રીડગુજરાતીના વાચકોને પત્ર – તંત્રી

[dc]પ્રિ[/dc]ય વાચકમિત્રો,

ઘણા લાંબા સમય બાદ આપની સાથે વાતચીત કરવાની અનુકૂળતા મળી છે. બને છે એવું કે જ્યારે પણ તંત્રીલેખના બે શબ્દો લખવાની શરૂઆત કરું કે કોઈક અગત્યના લેખોનું કામ આવી ચઢે છે. પરંતુ આજે તો નક્કી કર્યું કે બધું જ બાજુએ મૂકીને બે ઘડી નિરાંતે વાચકો સાથે વાતચીત કરવી છે. તમામ વાચકો એ એક રીતે રીડગુજરાતી પરિવારના સદસ્ય છે અને પરિવારમાં તો ગોષ્ઠિ હોવી જ જોઈએ ને ? વળી, આજે આ માટેનું એક કારણ પણ છે. ચાલો, આપને માંડીને વાત કરું…

સૌથી પહેલા તો એક આનંદના સમાચાર આપી દઉં. જો કે અમુક કાયદાકીય નિયમોને કારણે આપને અહીં પૂરી વિગત નહીં જણાવી શકું પરંતુ એટલો સંકેત કરી દઉં કે રીડગુજરાતીનો ઉલ્લેખ ધોરણ-12ના આગામી વર્ષના પાઠ્યપુસ્તકમાં થવા જઈ રહ્યો છે, એટલે કે વેબના માધ્યમથી ઉત્તમ સાહિત્ય કઈ રીતે વાંચી શકાય એ અંગે આપણું શિક્ષણજગત જાગૃત થઈ રહ્યું છે. એક વેબસાઈટને જીવનઘડતર અને વિદ્યાર્થીઓના જીવનવિકાસના ભાગરૂપે જોવાય એ જ સૌથી મોટી આનંદની વાત છે. આમ પણ રીડગુજરાતીનું સ્વરૂપ પહેલેથી જ એ પ્રકારનું રહ્યું છે કે બાળકોથી લઈને વડીલો સુધી સૌને પોતાને અનુરૂપ વાચનસામગ્રી એમાંથી પ્રાપ્ત થતી રહે છે. ઉત્તમ અને જીવનપ્રેરક લેખો અહીં સતત પીરસાતા રહે છે. ઘણી બધી સંસ્થાઓ, શાળાઓ પોતાના ન્યુઝલેટરમાં રીડગુજરાતીનો ઉલ્લેખ કરીને સૌને વાંચન માટે પ્રેરિત કરતા હોય એવા સમાચાર પણ મને મળતાં હોય છે. કેટલી બધી સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટ અને અગણિત નાના-મોટા એકમો રીડગુજરાતીનો વગર કહ્યે પ્રચાર કરતાં રહે છે. હું એ સૌનો આભારી છું. મનને સ્વસ્થ કરે અને થોડી શાંતિ આપે તેવા વાચનની ભૂખ જો સતત ઉઘડતી રહેશે તો આપણા ઘણા પ્રશ્નોનું નિરાકરણ આપમેળે આવી જશે, એમ મને લાગે છે.

આ સ્તર પર ઉત્તમ સાહિત્ય આપવાની રીડગુજરાતીની જવાબદારી વધે છે. જો કે હું સમજી શકું છું કે બધા જ લેખો ‘એ-વન’ કક્ષાના હોય તેમ બનતું નથી. ગમતા-અણગમતા-ઠીક એવા લેખોનું સંમિશ્રણ થતું રહે છે. સંગીતના આરોહ-અવરોહની જેમ લેખોની પસંદગીમાં ચડ-ઉતર થતી હોય છે. પરંતુ એટલું ચોક્કસ છે કે જે કંઈ છે તે બધું આપણને કોઈક ને કોઈક રીતે ઉપયોગી થાય તેમ છે, પછી ભલે ને એ સો ટચ સોનું ન પણ હોય ! 4800થી વધુ લેખો પ્રકાશિત થયા બાદ ચયનનું કામ અઘરું બનતું જાય છે. એક મીની-લાઈબ્રેરી જેવી આ વેબસાઈટને સંભાળતાં લેખન-વાંચનની સાથે સાથે પ્રોગ્રામિંગ પણ કરવું પડતું હોય છે. હજુ ઘણા નવોદિત વાચકોને એમ છે કે રીડગુજરાતી કોઈ બહુ મોટું ઓર્ગેનાઈઝેશન છે ! એક વાચકે તો મને પૂછ્યું પણ ખરું કે તમારે ત્યાં નોકરી ખાલી હોય તો જરા જોજો ! હકીકતે રીડગુજરાતીની કોઈ ટીમ નથી. જે કંઈ સારું લાગ્યું એ ગમતાંનો ગુલાલ કરીને સૌ વાચકો સુધી પહોંચાડવાની એક વ્યવસ્થા છે. જુઓને ! એમ કરતાં કરતાં આ સાત વર્ષ વીતી ગયાં.

