આ નગર હશે…. – વીરુ પુરોહિત

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

ભૂલી ગયો છું ક્યારનો, એની અસર હશે !
હું બહુરૂપી છું, મૂળમાં શાની સફર હશે ?

હરરોજ સઘળે હાટમાં વેચાય ગમગીની,
મેં શાપમાં પામ્યું હતું તે આ નગર હશે !

ખોદી ઉલેચું મર્મનાં ઊંડાણને સતત,
ત્યાં પણ કદાચિત જીવતો ભૂખ્યો મગર હશે !

મારા વિષેની વાયકા ધરતો નથી બધે,
બળવાન છું હું સમયની સહુને ખબર હશે !

ઉત્સવ તમો છો ઉજવો કેવળ ઉજાસનો,
અફસોસ તમને એ થશે; મારા વગર હશે !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કારણ-નિવારણ – અસ્મિતા ઢોળકીયા
આવતી કાલ – સુરેશ દલાલ Next »   

1 પ્રતિભાવ : આ નગર હશે…. – વીરુ પુરોહિત

  1. Kalidas V. Patel { Vagosana } says:

    વીરુભાઈ,
    આપની ગઝલ ગમી.
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.