ન્યાય – સંજય ચૌહાણ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે chauhansanjay487@gmail.com સંપર્ક કરી શકો છો.]

ન્યાય સાચ્ચો જોઉં ત્યારે કળ વળે છે.
કોણ છે જે ધીમું પણ ઝીણું દળે છે ?

યુદ્ધ ખેલાતાં રહ્યાં છે અન્ન માટે,
ને અમીરો ખાય તો કેટલું ઢળે છે ?

સાંભળ્યું છે ઓઉમ કે અલ્લા કદી પણ ?
ચીસ એનો ધર્મ જેનું ઘર બળે છે.

દૂધ શિવ પરથી જતું ઊંડી ગટરમાં,
ને ગરીબો બહાર ભૂખથી ટળવળે છે.

શું ખબર ક્યારે થશે પૂરી સફર આ ?
શોધું છું વર્ષોથી, માણસ ક્યાં મળે છે ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ન્યાય – સંજય ચૌહાણ”

Copy Protected by Chetan's WP-Copyprotect.