મિત્રો, આ સાત વર્ષમાં રીડગુજરાતીનું તમામ કાર્ય માત્ર ને માત્ર ડોનેશન પર જ નિર્ભર રહ્યું છે. પરંતુ હવે રીડગુજરાતીનું કાર્યક્ષેત્ર વિશાળ બન્યું છે. ફક્ત ડોનેશનથી તેનો નિર્વાહ કરવો એ કપરું કામ છે. કોઈ પણ સંસ્થા માટે પાંચ-સાત વર્ષ પસાર કર્યા બાદ લાંબાગાળાનું આયોજન જરૂરી બને છે. એ આયોજનથી સ્થિરતા આવે છે અને એનાથી આ કાર્ય અવિરત ચાલતું રહે છે. વળી, અગાઉના તંત્રીલેખોમાં મેં આપને જણાવ્યું છે કે રીડગુજરાતી મારા જીવનનિર્વાહનું પણ સાધન છે. મારો જીવનવ્યવહાર પણ તેના થકી જ છે. વ્યક્તિ અને સંસ્થા બંને આમાં રોકાયેલા હોય ત્યારે કંઈક નક્કર વિચારવું પડે છે. મને એ વાતનો આનંદ છે કે આજ સુધી રીડગુજરાતીનો તમામ આર્થિક ભાર સૌ દાતાઓએ ભેગા મળીને ઊંચકી લીધો છે. ક્યારેક ને ક્યારેક સૌ કોઈ પોતાનું યોગદાન આપતાં રહે છે. અચાનક કોઈ કટોકટીના પ્રશ્નો આવે ત્યારે મારે સામેથી તેમને યોગદાન માટે કહેવું પણ પડે છે. પરંતુ મનમાં એ પ્રશ્ન પણ થાય છે કે એક દાતા હંમેશા એક જ જગ્યાએ પોતાનું દાન આપ્યા કરે એ કંઈ ઠીક છે ? વળી, અનિશ્ચિતાઓનો સામનો કરવા માટે શા માટે થોડું આયોજન ન કરવું ?

આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતાં એક કાયમી ઉકેલ મને જડ્યો છે. એ ઉકેલ છે ‘Voluntary Subscription’. એટલે કે સ્વૈચ્છિક લવાજમ. આ લવાજમની રકમ રૂ. 200 પ્રતિવર્ષ રહેશે પરંતુ તે સ્વૈચ્છિક છે. અહીં રીડગુજરાતીને ધંધાકીય સાધન બનાવવાનો કે Paid કરવાનો કોઈ હેતુ નથી. તેના કોઈ લખાણને પાસવર્ડના તાળાં મારવાના નથી. વાંચન સૌ માટે ફ્રી છે અને સદા માટે ફ્રી રહેશે એમ મેં પહેલા તંત્રી લેખથી જ કહેલું છે. આ આયોજનો મુખ્ય હેતુ રીડગુજરાતીને લાંબાગાળાની એક સ્થિર આવક તરીકે પગભર કરવાનો છે. વધતી જતી મોંઘવારી, જરૂરી સાધનોના ખર્ચ, સર્વરના નિભાવનો ખર્ચ, અન્ય ઉપકરણોનો ખર્ચ, પુસ્તકોની ખરીદી, ઈન્ટરનેટ સુવિધા માટે ચૂકવવા પડતા નિયમિત બિલ વગેરેને ધ્યાનમાં લેતાં એક નિશ્ચિત આવકની જરૂરિયાત રહે છે. બસ, આ જરૂરિયાત પૂરી કરવા માટે એક પત્રપુષ્પ રૂપે આ રકમ વર્ષમાં એક જ વાર કમિટેડ વાચકો પાસેથી જો પ્રાપ્ત થાય તો આ કાર્ય વધુ સરળ બની શકે એવી એક અપેક્ષા છે. આ વિચાર પાછળની કેટલીક અગત્યની બાબતો અહીં મુદ્દાસર આપની સમક્ષ રજૂ કરું છું :

[1] સૌ પ્રથમ બાબત તો એ કે આ લવાજમ Rs. 200 વાર્ષિક છે. વાચકને જો રીડગુજરાતીનું કાર્ય પસંદ હોય અને આ કાર્ય માટે સહાયરૂપ થવાની ઈચ્છા હોય તો તે પ્રતિવર્ષ લવાજમ ભરી શકે છે. આ લવાજમ ફરજિયાત નથી. લવાજમ ન ભરનાર વ્યક્તિ પણ રીડગુજરાતીના તમામ વિભાગો વાંચી જ શકે છે. આ લવાજમ વર્ષમાં ગમે ત્યારે ભરી શકાશે. એક વર્ષ પૂરું થવા આવે ત્યારે રીડગુજરાતી તરફથી વાચકને રિન્યુઅલ માટે ઈ-મેઈલ મોકલવામાં આવશે.

