તાજા હસગુલ્લાં – સંકલિત

એક માણસ સ્વર્ગમાં ગયો અને ત્યાં મોટી દિવાલ આખી ઘડિયાળોથી ભરેલી જોઈ.
આશ્ચર્યવત એણે પૂછ્યું : ‘આ શેની ઘડિયાળો છે ?’
‘આ જૂઠાઓની ઘડિયાળો છે. દરેક માણસની અહીં ઘડિયાળ હોય છે. જ્યારે તમે પૃથ્વી પર એક જૂઠું બોલો છો એટલે આ ઘડિયાળના કાંટા ખસે છે.’ પરીએ કહ્યું.
‘તો પછી આ કોની ઘડિયાળ છે ?’ એક સ્થિર કાંટાની ઘડિયાળ સામે આંગળી ચીંધીને પેલા માણસે પૂછ્યું.
‘એ સ્વામી વિવેકાનંદની છે. એના કાંટા ખસતા નથી એનો અર્થ એ કે તેઓ કદી ખોટું બોલ્યા નથી.’
‘ભારતના રાજકારણીઓની ઘડિયાળ ક્યાં છે ?’ પેલા માણસે કુતૂહલતાથી પૂછ્યું
પરીએ જવાબ આપ્યો : ‘એ તો અમે અમારી સ્વર્ગની ઑફિસમાં રાખીએ છીએ. એને અમે ટેબલફેન તરીકે વાપરીએ છીએ !’
******

સંસારથી ત્રાસેલો પતિ કંટાળીને એક પુસ્તકોની દુકાનમાં ગયો અને ત્યાં જઈને સેલ્સગર્લને પૂછ્યું :
‘ “પત્નીને કાબૂમાં રાખતો પતિ” શું એવું કોઈ પુસ્તક તમારી પાસે છે ?’
સેલ્સગર્લે ક્ષમાના ભાવ સાથે કહ્યું, ‘સોરી સર, એવું કોઈ પુસ્તક અહીં નથી. પરંતુ હા, કદાચ ઉપરના માળે કોમિક્સ વિભાગમાં હોય ખરું !’
******

છગન : ‘વેલ્ડીંગ અને વેડીંગમાં શું તફાવત છે ?’
મગન : ‘વેલ્ડીંગમાં પહેલાં તણખા ઝરે છે પછી જોડાઈ જાય છે. વેડીંગમાં પહેલાં જોડાવાનું હોય છે પછી તણખા ઝરે છે.’
******

છોકરો અને છોકરી મેરેજ બ્યુરોની ઓફીસે ગયા. ત્યાં લંચટાઈમ હતો. બહાર પાટિયું માર્યું હતું.
‘બપોરે 1 થી 3 ઑફિસ બંધ રહેશે, ત્યાં સુધીમાં ફરી વિચાર કરી લેજો !’
******

મારો બોસ નવી બીએમડબ્લ્યુ કાર લઈને ઑફિસે આવ્યો. મેં કહ્યું : ‘નાઈસ કાર સર.’
બોસે મારો ખભો થાબડીને કહ્યું : ‘જો તમે આ જ રીતે મહેનત કરતા રહેશો તો આવતા વરસે આનાથી પણ મોંઘી કાર……… મારી પાસે હશે ! કીપ ઈટ અપ !’
******

છગન : ‘ન્યુઝ-ચેનલ અને પત્નીમાં શું કોમન છે ?’
મગન : ‘બંને એકની એક વાત દસ-દસ વાર ના કહે ત્યાં લગી ચેન નથી પડતું !’
******

કલાસમાં સન્તાનો બાબો તોફાન કરતો હતો. એક છોકરીએ કહ્યું :
‘ખડે હો જાઓ.’
બાબો : ‘મગર તુ કૌન હૈ ?’
છોકરી : ‘મૈં મોનિટર હું.’
બાબો : ‘ચલ ચલ, મોનિટર કે જમાને ગયે, અબ તો એલસીડી આ ગયા !’
******

છગન : ‘તમારા મોટાભાઈ શું કરે છે.’
મગન : ‘એક દુકાન ખોલી’તી. પણ આજકાલ જેલમાં છે.’
છગન : ‘કાં ?’
મગન : ‘દુકાન હથોડાથી ખોલી’તી !’
******

