[dc]‘આ[/dc]સ્તિક’ અને ‘નાસ્તિક’ એમ બે કિનારા વચ્ચે વહેતી નદીનું નામ છે ‘ઈશ્વર’. આ એક શબ્દ બોલતાંની સાથે આસપાસ એક અનોખું વિશ્વ ઊભું થઈ જાય છે. આ વિશ્વમાં છે કેવળ મંદિર, મસ્જિદ, ચર્ચ તથા મહંત, મૌલવી અને પાદરીઓની અપરંપાર પરંપરાઓ. યુગયુગાંતરોથી ચાલી આવતી કંઈ કેટલીયે શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા એમાંથી જન્મતી રહે છે. કેટલીક બાબતો દિવા જેવી સાફ હોવા છતાં એને ક્રિયાકાંડના નામે જટિલ બનાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આજનો બુદ્ધિજીવી વર્ગ પણ એમાંથી બાકાત નથી. જેઓ સમજદાર છે અને જાગૃત છે તેઓ વારંવાર ગળું ફાડીને સમાજને કહે છે કે આમાંથી બહાર નીકળો અને સહજ રીતે વર્તતા શીખો. પરંતુ એમની વાત લોકો સુધી પહોંચે કેવી રીતે ? વેલ, એ પહોંચાડવાનું કામ તાજેતરમાં કર્યું છે ‘OMG’ એટલે કે ‘Oh My God !’ ફિલ્મે.
‘કાનજી v/s કાનજી’ નામના ગુજરાતી નાટક પરથી બનેલી આ ફિલ્મનો સાર એ છે કે તમે ઈશ્વરમાં જરૂર માનો પરંતુ એ તમારું માનવું ફક્ત મંદિર, મસ્જિદ કે ચર્ચના નિયમિત પગથિયાં ચઢવા સુધી કે અન્ય ક્રિયાકાંડો સુધી સીમિત ન રહેવું જોઈએ. તમે તમારી આસપાસ રહેલું જે જાગૃત ચૈતન્ય છે એને ઓળખતાં શીખો. માણસમાં ઈશ્વરને જોતાં શીખો. જ્યારે સામેના માણસ સાથે વાત કરો છો ત્યારે એ ઈશ્વર પ્રગટ થયેલો જ છે એમ અનુભવતાં શીખો. એ અણુ એ અણુમાં છે એટલે મંદિરોમાં પણ છે અને મંદિરની બહાર પણ છે. એને માત્ર મંદિર પૂરતો સીમિત શા માટે કરવો ? આજે ધર્મસ્થાનો પણ ધંધા અને વેપારના સ્થાન બનતાં જાય છે ત્યારે માનવમાં રહેલા ઈશ્વરને જાગૃત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ફિલ્મમાં માનવ મન પર બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. લોકો એમ માની લે છે કે ઈશ્વર એટલે કેવળ ધોતી અને ખેસ નાંખીને શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને જ આવે ! એ રથ હાંકી શકે તો બાઈક પણ ચલાવી શકે છે. એ પોતાના મુખમાં ત્રિભુવનના દર્શન કરાવતો હોય તો આજના સમયમાં લેપટોપ પણ વાપરી શકે છે. એ પરંપરાવાદી નથી. એને ક્રિયાકાંડોમાં રુચિ નથી. એ ઝંખે છે માનવીનો શુદ્ધ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા. એ શ્રદ્ધા કોઈ નાસ્તિક માણસની હોય તો પણ એને મંજૂર છે. એક્સ્ચેન્જ ઑફરો લઈને આવતા ભક્તોની એને જરૂર નથી. એના કરતાં ‘ઈશ્વર નથી’ એમ પૂરી મહેનતથી સાબિત કરીને તેને વળગી રહેનારો ઈશ્વરને અપાર પ્રિય છે. ‘ઓહ માય ગોડ’માં ગોડની ભૂમિકા ભજવતાં અક્ષયકુમાર કહે છે કે ‘મને કોઈ ઓળખી શક્યું નથી. ઈશ્વરને કોમન સેન્સ હોય છે એમ લોકો સમજતાં નથી. મને મંદિરના નાળિયેળ, પીરોની ચાદર કે અન્ય કશામાં રસ નથી. મને જોઈએ છે એમની કેવળ શુદ્ધ શ્રદ્ધા.’