[2] વિરાટ કાર્યમાં નાનકડું એવું ખિસકોલીકર્મ પણ ખૂબ અગત્યનું હોય છે. એ રીતે મોટું યોગદાન ન આપી શકનાર સમાજના છેવાડના વર્ગનો નાનામાં નાનો વાચક આ થકી રીડગુજરાતીને સહાયરૂપ બની શકે છે. ઘણીવાર સદભાવપૂર્વક અમુક નાની રકમ આપતાં વાચક સંકોચ અનુભવે છે. આ સુવિધા થકી તે સંકોચ દૂર થતાં વિનોબાના સર્વોદયપાત્રની જેમ દરેકના એક મૂઠી અનાજનો અહીં આદરપૂર્વક સ્વીકાર કરવામાં આવશે.

[3] લવાજમ ભરનારે સૌ પ્રથમ એક ફોર્મ ભરવાનું રહેશે જેમાં તેમણે ઈ-મેઈલ વગેરે વિગતો જણાવવાની રહેશે. ત્યારબાદ વિદેશના વાચકો PayPal દ્વારા (વિદેશમાં લવાજમનો દર USD $6 ) કરી શકશે અને ભારતના વાચકો ઓનલાઈન નેટબેન્કિંગ કે ડેબિટ કાર્ડ વગેરે દ્વારા કરી શકે તેવી સુવિધા મૂકવામાં આવશે.

આમ તો આ વિચાર ઘણા સમયથી મનમાં હતો અને નિયમિત મળતા વાચકોની ઈચ્છા પણ હતી કે મારે લાંબાગાળા માટે કંઈક આયોજન કરવું જોઈએ. પરંતુ એ વાત નિશ્ચિત હતી કે વાંચનથી કોઈ વંચિત રહેવું ન જોઈએ. આથી એક મધ્યમમાર્ગ રૂપે આપની સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો છે. થાય તો પણ ઠીક અને ન થાય તો પણ ઠીક. ગાજરની પિપૂડી, વાગી તો વાગી… નહીં તો ખાઈ જવાની ! હા, સાથે એ અપેક્ષા છે કે મોલ-મલ્ટીપેક્સમાં ખર્ચ કરતો સમાજનો સક્ષમ વર્ગ, થોડું સાહિત્ય માટે યોગદાન કરે. એ પણ રીડગુજરાતીનું કામ જોયા પછી પસંદ પડે તો.

કૃપયા હમણાં કોઈ રકમ મોકલશો નહીં. આ માત્ર એક વિચારબીજ છે જે આપની સમક્ષ મૂક્યું છે. એક પરિવારના સદસ્ય તરીકે આપના વિચારો, સૂચનો અને મંતવ્યો જાણવાની મને ઈચ્છા છે. એથી, આપના પ્રતિભાવોની પ્રતિક્ષામાં છું.

આભાર સહ,

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.

[poll id=”9″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કેરાલા : ભગવાનનો પોતાનો પ્રદેશ – પ્રવીણ શાહ
કચરો – દુર્ગેશ ઓઝા Next »   

136 પ્રતિભાવો : રીડગુજરાતીના વાચકોને પત્ર – તંત્રી

 1. dineshtilva says:

  “આસો વદ એકમ • સામાન્ય દિવસ”
  આ દિવસ એક અસામાન્ય બનીને રીડ ગુજરાતીને પ્રાણ-દાન અર્પે, રૂ, 200/- મારું લવાજમ નોંધશો,…
  દિનેશ ટિલવા – રાજકોટ

 2. sweta says:

  The first thing I do everyday after reaching office is read readgujarati.com. I love reading gujarati and missed it badly. With readgujarati there is a sense of satisfaction of reading gujarati everyday. I think it’s apt that the website asks for voluntary subscription charges. Since the charges are voluntary, those who are capable will only pay. I will pay to express my gratitude for this website.

 3. Rajni M Patel says:

  Dear Any one
  I like Read Gujarati It is good But Put one secation of Food Receipe
  and all ways change Gujarati Joks
  Thanks
  Rajni M Patel

 4. Vipul Shah says:

  Mrugesh anything for noble cause suggested by you. You have strengthen my belief that somebody will survive Gujarati literature. God has sent you as a Boon.

  • ashish doshi says:

   To: Vipul shah

   Yes Mr Vipul bhai…. are are absolutely right.. He is doing this activity to strengthen our gujarati language is really appreciable.. and the big thing is that this all operation running on selfless intention . If we do not support good things arround us ,,, good things,person and activity cant survive. We must have a strong sake hand with all good things around us..

