યે કહાં આ ગયે હમ ? – કામિની સંઘવી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ કામિનીબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaminiparikh25@yahoo.in સંપર્ક કરી શકો છો.]

[dc]કા[/dc]લિદાસે આજથી સદીઓ પહેલાં ભારતીય લોકો માટે કહ્યું હતું, ‘ઉત્સવ પ્રિય જનાં:’ પણ આજના સમાજની ઉત્સવ ઘેલછા જોઈને કહેવાનું મન થાય કે આપણે ‘ઉત્સવ પ્રિય જનાં:’ના બદલે ‘કોલાહલ પ્રિય જનાં:’ થઈ ગયા છીએ. ઘોંઘાટ જેને પ્રિય છે તેવી પ્રજા. આપણે માનસિક રોગથી પીડાતા સમાજ તરફ ગતિ કરી રહ્યા છે. કેવો સમાજ, જે ઘોંઘાટ કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપે, ધર્મને નામે નિયમો તોડવા તેને પોતાનો અબાધિત અધિકાર સમજે, જાહેરમાં ટ્રાફિક જામ કરી રસ્તાઓ રોકી હજારો લોકોનો સમય વ્યતિત કરવો તેને પોતાનો ધાર્મિક ઉત્સવ માને…. આ પ્રજાને માનસિક રોગી નહીં તો શું કહીશું ?

પહેલાંના સમયમાં બાળક શાંતિથી ઊંઘ્યા કરે તે માટે તેને બાળાગોળી પિવડાવવામાં આવતી. જેમાં વધારે માત્રામાં અફીણ હતું. બાળક ઊંઘ્યા કરે અને માતા પોતાના કામમાં વ્યસ્ત રહે. આપણા આજના તહેવારો પણ સમાજને બાળાગોળી પિવડાવીને કેફમાં રાખવાનું કામ કરે છે. તમને નથી લાગતું કે એક નજર આપણે આપણાં હૃદયમાં કરવાની જરૂર છે ? શા માટે આપણને તહેવારો ઘોંઘાટથી ઉજવવાનું ઝનૂન ઉપડયું છે ? તો તમે કહેશો કે ભાઈ આજના જમાનામાં મોંધવારીએ માજા મુકી છે, નેતાઓ ભ્રષ્ટ થઈ ગયા છે, ભ્રષ્ટાચારે અજગરની જેમ પૂરા સમાજને ભરડામાં લઈ પોતાના સંકજામાં લઈ લીધો છે. સારી નોકરી મળવી મુશ્કેલ થઈ ગઈ છે. સામાન્ય માનવી માટે મનોરંજનના સાધન પણ મોંઘા થઈ ગયા છે. સામાન્ય વ્યક્તિ માટે રોટલો અને ઓટલો મેળવવાની મથામણમાં જ જીવન પૂરું થઈ જાય તેવા ઘાટ છે.

વળી સમાજમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને તમે રોલ મોડેલ માની જીવનનો રાહ પસંદ કરી શકો. એટલે આપણાં તહેવારો આપણા માટે બાળાગોળીનું કામ કરે છે. બસ, ઉત્સવના ઘેનમાં મસ્ત થઈને ઝૂમ્યા કરો. ભલે ને તમારી મસ્તીથી કોઈ ત્રસ્ત થાય કે કોઈની ઊંઘ હરામ થાય. મારે શું? આ ‘મારે શું’ ની વૃત્તિ જોર પકડતી જાય છે. હવે ‘મારે શું’ની વૃત્તિ સાથે એક બીજી લાગણી જોર પકડતી જાય છે તે કે ‘ઉસકી સાડી સે મેરી સાડી સફેદ ક્યું ?’ એટલે કે તહેવારોમાં ઝાકમઝોળ વધી છે. બાજુની ગલીવાળા પાંચ ફૂટી ઊંચી શ્રીજીની મૂર્તિ લાવ્યા તો આપણે દસ ફૂટ ઊંચી મૂર્તિ લાવીએ. હેં ! આપણે કાંઈ તેમના કરતાં નીચા છીએ ? આ લાગણી ગણપતિની સ્થાપનાથી લઈને વિસર્જન, પ્રસાદ, આરતી સુધી લંબાઈ છે. માત્ર ગણપતિ મહોત્સવ નહીં, પણ આ દેખાદેખી દરેક ઉત્સવમાં જોવા મળે છે. આપણે તો આપણી સોસાયટી, આપણા મહોલ્લાનો વટ પડવો જોઈએ. એટલે પહેલાં શ્રીજીના વિસર્જન સમયે ફટાકડા ફૂટતાં કે બેન્ડવાજા વાગતાં. હવે તો શ્રીજીની પધરામણીથી લઈને વિસર્જન સુધી ધૂમધડાકા ! સરવાળે વધુ ફાળો ઉઘરાવો. હવે ગણપતિના સ્થાપનની આસપાસ હિન્દી–અંગ્રજી ગીતો વાગે કે પત્તા રમાય કે દારૂ પીવાય તેની કોઈને નવાઈ રહી નથી.

