગવાનોને” ભારે અભાવો કે અપચો થતા, એમને પણ ફિલ્મિ ઢ્બ અને રાગ વધુ માફક આવવા લાગ્યા છે.