મુખ્ય ભૂમિકા ભજવનાર પરેશ રાવલ ‘કાનજી’ની ભૂમિકામાં છે. ઈશ્વરમાં ન માનનારો આ માણસ અંતે ઈશ્વરને તો માને છે પરંતુ એક સાવ અલગ અંદાજથી અને દુનિયાને પણ એ અલગ અંદાજ શીખવે છે. ધરતીકંપમાં દુકાન પડી જતાં વીમા કંપની ‘Act of God’ કહીને જ્યારે હાથ ઊંચા કરી દે છે ત્યારે ઈશ્વરને ન માનનારો કાનજી વળતર મેળવવા માટે એ જ ઈશ્વરને કોર્ટમાં ખેંચી જાય છે ! પરંતુ ઈશ્વર છે ક્યાં ? કાનજી કહે છે કે બધા મંદિરોના પૂજારી-મહંતો એના સેલ્સમેનો છે ! એની સાથે એનું રોજેરોજનું ડાયરેક્ટ ડાયલિંગ છે. એના નામે ટેક્સ ભર્યા વગરનો કરોડોનો વેપાર ચાલે છે. ધર્મગુરુઓના કંકુવર્ણ પગલાંને પ્રાઈઝ ટેગ લગાવવામાં આવે છે. મટકી ફોડવામાં પણ ઈનામી યોજાનાઓ જાહેર થાય છે. રોજનું હજારો લિટર દૂધ એ ઈશ્વરને ચડાવવામાં વેડફાય છે અને મંદિરની બહાર ઊભેલા બે દિવસના ભૂખ્યા ભિખારીઓ એને તરસી નજરે જોયા કરે છે. પ્રસાદના લાડુ માટે પણ પૈસા લેવામાં આવે છે. યજ્ઞ-યાગાદિ હવનોમાં અગડં-બગડં મંત્રો બોલવામાં આવે છે જેની કોઈને કશી ખબર નથી પડતી. કહેવાતા શિક્ષિત અને બુદ્ધિજીવી લોકો પણ શનિવારે હનુમાનજીની મંદિરમાં લાઈનોમાં તેલ ચઢાવવા ઊભા રહે છે. જબરજસ્તીથી પરચુરણના સિક્કા મૂર્તિ પર ચોંટાડતા લોકોને તો શું કહેવું ? બાળક શ્વાસ લેવાનું શરૂ કરે ત્યાં તો એની કુંડળીમાં કાલસર્પયોગ છે કે નહિ એ જોવામાં આવે છે. ચમત્કારોમાં રાચતા આ સમાજ માટે તો એટલું જ કહી શકાય કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. કેવળ ભય અને પ્રલોભનોને આધારે આ ધંધો ચાલ્યા કરે છે.
અહીં અગત્યની વાત એ છે કે શું આ બધુ બંધ કરી દેવું એટલે સાવ નાસ્તિક થઈ જવું ? ના… વાત એમ નથી. હકીકતે આ બધું કરીને તમે આસ્તિક છો એમ પણ કહી શકાય નહિ. સવાલ છે ધર્મને જીવન સાથે જોડવાનો. સવાલ છે ધર્મને જીવવાનો. આ બધાનો વિરોધ કરીને જો કદાચ તમે એમ માનો કે દુનિયાને આપણે સીધા રસ્તે લાવી દઈએ તો દુનિયા તમને ભગવાન બનાવી દેશે ! જેમ બુદ્ધે મૂર્તિપૂજાનો સ્વીકાર નથી કર્યો પરંતુ આજે ઠેર-ઠેર બુદ્ધની મૂર્તિઓ જોવા મળે છે. સમાજ પરંપરામાંથી બહાર નીકળવા જ નથી માગતો ! એને બસ કોઈક ચમત્કાર કરીને પોતાનો ઉદ્ધાર કરી નાંખે એવું જોઈએ છે. માનવીય મનના આ બધા નબળા પાસાઓને ફિલ્મ બરાબર ન્યાય આપે છે. ધંધામાં અનેક જાતના ગોટાળા કરીને તમે શનિવારે હનુમાનજીને તેલ ચઢાવો એનો શો અર્થ છે ? જે સાવ સાદગીપૂર્વક જીવ્યા એ સાંઈબાબા શું તમારા સોનાના સિંહાસનના ભૂખ્યા છે ? પરેશ રાવલ ઉર્ફે કાનજી કોર્ટમાં આચાર્ય-મહંતો સામે બરાબર દલીલ કરે છે કે ઈશ્વર જો ભક્તો પર દયા રાખતો હોય તો શા માટે યાત્રા કરનારની બસ-કારનો એક્સિડન્ટ થાય છે ?
