[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
સાવ સૂનું બારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે,
આંખમાં સંભારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે !
ભીંત માથે સિંદૂરી થાપા કરીને વાટ તો પકડી પિયુની;
ઝૂરતું આ આંગણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.
હાથમાં મિંઢોળ ને મ્હેંદી તણી નરમાશ કૈં નજરે ચડે;
યાદ કેરું તાપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.
પાંપણે ઝૂલી રહ્યું અક્ષુનું તોરણ મોતીઓ સમ ઝગમગે;
કંકુવરણું છાંટણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.
એ જ છે સૂરજ, અને કૈં એ જ છે વાતાવરણ ચારે તરફ,
તારું-મારું-આપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.
8 thoughts on “આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર”
અત્યન્ત સુંદર ગઝલ….પ્રસંગની નાજુકાઈ શબ્દે શ્બ્દે ટપકે છે.
ખુબ જ સરસ..લાગણીઓથી તરબોળ કરતી એક એક પંકિત્તિઓ વિદાયનું ચિત્ર આંખો સમક્ષ તાદ્શ કરે છે.
-પ્રવિણ કે.શ્રીમાળી
તંત્રી- યુવારોજગાર
http://pravinshrimali.wordpress.com
http://kalamprasadi.wordpress.com
અતિ સુન્દર્ રચના…કદાચ ગુજ્રરાતિ સાહિત્યમા લોક્ પ્રિય બને તેવિ રચના નો ઉમેરો થૈ રહ્યો હોય તેવુ લાગ્યુ……..અભિનન્દન્…………………………………
‘વિવશ’
આપની અત્યંત પ્રભાવી ગઝલ ઉચ્ચ કક્ષાનાં શિખરો સર કરે છે. અભિનંદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
ઉત્તમ ગઝલ્.દિક રેી વહાલ્ નો દરિયો.
આવિ ગઝ્લ આપ્યા બદ્લ અભિનન્દન્.
ખૂબ જ સુંદર ધન્યવાદને પાત્ર ગઝલ
ચંદ્રિકા બોપલિયા
વાહ પરમાર સાહેબ વાહ્,
મજ આવી ગ્ઈ…..,
ઉદાસી તમોને લલાટે મળી છે.
very nice…. khub sundar…. maja aavi gai mane to lagyu k jane huj 6u