એક-બે સાચા બનેલા પ્રસંગનો ઉલ્લેખ કરવાનું અહીં મન થાય છે. અમે નવા નવા સુરતમાં રહેવા આવેલાં. ઘરે મહેમાન અને તેમને હું રહું તે વિસ્તારથી દસ-બાર કિલોમીટર દૂર રાતે બસમાં બેસાડવા જવાનું હતું. અમે બે કલાકનો માર્જિન રાખી ઘરેથી નીકળ્યાં. પરંતુ સુરતના ચોક વિસ્તારમાં પહોંચ્યા તો ટ્રાફિક જામ ! કારણ કે છડી નોમ (જન્માષ્ટમી પછીની નોમ)નું સરઘસ નીકળ્યું હતું. લોકો નાચતાં–ગાતાં હતાં અને અમારો જીવ પડીકે બંધાયો. સમયસર ન પહોંચીએ તો બસ ઉપડી જાય. એક કલાકમાં અમારી ગાડી માંડ અડધો કિલોમીટર ચાલી હશે. હવે ? ટ્રાવેલવાળાને ફોન કર્યો તો ‘નો રિપ્લાય’. નિરુપાયે ગાડીમાં બેઠાં બેઠાં કૃષ્ણને યાચના કરી કે ભાઈ તારા જન્મદિવસની ઉજવણી થઈ ગઈ હોય તો હવે અમારો વિશે કંઈ વિચાર કર. છેવટે રસ્તો ખૂલ્લો થયો. ટ્રાવેલ ઓફિસે પહોચ્યાં તો ખબર પડી કે હમણાં જ તમારી રાહ જોઈને બસ ઉપડી છે. અમે પૂછયું કે તમે ફોન કેમ ન ઉપાડયો ? અમે ટ્રાફિકમાં ફસાયાં છીએ તે જાણ કરવા માટે ફોન કરેલો. તો ટ્રાવેલવાળાભાઈ કહે, ‘અમે તો છડી નોમનું સરઘસ નીકળ્યું તે જોવા ગયા હતાં.’ હે કૃષ્ણ ! અમે રસ્તો અને બસનો નંબર પૂછી ગાડી દોડાવી. આગળ જઈ બસને આંતરી મહેમાનને ચાલુ ગાડીએ ચડાવ્યા ત્યારે હાશ થઈ !

એક બીજો પ્રસંગ. અમારા બિલ્ડિંગમાં પહેલે માળે રહેતા એક પડોશીને ત્યાં દીકરીનો જન્મ થયો હતો એટલે એક દિવસ હું તેમને મળવા ગઈ. નવાજત શિશુ સાથે મા ક્યાંક જવાની તૈયારી કરતાં હતા. મેં તેમને જણાવ્યું કે હું તો તમને મળવા આવી હતી પરંતુ આપ ક્યાંક જતા હો તો હું પછી મળવા આવીશ. એ નવી મા બનેલી સ્ત્રીએ કહ્યું ‘હું તો બાજુના ઘરમાં જ કલાક બેસવા જાઉં છું, તમે પણ આવો.’ મને નવાઈ લાગી. આ સુવાવડી સ્ત્રી બાજુવાળાના ઘરમાં કેમ જતી હશે ? હું પણ તેની સાથે ગઈ. અમે બન્ને ઘરમાં ગયા તેવા જ ઘરમાલિકને નવજાત શિશુની માતાએ બારી બારણાં બંધ કરવા કહ્યું. મને થયું આ બાળકને કશું થયું હશે ? હું કશું પૂછું ત્યાં તો નીચે ગણેશ મંડપમાંથી ઢોલ નગારાંના અવાજ આવવા લાગ્યા. પેલી માતાએ કહ્યું, ‘મારું બાળક અઘૂરા મહીને જન્મ્યું છે એટલે ડોકટરે તેની વધારે કાળજી લેવાનું કહ્યું છે. અમુક ડેસિબલ કરતાં વધારે અવાજથી તેને કદાચ કાયમી બહેરાશ આવી શકે અને અમારા ઘરની નીચે જ સોસાયટીના ગણપતિનું સ્થાપન થયું છે.’ એક સુવાવડી સ્ત્રીએ ખુદ ઘરનો આરામદાયક પલંગ છોડીને બાજુવાળાના ઘરમાં આશરો લેવો પડે તેવી પરિસ્થિતિનું સર્જન તે આપણાં તહેવારોની ઉજવણીની ફલશ્રુતિ ? તો હવે આ સમાજ રુગ્ણ છે તેવું કહેવામાં છોછ શું કામ ?

