હસતો રમતો ગાય કનૈયો – ચંદ્રકાન્ત રાવ

[ રીડગુજરાતીને આ બાળકાવ્યોનું પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ચંદ્રકાન્તભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2657359 સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત બાળગીતોના અંતે આપવામાં આવી છે.]

[1] રેલગાડી

રેલગાડી આવી જુઓ
છુક છુક કરતી,
ભાગે દોડે જલદી તોયે
સ્ટેશને આરામ કરતી.

કોઈ ચઢે ને કોઈ ઊતરે,
આવનજાવન ચાલે,
ધનિક ગરીબ સૌ સાથે બેસે,
સમાન સૌ જન લાગે.

મિલન કરાવે કોઈ સ્વજનનું,
વિરહ પણ કો’નો થાતો,
મળવું ને જુદાં પડવું એ ક્રમ
સ્ટેશન ઉપર સમજાતો.
.

[2] બા-દાદાનું હૈયું હરખાય

ભાઈ મારો નાનો મજાનો,
ઘોડિયે ઊંઘતો છાનોમાનો,
રડે ત્યારે બા હીંચોળે,
હાલા સાંભળી રહે એ છાનો.

જાગે ત્યારે મમ્મીને શોધે,
દૂધ પાય એને હોંશે,
પછી ભાઈને હું રમાડું,
બિસ્કિટ મીઠાં એને ખવાડું.

એમ ભાઈ મોટો થયો,
હસતો હસતો નિશાળે ગયો,
મમ્મી એને મૂકવા જાય,
બા-દાદાનું હૈયું હરખાય.
.
[3] સૌને પ્યારી વર્ષારાણી

વાદળ ઊંચે આકાશે દોડે,
કાળાં કોઈ ધોળાં પણ હોયે,
પવન પાંખે ઊડતાં ફરતાં,
મન થાય ત્યાં વરસી પડતાં.

હાથી જેવાં કોઈક લાગે,
ઘોડેસ્વારી કરતાં એ ભાગે,
ખેડૂતનાં એ મિત્ર માનીતાં,
વાદળ જગનાં જીવનદાતા.

ખેતરને કરતાં હરિયાળાં,
તરસી ધરાની પ્યાસ છીપવતાં
કવિ કરે કવિતા વાદળની,
સૌને પ્યારી વર્ષારાણી.

[કુલ પાન : 50. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : એમ. એમ. સાહિત્ય પ્રકાશન. મહાવીર માર્ગ, આણંદ-388001.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ન્યાય – સંજય ચૌહાણ
આધુનિક સંસ્કૃત કવિ ડૉ. હર્ષદેવ માધવ – એક પરિચય Next »   

0 પ્રતિભાવ : હસતો રમતો ગાય કનૈયો – ચંદ્રકાન્ત રાવ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.