ફૂલ પર એ જીવવાની કામના ત્યાગી શકે,
પણ કહો ઝાકળ કદી આખો દિવસ જાગી શકે ?
આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ
એક જણને ભીતરે તડકા-પણું લાગી શકે !
માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે !
ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે !
Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lamp ને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે !
9 thoughts on “ગઝલ – ગુંજન ગાંધી”
ખુબ સરસ્,…… ઇસુ થિ લૈ આદમિ લગ્……
બહુ જ સરસ તેમાય ” Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lamp ને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે ! “
Thanks for sharing my gazal Mrugeshbhai…
ચન્દ્રમાને ઘર મા લાવવા અનદ શિતલતા જરુરિ ચ્હે.
ગુંજનભાઈ,
ગઝલ ગમી. … પણ કંજુસાઈ શા માટે ? ચન્દ્રને બદલે સૂરજ જ લાવોને ઘરમાં ટાંગવા ! … કે પછી deal કાચુ પડ્યું ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
કલમની કમાલ, વાહ ભાઈ વાહ !
આનુ નામ જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
તેમાયે આકાશ જોડે DEAL કરીને ઘરમા LAMP ને બદલે ચાંદ ટાગવાની કલ્પના સર્વ શ્રેષ્ઠ લાગી.
Good poem of Gunjan Gandhi.
superb.. no word for Last line.
માપસર ……..મહેલ પણ માંગી શકે !
ક્યા બાત હૈ…..
બહુત બડીયા….. સરસ