સવાલ એ છે કે ઈશ્વર ધર્મના નામે ચાલતાં બધા ધતિંગ જાણે છે તો એને રોકતો કેમ નથી ? આના જવાબમાં ટી-શર્ટ જીન્સ પહેરીને હાથમાં કી-ચેઈન ઘુમાવતાં આધુનિક કૃષ્ણ વાસુદેવ યાદવ કહે છે કે ‘મારું કામ ફક્ત પ્રેરિત કરવાનું છે. રોકવાનું જ હોત તો મહાભારતનું યુદ્ધ એક ક્ષણમાં રોકી દીધું હોત. વ્યક્તિના નિજી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનું મને ગમતું નથી. હું ફક્ત દિશા ચીંધું છું.’ વાત પણ સાચી છે. ઉપનિષદનો મંત્ર છે કે ‘द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । એટલે કે જીવ અને શિવ બંને એક વૃક્ષ પર બેઠેલા પંખીઓ છે. એક કર્મોના ફળ ખાય છે. બીજો નથી ખાતો. બીજો કેવળ દ્રષ્ટા છે. ફિલ્મમાં આ રીતે જાણે વેદાંત ઉતરે છે. અક્ષયકુમાર ઈશ્વર તરીકે ફક્ત સાક્ષીભાવે અદાલતમાં ઊભો રહે છે. આખી ફિલ્મમાં ક્યાંય એનો હસ્તક્ષેપ નથી. ફિલ્મના સર્જકનું આ ઊંડું દર્શન છે. વળી, વચ્ચે વચ્ચે અનેક સંવાદોમાં ભગવદગીતાના શ્લોકોનો ઉપયોગ થતો આ ચલચિત્રમાં જોવા મળે છે. જેમ કે આ સૃષ્ટિના ધરતીકંપસહિત અનેક પ્રકારના વિનાશ માટે ઈશ્વરે પોતે પહેલેથી જ જવાબદારી લીધેલી છે :
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥ (અધ્યાય 9, શ્લોક 18)
સૌનું ભરણ-પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ-અશુભને જોનાર, સૌનું રહેઠાણ, સૌની ઉત્પત્તિ અને વિનાશનો હેતુ, સ્થિતિનો આધાર તેમજ અવિનાશી કારણ પણ હું જ છું.
અન્ય એક દ્રશ્યમાં કાનજી મહંતની કસોટી કરે છે. તેને ઉત્તેજીત કરે છે. છેક ત્યાં સુધી કે તે કાનજીને મારવા પર ધસી આવે છે. ત્યારે સાધુપુરુષનું શું લક્ષણ હોય છે ? એ વાત કાનજી ગીતાના સાંખ્યયોગનો શ્લોક ટાંકીને કહે છે :
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥ (અધ્યાય 2, શ્લોક 56)
દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સંપૂર્ણપણે નિઃસ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.
अभयं सत्व संशुद्धि: ज्ञान योग व्यवस्थिति: ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ (અધ્યાય 16,1)
ફિલ્મના અંત ભાગમાં દર્શાવાયેલો ઉપરોક્ત શ્લોક અભય પર ભાર મૂકે છે. ઈશ્વરને ભય પામીને ભજવાના નથી પરંતુ એને પ્રેમથી પામવાના છે. છેલ્લા દશ્યમાં ગૉડ કાનજીને પેલું કી-ચેઈન પણ પોતાની પાસે ન રાખવાનો આદેશ આપે છે અને તેની પાસેથી તે ફેંકાવી દે છે – આ દ્રશ્ય ચરમસીમા છે. કારણ કે જો એમ ન કર્યું હોત તો એમાંથી વળી પાછો એક નવો સંપ્રદાય બની જાત ! અહીં નવા પંથો ફૂટતા વાર નથી લાગતી ! ધર્મના નામે ધંધો કરનારાઓ પર આ ફિલ્મે જબરજસ્ત લપડાક મારી છે. માત્ર જોવા જેવું નહિ પરંતુ જોઈને સમજવા જેવું અને સમજીને જીવનમાં અમલ કરવા જેવું આ મૂવી છે. સૌએ સપરિવાર જોવું જ રહ્યું. માનવતા તરફનો દિશા નિર્દેશ કરતી આ ફિલ્મ ખરેખર Act of God હોય એવી બની છે !
60 thoughts on “ઓહ માય ગોડ ! (OMG) એટલે ખરેખર Act of God ! – મૃગેશ શાહ”
૧) જયારે ડોક્ટર અને એન્જીનીયર કક્ષાના માણસો , આ ચકરાવામાં એન્ટ્રી લ્યે છે , ત્યારે જ સમાજની ગાડી રીવર્સ ગિયરમાં ચાલવાની શરુ થાય છે 🙁
૨)સાંઈબાબા , કે જેઓ આખું જીવન એક ઝોળી લઈને જ ફર્યા , જો તેઓ હવે પાછા શિરડીમાં આવે તો તો . . . Nothing to say more !
૩) થેંક ગોડ મેં હજી સુધી બે વસ્તુઓને જાહેર જ નથી કરી , એક તો મારું વજન અને બીજી મારી કુંડળી 🙂 . . . અહીંયા તો તમે જન્મસમય અને વાર {દિવસ} કીધો નથી અને તમારી કુંડળી બની નથી !!!
u can use word educated people instead of doctor and engineer.bkz they r not god but men
because , nowadays more educated people { that’s why i have added them as an example } prior to educated people are in queue of having more than what they are having . towards The God rather say God-men 🙁
Khub saras .
Kale pic jova javano vichjr 6.
Natak to joi lidhu 6.
હવે તો મુવી જેમ બને તેમ જલ્દિ જોવુજ રહ્યું.મૃગેશભાઈ..ખુબ સરસ પોઇન્ટસ મુક્યા છે તમે આજના લેખમાં. આભાર.
