મૂળિયાં ઊંડા રે મારા ઝાડનાં
એણે બાંધ્યા સંબંધ ઠેઠ પ્હાડના.
અંધારાનું એ તો પીએ છે જળ
………અને પીએ કિરણોની કટોરી
ડાળ ડાળ પર એના ટહુકે છે પંખી
………કોઈની દિશા આઘી ને કોઈની ઓરી
એને લાડ મળે આભના ઉઘાડનાં
મૂળિયાં ઊંડા રે મારા ઝાડના.
સદીઓની મોસમને માણી એણે
……… અને ભવના અનુભવો ઝીલ્યા
એનું સંવેદન તો ભીતર ધરબાયું
…….. અને મબલખ આ ફૂલ બધાં ખીલ્યાં
એને ક્યાંય કશી કોઈ નડે વાડ ના
મૂળિયાં ઊંડા રે મારા ઝાડના.
3 thoughts on “મૂળિયાં ઊંડા રે – સુરેશ દલાલ”
સુરેશભાઈ,
સુંદર રૂપક કાવ્ય ! આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
To read Sri Sureshhai meance 100% involvement must be in otherwise can’t understand properly.
apratim