   Keep moving ahead Mrugesh bhai all divine energy are with you

 5. Dr Janakbhai B. Shah says:

  Dear Mrugeshbhai,
  What a practical thought presented to Gujarati readers ! You are doing a great work for surviving Gujarati and Gujarati Literature. You have done a great work to preserve our heritage of Gujarati Literature. You have inspired new born Gujarati men of letters. I sure if this system is materialized, you will have no problem for future. Congratulation for being included in Text Book for H.S.C.E. Wish you all the best let me know from when are you going to begin this system.
  Janakbhai.

 6. Sonia says:

  ચોક્કસ કરીશું.

 7. Bhumika says:

  I love reading.And one day i search something gujarati story to read online and i found readgujarati website.since that day i regular read it and moreover i read all section from very first to till date.i like it very much.i must contribute to support readgujarati.

  Thanks Mrugheshbhai for such a wonderful service.Keep it up. we will with you.

 8. M.D.Gandhi, U.S.A. says:

  “રીડ ગુજરાતી” ચાલુજ રહેવું જોઈએ. તમે કહેશો ત્યારે મારું લવાજમ મોકલી આપીશ.

  મનસુખલાલ ગાંધી
  U.S.A.

 9. Chintan Oza says:

  મૃગેશભાઈ..આપનો વિચાર એકદમ યોગ્ય છે, જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોતા રીડગુજરાતી જેવી અપાર વૈવિધ્ય ધરાવતી અમૂલ્ય વેબસાઈટ ઓપરેટ કરવાનો ખર્ચ પણ એમાથી બાકાત ના હોય એ આપણો વાંચકવર્ગ સમજી શકે તેમ છે માટે આપ નિસંકોચ થઈને આ સર્વિસ સ્ટાર્ટ કરો.

 10. નિમિષા દલાલ says:

  મૃગેશભાઈ જ્યારે તમે આ લવાજમ સ્વૈચ્છિક રાખો છો તો લવાજમ ભરનાર ને શું વિશેષ લાભ કે લવાજમ ન ભરનાર ને શું લાભ નહી મળે એની ચોખવટ કરવી નહી તો આપનો હેતુ સર નહી થાય એવું લાગી રહ્યું છે.. આ મારી માન્યતા છે બને કે કોઇ આની સાથે સહમત ન પણ હોય..

  • Editor says:

   નિમિષાબેન,

   લવાજમ ભરનાર કે ન ભરનાર એવો કોઈ વર્ગભેદ નથી. એટલે જ ‘સ્વૈચ્છિક’ શબ્દ વાપર્યો છે. લવાજમ ભરનારને કોઈ વિશેષ ફાયદા કે મલ્ટિનેશનલ કંપનીઓની જેમ આકર્ષક ઑફરો આપી શકાય તેમ નથી. સૌ સહજપણે યોગ્ય લાગે તો આપે, એ જ એક વિનમ્ર અપીલ છે.

   આભાર.
   લિ.
   તંત્રી, રીડગુજરાતી.

   • મૃગેશભાઈ,
    સૌ પ્રથમ તો તમને અને રીડગુજરાતી પરિવારને અનેકાનેક અભિનંદન. અને મારૂ સૌભાગ્ય છે કે હું કદાચ રીડગુજરાતી.કોમ ના ગર્ભાદાન સમયથી એના પરીવારનો સદસ્ય રહેવા પામ્યો છું 🙂

    હું એક અન્ય વિચાર રજુ કરવા માંગુ છું અને તે એ કે જે રીતે લવાજમની ન્યુનતમ રકમ નિશ્ચિત કરી છે તો એ જ રીતે જો એવું કરવામાં આવે કે મહત્તમ રકમ અમર્યાદિત રાખવામાં આવે ? જેથી પરીવારનો જે સદસ્ય સક્ષમ હોય એ પોતાની સક્ષમતાના આધારે લવાજમ આપે.

    જો તમને અને અન્ય સદસ્યોને ઠીક લાગે મારા મતે તો આ વિચારની પિપૂડી પણ વગાડી જોવી નિરર્થક નહિ રહે ! 🙂

    શુભેચ્છાસહ.

 11. Vaishali P. Naker says:

  હુ પણ લવાજમ જરુર મોકલિશ

 12. “રીડ ગુજરાતી” ચાલુજ રહેવું જોઈએ. ચોક્કસ લવાજમ આપીશ.

 13. kamini sanghavi says:

  ગુડ થોટ.

 14. sunil chaporkar says:

  We shall all come forward to save & nurture literature of any language for our forthcoming generations.

  Your efforts are precious. I am with you.

  All the best.

 15. Moxesh Shah says:

  Go ahead, Mrugeshbhai.
  Anything free is wasted in our society and many don’t understand the actual value of it.
  So idea is very good and must be implemented at the earliest.