ખુબ સરસ
સરસ રીવ્યુ. હવે ફિલ્મ જોવી રહી.
હા મે મુવિ જોઇ ખુબ સરસ
Kishan V/S Kanhaiya natak joya pachhi Pareshji ne rubaru maline autograph pan lidho ane OMG movie pan joyu…kahevata dharmik samaj ne chamchamati Saaattttaaakkk..bhul thi ye n chukva jevu natak ane movie.
મુવીના રિવ્યુ સાથે સમ્પુણપણે સહમત છુ.
વાહ મઝા આવી ગઇ… ફિલ્મ અને નાટક જોતી વખતે જે જે મનમાં આવ્યું હતુ તે સહજ રીતે આપે લખ્યુ છે. દરેક મહારાજો અને કહેવાતા સંતોને પકડિ પકડિને બતાવવા લાયક ફિલ્મ ..
Very good review. Hopefully people will see it in right concept. Our country is very good at bringing stay order at any thing new and which makes you use your brain. I am sure one or other religion will make a big issue about it.
Very Nice movie. A must see. The review is as good.
ઓહ માય ગોડ હવે તો જરુર જોવુ જ પડશે !
ઇશ્વર અને ધર્મના નામે ફેલાવાતી અંધ શ્રધ્ધા,ક્રિયાકાંડ અને ઢોંગ ધતિંગોની ભ્રામક જાળમાથી બહાર નીકળવાનુ સહેલુ તો નથી જ. કારણ હજી આજે પણ, કમ્પ્યુટર કે નવી કારને કંકુ-ફુલ ચઢાવી પુજા કરનારા ઓછા નથી.
Nice and interesting review. Now — to watch movie.
સાચે જ આખી વાત બહુ સરસ રીતે ફિલ્મમા મૂકાઈ છે.લોકોને ગળે વાત ઊતરી રહી હોય એવું જણાય તો છે.
ફરી થી આ મુવી જોવાનું મન થાય એવો આર્ટીકલ આપ્યો છે – ધન્યવાદ મૃગેશભાઈ
આમતો હું જન્મથી જૈન છું . . . કર્મ થી કરોડો જોજન દુર છું અસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચે હંમેશા મારે યુદ્ધ ચાલતું હોય છે.
પણ એક વાત હિંદુ સંસ્કૃતિ સમજાવે છે કે તમારાં કર્મો (આ ભવના કે પરભવના) ફળ આપે છે.
હિંદુ નો અર્થ થાય છે પુર્નજન્મ માં શ્રધ્ધા ધરાવનાર.
ઈશ્ર્વર નું આલંબન ધ્યાન, પુજા ઈત્યાદિ થી સ્પષ્ટ અને નિર્મળ સંક્લ્પ બળ પ્રાપ્ત થાય છે.
આમ ઈશ્ર્વર પ્રેરણા આપી શકે, એનાં ગુણો જીવન ને સુંદર અને સુગંધી સંસ્કારી બનાવે.
જય જિનેન્દ્ર .
Good Article,just imagine situation if they dare to criticize
any other belief or religion in the movie.
કર્મકાંડ નહીં,પણ કર્મયોગ,કુત્રિમતા નહિ પણ સહજતા,દંભ નહિ પણ નિર્દોષતાનો આરંભ..આ બધામાં જ ક્યાંક પ્રભુનો વાસ છે.એની સુવાસ છે.મારા મનમાં ચાલતા કેટલાક વિચારો આ ઓહ માંય ગોડ ફિલ્મમાં છે એ વાત તથા આવા અને એમના મૌલિક વિચારોને સહજ અદાકારી દ્વારા રજુ કરી ઉત્તમ સંદેશાત્મક ફિલ્મ બનાવવી એ ખુબ જ સુંદર કામ. ફિલ્મ બનાવનાર સમ્રગ યુનિટને દિલથી અભિનંદન.શ્રી મ્રુગેશભાઇ તમે મુકેલા મુદ્દા પણ ખુબ જ અનુકરણીય છે. અભિનંદન.
સરસ…….અમે જોઈ આ મુવી ..
film vishe tame j tamara vicharo mujab varnan karyu 6 te khub saru lagyu,me film to joy nthi parantu lekh vanchta vachta film joya jevoj ehsas thayo.
yug ygantar thi ved upnishado prmane apne jivan jivta avya chhiye ana parapurv thi man ma ghar kari gyeli bhramnao mathi bhar avva ni soch ne vacha aape chhe ‘kanji bhai’. temni dlilo mn ane mastishk no talmel darshave chhe.ane te pan ‘bhagvat geeta’ ‘kuran’ ‘bible’na udhharno sathe . koij jatni velgarity vagar ni swachh ane spasht film.
ખૂબ સુંદર લેખ.આપને દિલથી અભિનંદન.