કોઈ આ ઘોંઘાટ કલ્ચરનો વિરોધ કરે તો આપણે તેને કાફીર કે નાસ્તિકનું લેબલ લગાડવામાં વાર કરતા નથી. કારણ આપણે નાના બાળકના મનમાં પણ અવાજ કરવો, ઘોંઘાટ કરવો તે જ ધાર્મિકતા છે તેવું નાનપણથી જ ઘુસાડી દઈએ છીએ. અમારા સુરતમાં હજુ માંડ માંડ ચાલતા શીખેલા બાળકના હાથમાં દાંડી અને ગળામાં ઢોલ તમને ગણેશમહોત્સવમાં જોવા મળે. હવે આ બાળક મોટું થઈને શહેરના રસ્તા પર ઉત્સવ સમયે ટ્રફિક જામ કરી ડિસ્કો કરતું નજરે પડે તો તેમાં નવાઈ શી ?

પશ્ચિમના ખુલ્લાં વાતાવરણમાં ઉછરેલાં બાળકો યુવાનવયે કહેવાતી સ્વતંત્રતા અને એકલતાથી પીડાતા હતાં જેને કારણે નશો કરવાની નોબત આવી હતી. આપણો સમાજ આજે તેવી જ માનસિકતાથી પીડાઈ રહ્યો છે. દરેક તહેવાર વધારેમાં વધારે ઘોંઘાટ કરી ઊજવીએ તો જ આપણે ધાર્મિક ? શાંતિથી કોઈ તહેવારની ઉજવણી કરીએ તો આપણે અધાર્મિક ? સમાજ અને આમ આદમીની મુશ્કેલી ભૂલી બસ ઉત્સવની ઉજવણીરૂપી નશાના કેફમાં મસ્ત રહો ! સિત્તરે–એંસીના દાયકામાં પશ્ચિમના દેશોમાં એક હિપ્પી જમાત ફૂલીફાલી હતી, જે અફીણ કે ગાંજાનો નશો કરી પોતાની દુનિયામાં મસ્ત રહેતી. જેનું નિરૂપણ આપણી ઘણી બધી હિન્દી ફિલ્મમાં થયું છે. તેની માનસિકતા રજૂ કરતું એક ગીત આપણી આજની માનસિકતા સાથે બરાબર બંધ બેસે છે. ‘દમ મારો દમ મીટ જાયે ગમ, બોલો સુબહ શામ હરે ક્રિષ્ના હરે રામ !’ રામ અને કૃષ્ણ નામે આપણે ઘોંઘાટરૂપી પથ્થરો તરાવવા નીકળ્યા છીએ. યે આગ કબ બૂઝેગી ? રામ જાણે !

[poll id="2"]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous લોંગ ડ્રાઈવ – ઈશાન ભાવસાર
માનબાઈનાં માન – મનહર રવૈયા Next »   

11 પ્રતિભાવો : યે કહાં આ ગયે હમ ? – કામિની સંઘવી

 1. Dinesh Sanandiya says:

  કોઈ આ ઘોંઘાટ કલ્ચરનો વિરોધ કરે તો આપણે તેને કાફીર કે નાસ્તિકનું લેબલ લગાડવામાં વાર કરતા નથી.
  એક દમ સાચિ વાત,યે આગ કબ બૂઝેગી ? રામ જાણે !

  • Umakant V.mehta says:

   આજના સમયમાં શાંતી કોઈને ગમતી નથી.જ્યાં જુઓ ત્યાં ચારે કોર ધાંધલ ધમાલ અને શોર બકોર ચાલ્યા કરે છે.નગારખાનામાં આપણી તતૂડીનો અવાજ કોણ સાંભળશે કામિની બહેન ?

   • કામિની સંઘવી says:

    આપણી પીપૂડી કોઈક તો સાંભળશે,જુવો તમે પણ મારી વાત વાંચીને ! આજના સમયમાં આપણે ખોટી વાતનો વિરોધ કરતા તો નથી પણ રીએક્ટ કરવાનું ભૂલી ગયા છીઐ. તે બાબતે મને કાયમ ખૂંચે છે. જે ખોટું છે તે ખોટું છે જ તમે કેહવામાં ભીરુતા શા માટે?

 2. સાવ સાચી વાત!!! વાંચો ટુકી સત્ય ઘટનાઓ…….
  ૫૦ વર્શ પહેલા ગુજરાતમા અમારા ગામે (ઘોંઘાટ ચોથ)ગણેશચોથ કોઇ ઉજવતુ ન હતુ.
  થોડાક વર્શો બાદ ગામના પાદરે સમસ્ત ગ્રામ્યજ્નો સાથે મળીને ઉજવતા શિખ્યા.
  હવે તો દરેક ફળીયામા જુદી જુદી ગણેશચોથ ઉજ્વાવા લાગી.

  ગુજરાતમા નવરાત્રી પછીના ૨-૩ મહીનામા મહત્ત્તમ ગર્ભપાતના કિસ્સાઓ નોંધાવા લાગ્યા છે.

  ધર્મના નામે ચાલતા આવા ઢોંગ-ધતીંગોથી હીંદુઓએ વીભાજીત બની નીતીમત્તા ગુમાવી.

 3. સરસ લેખ.
  આવું જ ટ્રાફિક સેન્સનું છે. ઈશ્વર જાણે ક્યારે આવી બાબતો વિશે જાગૃતિ આવશે.

 4. Gajanan Raval says:

  Hearty congrats…Really a thought-provoking article…The person with rational thinking must raise his hand to protest againt it…
  Salisbury-MD,USA

 5. ashvin desai says:

  આ લેખ કામિનિ સઘવિનિ પત્રકાર તરિકેનિ કાર્કિર્દિમા એક વધારાનિ યશ્કલગિ સમાન મને લાગ્યો , કારનકે એક હલવિ / સમ્વેદન્શિલ / લોક્પ્રિય લેખિકા માતે આવો આકરો લેખ ખુબ જ હિમ્મત માગિ લે . અગઊ આવા લેખ પત્રકાર – શિરોમનિ
  માનનિય હસમુખ ગાધિ – સાહેબ સિવાય બિજા કોઇ પત્રકારે લખ્યા નથિ . એક
  યુવાન લેખિકા સુરત શહેરમા આ કરિ શકે , તો એ તાપિ નદિનિ મોતિ રેલમા
  સામા પ્રવાહમા તરિ બતાવવા જેવિ ઘતના થઈ. બહેન કામિનિ એ કરિ શક્યા એ
  આપના બધા માતે ગૌરવ લેવા જેવિ વાત થઈ . બ્રેવો , કામિનિ , અભિનન્દન
  કામિનિનિ શૈલિ હમ્મેશા સરલ , સોસરવિ , જદબેશલાક , તચિ અને પ્રતિતિકાર
  રહિ – તે મારે માતે વિશેશ આકર્શન. તેથિ અનેક શુભેચ્ચ્હાઓ, અશ્વિન દેસાઈ
  સમન્વય ૧૫ સર્વિસ રોદ બ્લેક્બર્ન વિક્તોરિઆ ૩૧૩૦ ઓસ્ત્રેલિયા

 6. Hitesh Mehta says:

  બહુ જ સત્ય વાત કહિ ધર્મ ના નામે જલસા અને તહેવાર ના નામે વ્યભિચાર અને આર્થિક ભન્ડોર ભેગુ કરિ ખોટો દેખવા કરવો તે આજ ના સમાજ મા ફેશન થઇ ગઇ છે ફક્ત ઉજાણિ કર્વી છે પણ ઊપયોગિ થવુ નથિ.

 7. virendra bhatt says:

  અમારા જેવા વાચકોના મનમા રહેલા વિચારો-ગુસ્સાને શબ્દોમા બહુ જ સ્પશ્ટતાથિ રજુ કરવા માટે અભિનન્દન. ગણપતી ઉત્સવની શરુઆત જે ઉમદા હેતુથી થઈ હતી તે તો ભુલાઈ ગયુ છે. ખેર,તમારી સાથે સુર પુરાવી મનને સારુ લાગ્યુ. ખુશી થઈ કે REACT તો થવાય !.

 8. Hemant Jani London UK says:

  ….મને એ જાણવું ગમશે કે ૬૬% લોકો એ જેને અયોગ્ય ઠરાવ્યો છે તે ઘોંઘાટ ને
  બંધ કરાવવા માટે કેટલા ટકા સક્રિય થશે ? કોઇ એક તો ઘર બહર નિકળી ને વિરોધ કરશે?

 9. Arvind Patel says:

  જૂની ઘરેડ બદલવી અને નવો ચીલો પડવો અઘરો છે. પરંતુ જરૂરી છે. જુન વાણી વિચારો માં થી બહાર આવવું જ જોઈએ. આપણે ત્યાં ધર્મ ના નામે એટલી બધી જડતા ચાલે છે કે આપણે ઘણું બધું ગુમાવીએ છીએ. પ્રગતિ શીલ તથા મુક્ત વિચારસરણી ને અપનાવી જ શકતા નથી. આપણને ખબર જ નથી આ જડતા માં આપણે શું ગુમાવીએ છીએ. જમાના સાથે ચાલવું જરૂરી છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.