પાઠશાળા – આશિષ ભગત

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી આશિષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે a_sh04@yahoo.com સંપર્ક કરી શકો છો.]

નવી નોટબુક ની સુગંધની
નવા પુસ્તકની સફેદીની પાઠશાળા
નવી પેનની શાનની
નવા નવા વિચારોની પાઠશાળા
નવા દફતરની ગોઠવણીની
નવા કંપાસની જાળવણીની પાઠશાળા
અલક મલકની વાતોની
ઉજાગરાની રાતોની પાઠશાળા
ફ્રી પીરીયડ માં ધાંધલની
અને રીસેસ માં ધમાલની પાઠશાળા
રમત ગમત ને ખેલની
પાંડે કાકાની ભેલની પાઠશાળા
લંચ બોક્ષના ભારની
ને એક પ્યારા યારની પાઠશાળા
આર.આર. પટેલ ના ઠપકાની
મનહર મેડમ ના ભપકાની પાઠશાળા
ટ્યુશનના પેલા કાયદાની
ને પછી આઈ.એમ.પી.ના વાયદાની પાઠશાળા
સ્કુલ છૂટવાના બેલની
આઝાદી ને જેલની પાઠશાળા
જગ્યાની અદલા બદલીની
પેનની હેરાફેરીની પાઠશાળા
પાવલીની પાંચ ગોળીની
ને તારી ને મારી જોડીની પાઠશાળા
અંગૂઠા પકડવાના કિસ્સાની
ને તારી ભૂલના હિસ્સા ની પાઠશાળા
બપોર પછીના વરસાદની
ભુલાયેલી મીઠી યાદની પાઠશાળા
મૂછો માં ફૂટેલી જવાનીની
દોસ્તો સામે ફેંકેલી કહાનીની પાઠશાળા
શૈશવના નાદાન અંતની
યૌવનના આરંભની પાઠશાળા
TO-YOU-FROM-ME વાળા ગ્રિટિંગની
અને એક મૌન મિટિંગની પાઠશાળા
એક પ્રામાણિક ગર્લફ્રેન્ડની
લવસ્ટોરીના દુ:ખદ અંતની પાઠશાળા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “પાઠશાળા – આશિષ ભગત”

Copy Protected by Chetan's WP-Copyprotect.