SORRY, I COMMENTED IN ENGLISH AND THE END LOST MY BEFORE CLICKING ..SEND,NO PROBLEM ..AGAIN..
CONGRATULATION TO UTTAMBHAI GAJJAR WHO DRAW OUR ATTENTION AND AGAIN REQUESTING ME TO REFER REVIEW BY SHRI MUGESHBHAI SHAH.
I AM TOO MUCH -HAPPY THAT WHAT IS IN MY MIND -A LIFE EXPERIENCE OF MY NINETY YEARS IN THESE DHAMBHI SAMAJ IS FILMED NICELY. ALL DESERVES HEARTY CONGRATULATION, FILM MAKERS, PARESH RAVAL AND ALL DARINGLY OPENLY PRESENTED TO PUBLIC.
GARIB-COMMAN MAN OR RICH, ABHAN OR EDUCATED, DOCTORS, ENGINEERS OR PH.Ds NO ONE DARE TO SPEAK AND CONTINUE LIFE.
JUST AS KING NEW CLOTHS-ONLY INNOCENT CHILD CAN DARE TO SPEAK KING IS NACKED..WE ALL ARE COWARDS..
NOW MAKE IT-FILM IN AS MANY LANGAUGES-GOD KNOWS OR HIS CREATION -MAN KNOWS TO AWAKE HUMAN BEINGS,,FROM SHARDHA, ATI-SHRADHA AND ANDHA-SHRADH.
MANY LIKE CHARVAK, MAHAVIR AND BUDHHA WERE NOT BELEIVING IN GOD..THEY ARE NOT ASTIKS OR NASTIKS.
DO GOOD,OR DON’T DO UN-MORAL-BE MAN AND -LIVE AND LET LIVE.
IWAS BORN HINDU-VAISHNAV AT AGE 11 YRS GOT BHRAMSAMBAD FROM ONLY FRANCHISE HOLDER OR GOD-MAHAPRABHU VALLABHACHARYA, AND HIS ALL GENERATIONS-LALJIES-EIGHT BRAMCHES, SICE MORE THAN 500 YEARS, I COULD NOT PERFORM ALL AS SAYINGS,FOR EARNING MY LIVINGS, BUT GOD HAS NOT LEFT ME ALONE AND I AM HEALTHY AND HAPPY-GOD MY FATHER IS TAKING CARE OF ME.SO BELIEVING IN GOD OR NOT A QUESTION, IS SIMPLE I KNOW IS MY EXPERIENCE OF LIFE.
IDONT KNOW I AM RIGHT OR WRONG LEAVE IT TO ALL YOU AND KEEP ON UNDERSTANDING AS YOU ARE ATMA OR PART OF PARMATMA …
Bollywood film critics gave2-2.5 stars to this movie I felt sorry for them.they can only give 5 stars to the movies like DABANG. An excellent review is given by mr.shah. A unique way of expressing the massage of bhagvat Geeta.
એક્દમ સચોટ અને સુન્દર અજુઆત છે . રાખ ના રમકડા – રામ ને જ રમકડા બનાવી, વેચવા લાવ્યા હોય તેવુ લાગે –
ઓહ માય ગોડ જોવા જ નહીં, જીવવા જેવી ફીલ્મ છે !!!
) આ દેશનો માણસ રોડપતિ હશે તો સવારે હાથમાં ટબૂડીમાં દૂધ લઈને મહાદેવને રીઝવવા -મસકા લગાવવા અને ટબૂડી દૂધને બદલે ઘણા બધા કામો પતાવી આપવા અને ઘણી અપેક્ષાઓ પુરી કરવા નો સોદો કરવા દોડે છે,અને ઍનાથી તદ્દન ઉલ્ટુ કરોડપતિ માણસ ઍ જ જગ્યાઍ ,ઍ જ રીતે જતો હોય છે પરંતુ તે ભગવાન નો ઉપકાર માનવા,આભારવિધિ કરવા અને નવી પ્રાપોજ઼લ માટે જાય છે.
કારણ કે આની પાછળ કાં તો ભાઈ કાઇ ખોટુ કરીને પૈસા બનાવ્યા નો અપરાધભાવ હોય અથવા તે ઍવૂ માનતો હોય છે કે પોતે કરોડપતિ થયો ઍમા ભગવાનનો જ હાથ હોય(પોતાની લાયકાત પર જ ભરોસો ના હોય),જાણે ખુદ કૃષ્ણકનૈયાલાલ અથવા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ માંથી કોઈ ઍ બ્લૅંક ચેક મોકલ્યો હોય. તે બુધીયાને ઍ પણ ભાન નથી હોતુ કે આ બધુ ફક્ત તેના કર્મ ના આધારે જ નક્કી થતું હોય છે,આ જન્મ ના અથવા જો માનતા હોય તો પૂર્વજન્મ
Jay ho
વાહ મઝા આવી ગઇ… ફિલ્મ અને નાટક જોતી વખતે જે જે મનમાં આવ્યું હતુ તે સહજ રીતે આપે લખ્યુ છે. દરેક પન્દિતો, મહારાજો અને કહેવાતા સંતોને બતાવવા લાયક ફિલ્મ.
