આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

સાવ સૂનું બારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે,
આંખમાં સંભારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે !

ભીંત માથે સિંદૂરી થાપા કરીને વાટ તો પકડી પિયુની;
ઝૂરતું આ આંગણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

હાથમાં મિંઢોળ ને મ્હેંદી તણી નરમાશ કૈં નજરે ચડે;
યાદ કેરું તાપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

પાંપણે ઝૂલી રહ્યું અક્ષુનું તોરણ મોતીઓ સમ ઝગમગે;
કંકુવરણું છાંટણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

એ જ છે સૂરજ, અને કૈં એ જ છે વાતાવરણ ચારે તરફ,
તારું-મારું-આપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કાકપ્રશસ્તિ – રમેશ આચાર્ય
જીવન – અરવિંદ કારિયા ‘માનવ’ Next »   

8 પ્રતિભાવો : આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર

 1. Sandhya Bhatt says:

  અત્યન્ત સુંદર ગઝલ….પ્રસંગની નાજુકાઈ શબ્દે શ્બ્દે ટપકે છે.

 2. ખુબ જ સરસ..લાગણીઓથી તરબોળ કરતી એક એક પંકિત્તિઓ વિદાયનું ચિત્ર આંખો સમક્ષ તાદ્શ કરે છે.

  -પ્રવિણ કે.શ્રીમાળી
  તંત્રી- યુવારોજગાર
  http://pravinshrimali.wordpress.com
  http://kalamprasadi.wordpress.com

 3. NARENDRA VEGADA says:

  અતિ સુન્દર્ રચના…કદાચ ગુજ્રરાતિ સાહિત્યમા લોક્ પ્રિય બને તેવિ રચના નો ઉમેરો થૈ રહ્યો હોય તેવુ લાગ્યુ……..અભિનન્દન્…………………………………

 4. Kalidas V. Patel { Vagosana } says:

  ‘વિવશ’
  આપની અત્યંત પ્રભાવી ગઝલ ઉચ્ચ કક્ષાનાં શિખરો સર કરે છે. અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 5. gita kansara says:

  ઉત્તમ ગઝલ્.દિક રેી વહાલ્ નો દરિયો.
  આવિ ગઝ્લ આપ્યા બદ્લ અભિનન્દન્.

 6. Chandrika Bopalia says:

  ખૂબ જ સુંદર ધન્યવાદને પાત્ર ગઝલ

  ચંદ્રિકા બોપલિયા

 7. Dafda Kamlesh says:

  વાહ પરમાર સાહેબ વાહ્,
  મજ આવી ગ્ઈ…..,
  ઉદાસી તમોને લલાટે મળી છે.

 8. varsha makwana says:

  very nice…. khub sundar…. maja aavi gai mane to lagyu k jane huj 6u

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.