જીવન – અરવિંદ કારિયા ‘માનવ’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે karia_arvind@yahoo.in સંપર્ક કરી શકો છો.]

જીવનની સવાર
જન્મ્યા-
ખુબ હસ્યાં
ખુબ રડ્યાં
ખુબ રમ્યાં
પોતાના કોચલામાંથી બહાર નીકળ્યા
દુનિયાના દર્શન થયા.

જીવનની બપોર
યુવાન થયા-
ખુબ પૈસા કમાવ્યાં
ખુબ પૈસા ઉડાવ્યાં
ખુબ સપનાં જોયાં
નવા સંબંધો બંધાતા ગયા
જૂના સંબંધો વિસ્તરતા ગયા

જીવનની સાંજ
વૃધ્ધ થયા-
શરીરના સાંધા ઢીલા થયા
મિત્રો બધાય છૂટી ગયા
એકલા હસ્યા અને રડ્યાં
સંબંધો અણિયાળા થતાં ગયા
સંબંધોથી ઘવાઈને ફરી કોચલામાં પુરાયાં
અને આમજ
કોચલામાંથી નીકળીને
શરૂ કરેલી જીવનયાત્રામાં
કોચલામાં પૂરાઈને
ફરી અટકી ગયા…..


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર
પાઠશાળા – આશિષ ભગત Next »   

4 પ્રતિભાવો : જીવન – અરવિંદ કારિયા ‘માનવ’

 1. devina says:

  જીવન ની સાંજ આવી એકલતા ભરી ના હોવી જોઈએ

 2. fanasiya keyur says:

  Waah… Arvindbhai..!! Khub j Saras….!!

 3. Kalidas V. Patel { Vagosana } says:

  અરવિંદભાઈ,
  બસ, જીવનની આજ વ્યાખ્યા છે છતાંયે સૌને જીવન કેટલું વ્હાલુ છે !
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા {

 4. sandip says:

  સરસ…………

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.