 16. piyush boghanui says:

  જય સ્વામિનારાયણ મ્રુગેશભાઇ,
  હુ નિયમિત વાન્ચક છુ અને હુ પણ સ્વૈચ્છિક લવાજમ આપિશ અને હા
  વડતાલ સ્થીત ભાવીઆચાર્ય શ્રીન્રુગેન્દ્ર્વપ્રસાદ્જમહારાજ તેમજ
  શ્રીસ્વામિનારાયણ મદિર-સરધાર (રાજકોટ) તરફથી પણ સ્વૈચ્છિક લવાજમ આપીશુ

 17. Nemikumar Gandhi says:

  સાત્વિક અનૅ સુન્દર વાચન પિરસતા રિડ ગુજરાતી ડૉટ કૉમ કે જે આપણી માતૃભાષાની ગરિમાનૅ જિવન્ત રાખવનો જે પ્રયત્ન કરે છે તે સરાહ્નનીય છે.

 18. Aparna says:

  Dear Mrugeshbhai,

  We surely support this thought. We spend loads of money on useless matters, this voluntary subscription is a total value for money. Please let us know when to send the money.

  Aparna

 19. Tushar Thakker says:

  ચોક્કસ. હું અને મારા મિત્રો પ્રતિવર્ષ લવાજમ ભરીશુ તેની ખાત્રી આપું છું.

 20. સુંદર ને સાદગી લેખ પીરસતી આપણી માતૃભાષા ને આગળ ધપાવી છીએ, તેવી આ સાઈટ ને કાયમ જીવંત બનીજ રહેવી જોઈએ. હું રીડગુજરાતી સાથે સહમત છું.

  આભાર.
  લી – કૌશલ પારેખ

 21. mukeshdoshi says:

  welcome.good things done by u my well wishes with u

 22. Abbas Gandhi says:

  Sure Mrugeshbhai..Avi sari website na vachan mate atlu to karvu j rahyu..i like also your way that u said “SWECHIK”, means u dont force anybody to do it compulsary..but i request all readers that please do it because Rs.200/- is very small amount and anybody can bare it..apne Rs.200/- pan na galla upar ke nasto karvama kyare k vapri jata hoi che so..ava sara kaam mate sa mate nahi..jya apne j nahi but bija badha pan kaik ne kain saru merve che..

 23. SANJAY UDESHI says:

  Gujrati bhasa ne bachavava ,jamana pramane chalavava aa tamara prayash ma tamne sath aapva thodu yogdan karvama gujju manas ne jaray vandho nahi aave. JALDI THI FORM MOKLO.

 24. Nitin says:

  કોઈ પણ વેબસાઈટ ને નિયમિત રીતે અપડેટ કરવી ખુબ જ સમય માંગી લેતું અને મહેનત નું કામ છે.સાથે સાથે આર્થિક રોકાણ પણ સારું એવું કરવું પડતું હોય છે ,જે મારો સ્વાનુભવ છે.શ્રી મૃગેશભાઈ જે જહેમત ઉઠાવી રહ્યા છે એનું મૂલ્યાંકન અમૂલ્ય છે.પહેલા તો એમને ધન્યવાદ આપવા પડે કે ઉત્તમ પ્રકારનું સાહિત્ય નિયમિત રીતે તેઓ શ્રી વિના મૂલ્યે વાંચકો માટે રીડ ગુજરાતી નાં માધ્યમ થકી લોકો સુધી પહોચાડતા રહ્યા છે.સમાજ માટે એક ઉત્તમ સેવા કહી શકાય.
  જ્યારે એમને આ સાર્વજનિક કાર્ય માટે જરૂરી સહયોગ ની વાત કરી છે ત્યારે આપણી સૌ ની ફરજ બને છે કે આવા ઉત્તમ પ્રકારની પ્રવૃત્તિ ને વધુ સારી રીતે ચાલુ રાખવા માટે બને એટલું યોગદાન આપીએ અને સમાજ ઉપયોગી કાર્ય માં સહભાગી થઈએ.
  હું રીડ ગુજરાતી ને વાર્ષિક રૂ. ૨૦૦ /- નું લવાજમ ચૂકવવા તૈયાર છું. શ્રી મૃગેશભાઈ ને વિનંતિ કે તેઓ આપણા નવા વર્ષ થી એટલે કે બેસતા વર્ષ થી લવાજમ સ્વીકારવાનું શરૂ કરે અને સુંદર સાહિત્ય રીડ ગુજરાતી નાં માધ્યમ થકી લોકો સુધી પહોચાડતા રહે તેવી શુભેચ્છા.

 25. ajit chauhan says:

  maru manvu chhe k lavajam farjiyat hovu joie pachi te 100 hoy to b chale ane password protected hovu joie

  • Editor says:

   નમસ્તે અજિતભાઈ,

   પાસવર્ડ રાખવું શક્ય નથી, રીડગુજરાતીનો ઉપયોગ અનેક રીતે થતો હોય છે. એ સૌના માટે ઓપન રહે તે જ યોગ્ય છે. વાંચન વધે એ માટેનો આ પ્રયાસ છે એથી પાસવર્ડ રાખી ન શકાય. તે સૌને સુલભ હોવું જ જોઈએ. પછી ભલે ને ગમે તે થાય !

   આભાર.
   લિ.
   તંત્રી, રીડગુજરાતી.

  • MANOJ DOSHI, AHMEDABAD. says:

   મ્રુગેશભાઈ,

   મફતનુ મુલ્ય નથી. પૈસા આપવાનુ અને ન આપવાનુ બન્ને ઓપ્શન હોય ત્યારે મોટા ભાગે માણસ કારણ વગર પૈસા આપવાનુ ટાળે છે. યોગ્ય લાગે તો લવાજમ સ્વેછિક ને બદ્લે ફર્જિયાત રાખવુ. આને ફક્ત અભિપ્રાય ગણીને ભૂલ ક્ષમા કરવા વિનન્તી.

   મનોજ દોશી.

 26. GHANSHYAM says:

  JIO HAJARO SAAL
  This contribution option is a must, we welcome it.
  Any good things to survive need financial support( Or else it dies naturally after sometime) .So you choose right way to go a long way.
  Also please keep option to pay by money order.
  I will pay 10 years subscription ( 20000 Rs) at a time once you confirm.
  With kind regards,
  GHANSHYAM DANGAR
  (PUSTAK MITRA- MORBI)

  • GHANSHYAM says:

   JIO HAJARO SAAL
   This contribution option is a must, we welcome it.
   Any good things to survive need financial support( Or else it dies naturally after sometime) .So you choose right way to go a long way.
   Also please keep option to pay by money order.
   I will pay 10 years subscription ( 2000 Rs) at a time once you confirm.
   With kind regards,
   GHANSHYAM DANGAR
   (PUSTAK MITRA- MORBI)

 27. dilip raval says:

  કોઇ પણ કાર્ય લામ્બા સમય સુધી ચલાવવા માટે ધનની જરુર પડે જ્ મ્રુગેશ ભાઈ આ વિચાર જલ્દી થી અમલ મા મુકો.

 28. jignesh says:

  મારું તો સ્પષ્ટપણે માનવુ છે કે “જેની કિંમત નથી તેની ખરેખર કોઇ કિંમત નથી”. આપણને સહજપણે કુદરત તરફથી બિલકુલ મફતમાં મળેલા હવા પાણી વગેરેનો આપણે બેફામ રીતે ઉપયોગ કરેલો છે. ગ્રાન્ટેબલ કોલેજમાં નોમીનલ ફી ભરીને જે લેક્ચર બંક કર્યા હોય તે જ વિષયના લેક્ચર પ્રાઇવેટ ક્લાસીસમાં તગડી ફી ભરીને નિયમીત ભરનારા સ્ટુડન્ટસ છે. ટૂંકમા આપણે તે જ વસ્તુની કદર કરીએ છીએ જેનું મૂલ્ય હોય છે. મ્રુગેશભાઇનો લવાજમનો વિચાર આવકારદાયક છે, પરંતુ ભાઇશ્રી અજીત સાથે સહમત છું કે લવાજમ ફરજીયાત હોવું જોઇએ.

 29. મૃગેશ ભાઈ
  આપણી વાત સાથે સહમત થવું પડે છે. અમે પણ બે વેબસાઈટ ચલાવીએ છીએ. તેનો ખર્ચ અને જાળવણી ખૂબ જ મહેનત અને જહેમત માંગી લે છે. આજે સમાજમાં વેબસાઈટનું કામ વિશેષ વધી જાય છે. નવોદિત લેખકોને તૈયાર કરવામાં વેબસાઈટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સમય અને નાણાના અભાવે એક સારું કાર્ય અધર પર લટકી જતું હોય છે. યથાયોગ્ય સહયોગ જરૂર રહેશે.
  અમારી વેબસાઈટ પણ તમે જોઈ શકો છો અને પ્રતિભાવ આપી શકો છો –
  http://www.dalitliterature.com અને http://dalitsahitya.com

  હરેશ પરમાર

 30. Prerak V Shah says:

  એકદમ સારું કદમ છે મ્રુગેશભઈ. મારુ લવાજમ પાકુ સમજો.

 31. Sandhya Bhatt says:

  તમારો પ્રસ્તાવ એકદમ વાજ્બી છે…તમારા મૂલ્યવાન અને વળી સમર્પિત કાર્ય માટે શબ્દો અને તમે સૂચવેલું મૂલ્ય ઓછા પડે…

 32. mahesh soni says:

  મૃગેશભાઈ,
  કોઈ પણ જાત ની ચર્ચા અમારા થી ન કરાય..
  બસ રીડગુજરાતી ગમતું હોય તો લવાજમ ભરી જ દેવાય.

 33. હર્ષ આર જોષી says:

  આ યોજના જલ્દીથી અમલમાં મુકાય એમાં જ મજા છે…..

 34. subhash bhojani says:

  MRUGESHBHAI SARAS VICHAR CHE, AME TAMARI SATHE SAHMAT CHEE. AAP AAGAD VADHO.

 35. nayan panchal says:

  Yes, Mrugeshbhai. I agree with your thought. In addition to that, subscriber should have multiple options to select subscription amount. Someone may want to subscribe for entire family. 200 is a small amount and should be affordable by everyone. Please subscribe so that Readgujarati can survive for years and years.

  Salman Khan recently said that he wanted to collect so much fund that Being Human can run even if he would not be there. Same is applicable to ReadGujarati, it should run without any issues for years.

  God Bless, all the best Mrugeshbhai.

 36. Pradeep says:

  dear mrugeshbhai,
  annual subscription of Rs 200/- is too merely amount. who love gujarati reading absolutely paid the said amount. but if our goal to spread gujarati sahitya to every niche of the world we must find out alternative ways like income from other sources like books promotion income, advertisement income, books sale- resale income etc. opinion and feedback on this comment are solicited.
  Regards,
  Pradeep.

 37. વિપુલ ચૌહાણ says:

  મૃગેશભાઈ,

  માતૃભાષા પ્રત્યેના પ્રેમને વધારવાના ભગીરથ પ્રયત્નોમાં યોગદાન જરૂરથી આપીશું.

 38. Paras Detroja says:

  મૃગેશભાઈ,

  ૧૦૦% આપની વાત સાથે સહમત.

  આભાર,
  પારસ

 39. Brijesh Shukla says:

  ખુબજ સુન્દર વિચર

 40. keyur says:

  ખરેખર ખુબ જ યોગ્ય નિર્ણય આપ લોકો લઇ રહ્યા છો…જો લવાજમ ચાલુ કરો તો સાથે બેનર પણ રાખજો જેથી મારા બ્લોગ પર ફ્રી મા જાહેરાત કરી સકૂ….

 41. hemant shah says:

  વિચર્ યોગ્ય ચ્હે

 42. bhumikaoza says:

  Really Nice Idea Mrugeshbhai.

 43. Siddh says:

  ઑહો ૨૦૦ રુપિસ…..બહુ જાજા ના કેહવાય…….૧૯૦ ચાલસે? (joking). No problem with Lavajam.

 44. pallavimistry says:

  મ્રુગેશભાઇ,
  તમારો લવાજમ નો વિચાર ગમ્યો.અમલમા મુકો ત્યારે જણાવજો.
  પલ્લવી.

 45. કલ્યાણી વ્યાસ says:

  સરસ વિચાર બહુ મોડો આવ્યો. એકદમ વ્યવહારુ ઊપાય. વેબસાઈટ ચલાવવાનો ખર્ચ ઘણો થતો હોય છે અને સાત સાત વર્ષથી તમો ગમતાનો ગુલાલ કરવાનું કાર્ય કરીને નાના મોટા દરેક પ્રકારના વાચકોને નિરંતર વાંચનસામગ્રી પુરી પાડી છે.

 46. અજય says:

  માતૃભાષા માટે રોજના ૫૫ પૈસા (20000 પૈસા / 365 દીવસ = 55 પૈસા) ના ખર્ચી શકે એવા વાંચકોને માટે એક જ સવાલ: ઓફીસમાં મિત્રો મળે ત્યારે 200/- નો નાસ્તો વટ પાડવા શા માટે કરાવો છો? મ્રુગેશભાઈ – તમારો વિચાર યોગ્ય જ છે. તમારા કાર્યોમાં આર્થિક સાથ આપવાની તક જલ્દી મળે એમ કરજો.

 47. અજય says:

  માતૃભાષા માટે રોજના ૫૫ પૈસા ના ખર્ચી શકે એને માટે શુઁ શબ્દ વાપરવો? મૃગેશભાઈ – વિચાર જલ્દેી અમલમાઁ મુકી દો. કદાચ જ કોઈ “વિરલો” એવો હશે જે વાઁધો લેશે. રીડગુજરાતી વાઁચતા વાઁચતા એ પણ બદલાઈ જશે.

 48. lata hirani says:

  હા, મૃગેશભાઇ, લવાજમની વાત બરાબર છે… મારા તરફથી પણ મળશે..

  શરુઆત કરી દો..
  લતા

 49. વિચાર સરસ છે.. અમલમાં મૂકો એટલી જ વાર.