આવા મુવી કે નાટકો આવતા રહે છે, જોવાતા રહે છે અને ચર્ચાઓ થતી રહે છે પણ થોડા દિવસો પછી એ બધુજ ભુલાઈ જાય છે ! આપના સૌ ની માનસિકતા બદલાવી જરૂરી છે એ સિવાય બધુજ વ્યર્થ છે…………
જેઓ આસ્તિકતા અને નાસ્તીક્તામાં માને છે તે દરેકને તેમાંથી પોતાને જોઈતું સ્વીકારે છે અને જેનો તેમની પાસે જવાબ નથી તેને સગવડપૂર્વક ભૂલવા મથે છે. ગુજરાતી કવિ સાચું જ ખકહે છે કે “હું માનવી માનવ થાઉં તો ઘણું”.
જે તે સમયે વિકાસના સન્દર્ભમાં જરૂરી હતું તેને માણસે અપનાવ્યું, પણ પ્રગતિની સાથે વિચારોની ઘરેડમાંથી બહાર આવવાનું બન્યું નહી. એટલે કદાચ આજે આપણને ધર્માંધતા અને ધાર્મિક જીદ સમાજમાં વધારે નજરે પડે છે. માનસશાસ્ત્રની દ્રષ્ટીએ આમાં અહમનો ટકરાવ પણ હોય તેનું બને. શા માટે લોકો એક તરફ ટેકનોલોજીને હસ્તે મુખે અપનાવતા હોય પણ માન્યતામાં પછાત છે તે યક્ષ્ પ્રશ્ન રહ્યો છે અને રહેશે. ધર્મ એટલે જીવન જીવવામાં મદદરૂપ હોય તે. મન્સ માટે ધર્મ છે, ધર્મ માટે માણસે માણસાઈનો ભોગ આપવાનો ના હોય!
એક સારેી ફિલ્મ વિશે સારો લેખ વાંચવા મળ્યો. આંગળી ચીંધવાનું પુણ્ય શ્રેી ઉત્તમભાઈ ગજ્જરને ફાળે જાય છે.
ભગવાન હશે તો એ બધું જાણતો હશે. આપણા પર દયા કરવા જેવું લાગશે તો દયા કરશે, ઠપકો આપવા જેવું હશે તો ઠપકો આપશે. રોજ એની પાસે દોડીને જવાની શી જરૂર? આપણે માત્ર ભગવાનની ફેવર માગવા જતા હોઈએ છીએ, આજ સુધી એની પાસે ન્યાય માગવા કે સજા માગવા કોઈ ગયું નથી.
સરસ લેખન છે અભાર
હા સાચિ વાત … પણ આ પરિક્શા ના સમય મા ફિલમ જોવા જાવા નો સમય ના મલે અને ફિલમ તરત ઉતરિ પણ જાય … કરવુ શુ ? any way will try to see.
કાનજી વિરુદ્ધ કનૈયા નાટક જોયા બાદ આજે આ ફિલ્મ જોઈ. મસ્ટ સી.
કાનજી વિરુદ્ધ કનૈયાના લેખક – સૌમ્ય જોશી કે બીજું કોઈ? ઈમેલથી જણાવશો તો આભારી થઈશ.
ગયા વર્ષે લોસ એન્જલસમાં ‘કીશન v/s કનૈયા” નાટક જોયું હતું, બહુ સુંદર અને ઘણું સમજવા જેવું હતું અને હવે ફીલમ આવી છે, જે જરૂરથી જોઈશ. ફીરકાઓ ઘણા છે અને આ ફીરકાઓને તેના અનુયાયીઓ પણ પુષ્કળ મળી રહે છે. પણ બધાજ લોકો આ ફીરકાઓને અનુસરે એવું નથી હોતું, ઘણી વખત માત્ર કુતુહલ ખાતર કે કદાચ સારું પ્રવચન સાંભળવા મળશે, સમજીને પણ જતાં હોય છે, પણ પછી બીજાઓની ભેગા તેમની જમાતમાં જોડાઈ જાય છે અને પછી પૈસા પણ દાન કરતાં હોય છે અને સાચા સાધુ ભેગા ઢોંગી બાબાઓ પણ લાભ લઈ જાય છે…!!! દુનીયાને બચાવવાની વાત કરતા આવા સાધુ-બાબા-ધર્મગુરુઓ જ્યારે પોતે કોઈ સાચા-ખોટા કામમાં ફસાઈ જતા હોય છે ત્યારે “વકીલોની” મદદ લ્યે છે…!!!
