વાચકોની કૃતિઓ – સંકલિત

[1] ચાહવું – ભૂમિકા ઓઝા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ભૂમિકાબેન ઓઝાનો ખૂબ ખૂબ આભાર. આ તેમની પ્રથમ કૃતિ છે. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : bhumioza9211@gmail.com ]

ચાહવું એટલે શું?
હું કે તું,
કે પછી સ્વની સંગાથે…

ચાહવું એટલે શું?
સાધના કે ભક્તિ,
કે પછી સ્વની ઓળખ…

ચાહવું એટલે શું?
સાથ કે સંગાથ,
કે પછી સ્વની સફર…

ચાહવું એટલે શું?
સંકલન કે વિકલન,
કે પછી સ્વની બાદબાકી…

ચાહવું એટલે શું?
સમર્પણ કે સ્વીકૃતિ,
કે પછી સ્વની ખોજ…
.

[2] ઓળખાયા છે – શ્રીમાળી રાહુલ ‘મૌન’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે રાહુલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે maun2766@gmail.com સંપર્ક કરી શકો છો.]

હજી પુરા ક્યાં એ સમજાયા છે,
બસ થોડા થોડા ઓળખાયા છે.

જોઈ લે છે તેઓ મન ભરીને,
અને હું જોઉં છું ત્યાં શરમાયા છે.

આંખોથી કહે છે એ વાત દિલની,
મીઠી વાંસળીની જેમ સંભળાયા છે.

કિનારે ચૂમી જાય જેમ લહેરો સતત,
એમ શ્વાસ એમના અથડાયા છે.

જિંદગીની દોર છે એના હાથમાં,
આપણે તો ‘મૌન’ થઈને પરોવાયા છે.
.

[3] છે કોઈ અનુસરવા જેવું ? – યજ્ઞેશ પટેલ

[ રીડગુજરાતીને આ ગઝલ મોકલવા બદલ શ્રી યજ્ઞેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sspc41@gmail.com સંપર્ક કરી શકો છો.]

વિચાર મધ્યે નથી હવે વિહરવા જેવું,
કોઈની યાદમાં નથી હવે ઝૂરવા જેવું.

હૃદય અને આલય, બધુંય સજ્જડ ઈંટો,
આ નગરમાં શું રહ્યું, હવે ફરવા જવું ?

કાયમ ઠેલી મૂકે એ હતાશાની ખીણમાં !
સપના જોવાનું પાપ ન હવે કરવા જેવું !

મોજ કરે છે ધર્મને નામે કંઈક આખલા
ગાયને હવે ક્યાંથી તણખલું ચરવા જેવું.

ભોમિયા જ્યાં ભૂલા પડી અહીં રાહ પૂછે !
‘અંગત’ જગમાં છે કોઈ અનુસરવા જેવું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વાચકોની કૃતિઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.