શિકારી : ‘મેં તો આફ્રિકાના જંગલોમાં ખૂબ વાઘ માર્યા છે.’
મિત્ર : ‘પણ અમારી ભૂગોળમાં લખ્યું છે કે આફ્રિકામાં મુદ્દલે વાઘ નથી.’
શિકારી : ‘ક્યાંથી હોય ? જેટલા હતા તે તો બધા મેં વીણી વીણીને સાફ કરી નાખ્યા.’ ******

શિક્ષક : ‘આ પૃથ્વી પર એક દિવસ એવો આવશે જ્યારે પાણી ખતમ થઈ જશે, જીવજંતુ મરી જશે, પૃથ્વી મૃતપ્રાય થઈ જશે….’
મનિયો : ‘એ બધું તો ઠીક સાહેબ, ખાલી એટલું કહી દો ને કે ઈ દિવસે નિશાળે આવવાનું કે નંઈ ?’
******

એક બસની પાછળ લખ્યું હતું :
અગર ખુદાને ચાહા તો મંઝિલ તક પહૂંચા દૂંગા.
ઔર અગર આંખ લગ ગઈ તો મા કસમ ખુદા સે હી મિલવા દૂંગા.
******

‘હા, જ્યારે હું ઘોડા પર ચડી દૂર જંગલમાં પહોંચ્યો તો કેટલાક ડાકુઓએ મને ઘેરી લીધો અને મારી પાસેથી બધા પૈસા, ઘડિયાળ, વીંટી અને ઘોડો સુદ્ધાં લૂંટી ગયા !’
‘પણ ! હું માનું છું કે તમારી પાસે પિસ્તોલ પણ હતી.’
‘હતી તો ખરી પણ તેની ઉપર તે લોકોનું ધ્યાન જ ન ગયું !’
******

એક છોકરી : ‘મને તો ભણેલોગણેલો પતિ મળે એટલે બસ. તને કેવો પતિ જોઈએ છે ?’
બીજી છોકરી : ‘મને તો આમ ખાસ કોઈ ઈચ્છા નથી. મને કરોડપતિ, પ્રેમાળ અને મને ખુશ રાખી શકે તેવો પતિ મળે તેટલું જ પૂરતું !’
******

એક શાણા અર્થશાસ્ત્રીએ મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :
‘જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે ‘વેચવી’ પડશે !’
******

બન્તા બૅન્કમાં જઈને મૅનેજરને કહેવા લાગ્યો,
‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’
મૅનેજરે કહ્યું : ‘ધ્યાન રાખજો, કોઈ પણ માણસ એના પર તમારી સહી કરી શકે છે.’
બન્તાએ છાતી કાઢીને કહ્યું : ‘એની બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે !’
******

મસ્તીખોર રાજુ નિશાળેથી પાછો આવ્યો. દફતર એક ખૂણામાં ફેંક્યું, બૂટ બીજા ખૂણામાં નાંખ્યા અને ત્રીજા ખૂણામાં મોજાંનો ઘા કરતાં બોલ્યો, ‘મમ્મી, કાલથી હું બાલમંદિરમાં નથી જવાનો.’
‘કેમ ?’
‘જો મને લખતાં નથી આવડતું, મને વાંચતા નથી આવડતું અને એ લોકો હવે મને બોલવા પણ નથી દેતા !’
******

આ મંદી તો કંઈ નથી. મંદીની પરાકાષ્ઠા તો ત્યારે આવશે
જ્યારે….
તમે તમારું એટીએમ કાર્ડ મશીનમાં નાંખો ત્યારે મશીનમાંથી અવાજ આવશે : ‘આગે ચલો ભાઈ….’
******

પતિ : ‘આ શું આખો દહાડો તું સાસ-બહુની સીરિયલો અને ભળતાસળતા સંગીત પ્રોગ્રામો જોયા કરે છે ? તારે વાસ્તવિકતા પણ જોવી જોઈએ.’
પત્ની : ‘એમ ? એ કેટલા વાગે આવે છે ?’
******

કરસનકાકાની પત્નીનો દાંત સખત દુખતો હતો. કાકી ચીસાચીસ કરે,
‘ઓ… મરી ગઈ રે…. મરી ગઈ રે….’
કરસનકાકા કહે : ‘દાંત દુઃખે છે ઈમોં આટલી બૂમો શાની પાડે છે ? જો મારો દોંત આટલો દુખતો હોય તો હું સોંણશી વતી ઈંને ખેંચી જ નોંખું !’
કાકી કહે : ‘ઈમોં શું ? તમારો દોંત હોય તો મુંય ખેંચી નોંખું !’
******

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “તાજા હસગુલ્લાં – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.