ARE BHAI A PHILM JOVATHI LOKO MURTIPUJA MA MANTA BANDH THASHE ANI KAI KHABAR CHHE MATE AA PHILM YUVA VARG NE ULTA MARGE VALSE ………….AVO LEKH NA LAKHVA VINNANTI
BADHA MA BHAGWAN JOVA AVU AA PHILM MA KAHYU CHHE TO SHU TAMNE TAMARA GHAR NA SABHYO MA BHAGWAN DEKHAY CHHE ? TAME GARIBO NE EK CHADAR PAN APPI HOY TO KAHO ? MATE MANDIR CHHHE TE BARABAR CHHE JYA BHAGWAN HOVANO AHESAS THAY CHHE BHAGWAN TAMNE SADBUDHHI APE AVI AKSHAY KUMAR (BHAGWAN ) NE PRARTHANA
BY: YOUR CHAHAK
તમારો ફેસબુક પર આ ફિલ્મ વિશેનો અભિપ્રાય વાન્ચ્યા પછી આ ફિલ્મ જોવા માટે રાહ જોઈ ન શકી..માણવા જેવી ફિલ્મ …જ્યાં પોતાની જાતની સરખામણી કરીને હસવાની મજા આવી શકે ..ખૂબ સરસ ફિલ્મ્….
ચાર પાંચ વર્ષે theater માં જઇને જોવાની ઇચ્છા થાય તેવું છે. હજુ ગયા રવિવારે જ જોઇ આવ્યા (Greater Union Cinemas, Russell Street, Melbourne) અને મગજ ખાલી કરી દે તેવી કચરાછાપ વાર્તાવિહિન movies કરતાં મન ભરીને વિચારવાન્ં મન થાય એવી સરસ પટકથા, ‘આવો’ વિષય મધ્યવર્તી હોવા છતાં પ્રેક્ષકો સિટિઓ મારે એવા સંવાદો માત્ર પૈસાવસૂલ કરતાં વિશેષ વળતર આપનાર OMG વધુ સફળ રહેશે.
૧. ઈશ્વર પર કોઇને copyright નથી તે સાંભળતા જ આ જ OMG માં સતત ચાલતું રહેલું પાર્શ્વગીત “હરે રામ હરે કૃષ્ણ” યાદ આવ્યુ!
૨. અજાણ્યા housemate, owner co-tenant, self-proclaimed consultant કાનજીને જ્યારે ‘કાનજી’ જ્યારે ઝુલો નાખે છે ત્યારે બન્ને અદાકારો જે ‘મિત્ર’ભાવ દર્શાવી જાણે છે તે આવતી જન્માષ્ટમિએ કે હિંડોળા વખતે કે રોજે રોજ શયન આરતિ પછી અંદરથી આવે તો કદાચ theater સાથે સાથે ભવસાગર નો ફેરો પણ ફળી જાય!
એવા સાધુ ને ગોતો કે જે તમને ભગવાન મા જોડે, બાકિ ગુરુ વિના ભગવાન ને ઓળખાતા નથિ.
આ ચલચિત્ર જોઇ ને ફક્ત લોકો વાતો ના વડા કરેશે. કેટલા શુરવિરો મન્દિરો મા જઈ ને દુધ રડવાનુ બન્ધ કરશે ?
બહુજ સરસ મુવી ફેમિલી સાથે જોવા જેવી.
“mere nishaaan”
મજાનું મુવી.
આ પણ જોજો – http://en.wikipedia.org/wiki/The_Man_Who_Sued_God
સ્ટારવર્લ્ડ ચેનલ પર “Grey’s Anatomy” નામ ની એક સીરીઅલ આવે છે…આમ તો સીરીઅલ ” મેડીકલ લવસ્ટોરી ” છે….પણ એક એપિસોડ શ્રદ્ધા અંધશ્રદ્ધા ઉપર નો હતો…જેનો એક યાદગાર ડાયલોગ જણાવીશ જે મુખ્ય પાત્ર ગ્રે દ્વારા બોલાયેલો…” Superstitions lies between what we can control and what we can’t”
આ પણ જોવા જેવું મુવી છે…
http://en.wikipedia.org/wiki/Suing_the_Devil
your review on the film is as wonderful as the film.
આ ફિલ્મ બહુજ સરસ ચ્હ્હે.દરેક જ્ન તે જુવે.
પ્રેરના આપે તેવ ચે
Great article…
In-sightful…
ખરે ખર જિવન નિ અન્દર ઉતરિયા જેવુ ચે
માફ કરજો મ્રૂગેશભાઈ પણ…….
OMG મુવી માં કેટલાક દ્રશ્ય એવા બતાવાયા છે કે જે હિન્દુ ધાર્મિક પ્રણાલિકા નો વિરોધ કરે છે. પરંતુ એ વાતો લોજિકલ નથી. જેમકે…..
