કાગડો મારું પ્રિય પક્ષી.
આઈ.આઈ.એમ માં ભણેલા વિદ્યાર્થી જેવો,
નીટ ઍન્ડ કલીન, અપ-ટુ-ડેટ.
કાગડાના ગુણ અપાર,
એનામાં રચાયેલા સરળકોણનો ના પાર.
કથની અને કરણી
એક હો એવી એની વિચારસરણી.
શરીરે સહેજ ગંદકી લાગે
તરત સાફ કરી તે હાંકી કાઢે.
એના શરીરના રંગનું સંયોજન મને ગમે.
સ્લેટિયા કાળા અને કાળા રંગનું એનું જુદાપણું.
કળાના વિદ્યાર્થીઓને એમાં શીખવાનું ઘણું.
સંત જેવું એનું મન ઉદાર, કોયલને તરત કરે માફ.
શ્રાદ્ધ એનો તહેવાર,
એમાં એનો લાંબો વહેવાર.
જ્ઞાતિપ્રિય અને જ્ઞાતિમિત્ર,
રાગમાં જો કે થોડું બગડ્યું છે એનું ચિત્ર.
મીરાં જેમ કાયમ ઓઢતો કાળી કામળી,
દૂજો ડાઘ એને ન લાગે એની એને સદાય ઘણી કાળજી.
One thought on “કાકપ્રશસ્તિ – રમેશ આચાર્ય”
રમેશભાઈ,
નથી લાગતું કે, કાગડા પાસેથી માણસે ઘણુંબધું શીખવા જેવું છે !
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }