સમય લાગે – દર્શક આચાર્ય

પુષ્પને દોરતાં સમય લાગે
કાગળે મ્હોરતાં સમય લાગે.

બુદ્ધની જેમ નીકળી જાવા,
દ્વારને કોરતાં સમય લાગે.

ચોરની જેમ બાળકો પાસે,
વિસ્મયો ચોરતાં સમય લાગે.

દીપની જેમ કોઈના માટે,
શગને સંકોરતાં સમય લાગે.

વૃક્ષની જેમ છાંયડો દેવા,
તાપને વ્હોરતાં સમય લાગે.


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મૂળિયાં ઊંડા રે – સુરેશ દલાલ
ગઝલ – ગુંજન ગાંધી Next »   

4 પ્રતિભાવો : સમય લાગે – દર્શક આચાર્ય

 1. pratik says:

  પુષ્પને દોરતાં સમય લાગે
  કાગળે મ્હોરતાં સમય લાગે.

  વૃક્ષની જેમ છાંયડો દેવા,
  તાપને વ્હોરતાં સમય લાગે.

  સરસ રચના

 2. Kalidas V. Patel { Vagosana } says:

  દર્શકભાઈ,
  સરસ રચના. લાઘવમાં બહુ મોટી વાત કરવાની કળામાં પાવરધા છો. અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 3. jigna trivedi says:

  સુંદર ગઝલ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.