૧.એક દ્રશ્ય માં એવુ બતાવાયુ છે કે શિવજી ને દુધ ચડાવો તેને બદલે ગરીબ ને દુધ પાઓ. વાત તો સાચી છે. ભગવાન તો ભાવ ના ભુખ્યા છે. તમે સાચા ભાવથી જળ ચડાવશો તો પણ ભગવાન સ્વિકારી લેશે. પરંતુ મારા ભાઈ, તમે મને હિસાબ આપો કે આખા ભારત દેશ માં દિવસ દરમિયાન શિવજી ને ચડાવાતુ દુધ કેટલા લિટર હોય છે અને આખા દેશ માં પિવાતો દારુ કેટલા લિટર હશે. તો પહેલા દારુ બંધ કરો ને…. પછી શિવજી નુ દુધ બંધ કરજો.
૨. ફરી એક દ્દ્રશ્ય માં એવુ બતાવાયુ છે કે એક મેદાન માં જ્યાં મંદિર બનવાનુ હતુ તેની જગ્યાએ મેદાન જ રાખવા માં આવે છે. યુવાનો ને રમવા માટે અનુકુળતા થાય છે. તેથી તેઓ ખુશ થઈ જાય છે. અરે ભાઈ હુ પણ outdoor sports નો પ્રચારક છુ હિમાયતી છુ પંરતુ મંદિર ના કરી ને જ મેદાન કરવા તે શુ યોગ્ય છે. ???
થીયેટર, શોપીંગ મોલ, ક્લબ, રિસોર્ટ કે હોટલ ની જગ્યા એ મેદાન બતાવ્યુ હોત તો શુ ખોટુ હતુ????
ભારત દેશ પર હિન્દુ ઓ પર રાજ કરવા ભુતકાળ માં ઘણા આક્રમણકારો આવ્યા. મંદિરો તોડ્યા. સંતો ને માર્યા. શાસ્ત્રો બાળ્યા. બ્રામણોને માર્યા. હવે અલગ રીત થી આક્રમણ થઈ રહ્યુ છે.
અને દુખ ની વાત એ છે કે આમા કેટલાક હિન્દુ વિધ્વાનો પણ ભળ્યા છે.
શાસ્ત્ર, મંદિર, સંત હિન્દુ ધર્મ ની ત્રણ આધારશીલા છે.
૧) દારૂ અને દૂધને શું લેવાદેવા ? દારૂ પીવો કે ન પીવો એ તમારા હાથમાં છે.તમે આખા દેશમાં દારૂબંધી લાદવાની વાત કરો છો.હું તો જ્યાં દારૂબંધી છે (ગુજરાત સિવાય ક્યાંય નથી) ત્યાં દારૂબંધી હટાવાના પક્ષમાં છું.પરંપરાને વળગી રહેવાનો નતિજો પાકીસ્તાન ભોગવી રહ્યું છે. પરિવર્તન એ જ નિયમ છે.મારો,તમારો અને કુદરતનો……
૨)થીયેટર, શોપીંગ મોલ, ક્લબ, રિસોર્ટ એ માલિકીની જગ્યા છે.પૈસા આપીને ખરીદીને બનાવેલા પ્લેસ છે. એક પથ્થર મૂકીને જમીનને બાપાની માલિકીની નથી બનાવી. જ્યાં ગેરકાયદેસર થીયેટર, શોપીંગ મોલ, ક્લબ, રિસોર્ટ કે હોટલ બને છે ત્યાં ડિમોલેશન થાય જ છે. અને ન થતુ હોય તો તમે અરજી કરો ને યાર ! ધાર્મિક સ્થળો ગેરકાનૂની રીતે રોડ પર ઠોકી દેવાનો અંજામ ડિમોલેશન જ હોય.
ભારત દંભ પ્રધાન દેશ છે. દારૂ બધાને પીવો છે, મૂવી બધાને જોવી છે પણ એને માટે કરવું કોઇને નથી.જે છે તેને તોડી નાખવું છે (ખાલી કહેવા પૂરતુ).
આ મુવી તમારા જેવા લોકો માટે જ બની છે………..
ંExplanotary excellant review article. Congratulation Mrugeshbhai.
very nice article. congratulations!
ધર્મના નામે વર્ષોથી અધર્મ ચાલ્યો આવે છે. તેને કોણ અટકાવે !!! ધર્મ કે શાસ્ત્ર ખોટું નથી, પરંતુ તેનું વિવરણ કરવા વાળા કહેવાતા સંતો કે ધર્મના વેપારીઓ ખોટા છે, મતલબી છે. પ્રજાને ખોટે માર્ગે દોરે છે. લોકોની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવે છે. ક્યારેક તો એવું લાગે કે પ્રજા ધર્મ વગર જ વધુ સુખી રહી શકે. આવી પરિસ્થિતિ ફક્ત આપણા દેશમાં જ છે, તેવું નથી. આવી પરિસ્થિતિ બધાજ ધર્મોમાં છે. ખ્રિસ્તી, મુસ્લિમ હિંદુ વગેરે બધાજ ધર્મો માં ધર્મને નામે ઘણું બધું ખોટું જ ચાલે છે.