હું આવતી કાલમાં માનતો ન હોત
તો મેં કવિતા લખવી બંધ કરી હોત !
ગઈ કાલે જ
મારી પત્નીને મેં તુલસીનો છોડ ઉછેરતાં જોઈ હતી.
સાંજને સમયે સૂર્યનાં કિરણો
એનાં પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ.
હું આજમાં માનું છું
એથી તો હું ગઈ કાલના કવિઓની કવિતા વાંચું છું.
સવારના સૂર્યનો તડકો
મારી બાલ્કનીમાં આવીને મારા ઘરને અજવાળી જાય છે.
પંખીનો ટહૌકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે.
શિશિરમાં જેનાં સઘળાંયે પાન ખરી ગયાં છે
એવા વૃક્ષને તો પંખીનો ટહૌકો પણ પાંદડું લાગે.
હું એ ટહૌકાને આંખમાં આંજી લઉં છું
અને લખું છું મારી લિપિ.
આવતી કાલ, એ ઈશ્વરનું બીજું નામ છે !
6 thoughts on “આવતી કાલ – સુરેશ દલાલ”
સરસ કવિતા
આશાવાદી મનોવૃત્તિની સુંદર અભિવ્યક્તિ!
સુરેશભાઈ આ રીતે આપણને મળતા રહેશે એ આશ્વાશન!
સુરેશ્ભાઈ,
આવતી કાલ … એટલે જ આશાવાદ ! અને તેથી જ ટકી રહી છે આ જિંદગી.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
આવતેી કાલ એ ઇશ્વરનુ બિજુ નામ્……….સુન્દર વાત્……..પ્રેરક……..
કેટલા વખતે સ્વ.શ્રી સુરેશ દલાલની કવિતા વાંચી …ખુબ સારું લાગ્યું…
..vagada no swash..Geeta kavya ma..sangarahit ..vanchi haskday this annad ni anubhuti that..vah..vat..se..Gujarati..sahitya no…