 50. Gopal Parekh says:

  પ્રિય ભાઇ મૃગેશ,
  રીડગુજરાતીનો ઉલ્લેખ ધોરણ-12ના આગામી વર્ષના પાઠ્યપુસ્તકમાં થવા જઈ રહ્યો છે,
  આ સમાચાર જાણી ને થયું કે નંદ ઘેર આનંદ ભયો ! બહુ સારા સમાચાર છે, અભિનંદન શબ્દ મારી લાગણી વ્યકત કરવા ટૂંકો પડે છે.
  કાકાના જયશ્રીકૃષ્ણ

 51. kalidas gohel says:

  હા ભઈ આ એક ઉમદા કાર્ય

 52. milind tank says:

  કોઇ એક સાથે ૨૦૦ રુપિયા ન ભરે અને ૬ મહિને ૧૦૦ ભરે તે ઓપ્શન પન આપેી શકાય્. આ એક સજેશ્ા ચે.

 53. Amrutlal Hingrajia says:

  કોઇ પણ સારુ કામ ટકાવી રાખવા માટે આર્થિક સહયોગ જરુરી જ નહિ અનિવાર્ય છે.
  આટલા બધા સાનુકુળ પ્રતિભાવ તમારા પ્રસ્તાવને વધાવે છે તે જ તેની યોગ્યતાનું પ્રમાણ છે.
  મ્રુગેશભાઈ વ્યક્તિ નહિં સંસ્થા છે.

 54. મૃગેશ ભાઈ સૌ પ્રથમ તો તમને અભિનંદન કે તમારી વેબસાઇટ ને બારમાં ધોરણ માં

  સ્થાન મળ્યું એ બદલ અને બીજો વિચાર ખૂબજ યોગ્ય છે કેમ કે

  તમે પણ ખૂબ જ મહેનત કરો અને આ તમારો હક માનું છું તમે ડિસર્વ કરો છો ,

  મારૂ નામ પણ બૂક કરજો હું ઈન્ડિયા થી જ લવાજમ ભરવી દઈસ .

  બેસ્ટ ઓફ લુક ,

  તમારા થકી અમને જે પણ જ્ઞાન મળ્યું છે એ બદલ હ્રદય પૂર્વક ધન્યવાદ !!

 55. Jayesh Parekh says:

  Mrugesh bhai readgujarati mate lavajamno vichar yogya j chhe. Hu lavajam jarur bharish. Thanks

 56. સારો અને બરાબર વીચાર છે.
  અમે તમારી સાથે જ છીયે.
  લવાજમ ચાલુ કરો ત્યારે જણાવજો.
  હુ ભરી દઈશ.
  ઘણુ સારુ કામ કરી રહ્યા છો.
  અભીનન્દન અને ખુબ ખુબ આભાર.

 57. Pragna Patel says:

  Go Ahead, I am with you.

 58. Jigar Oza says:

  આ વિચાર જેટ્લુ જલ્દી બને ઍટ્લુ અમલમા મુકો.

 59. Chintan Mehta says:

  હા અવશય લવાજમ હોવુ જોઇએ.

 60. Keyur says:

  Mrugeshbhai,

  I like the idea of paid subscription. Since it is voluntary, it should say “minimum subscription” Rs 200 / $ 6. That way if someone wants to give bit more, they are encouraged to do so.

  Keyur

 61. KS says:

  Hello Mrugeshbhai, How can the subscription be paid in EURO? Please let me knwo. thanks, KS

 62. kalpana desai says:

  વાચકોનો અધધ પ્રેમ મેળવીને અને ૧૨મામાં પ્રવેશીને રીડ ગુજરાતી તો આજે ધન્ય થૈ ગ્યું! શુભેચ્છાઓનો વરસાદ! અમે પણ આ યજ્ઞમાં આહુતિ જરુર આપશું.અભિનંદન.

 63. Ashwin Babulal Patwa says:

  most affordable proposal, a person loves his/her mother tounge must pay. being a quite nominal amount no body can disagree.

 64. Vinod Patel says:

  I am so grateful for the opportunity you are giving me to read awesome Gujarati in USA. I look forward to your idea of subscription. Also, think about adding a feature so that readers can give “gift” subscription to a friend or relative. Keep up the great work!

 65. Tarun Patel says:

  Dear Mrugeshbhai,

  First of all Congratulations. I also suggest for Life Time membership. I am open for both.

  Thanks,

 66. Dear Mrugeshbhai,

  Your suggestion / proposal to have Annual Contribution / subscription

 67. જાગ્યા ત્યાંથી સવાર !
  ૭ વર્શ મોડી, પણ ખુબ જ જરુરિ અને અનિવાર્ય ઉદાર ટહેલ !
  મારા મતે,મારા સહિત વાંચન ભુખ્યાઓ ચોક્કસ વધાવી જ લેવાના !

 68. DINESH says:

  આ દિવસ એક અસામાન્ય બનીને રીડ ગુજરાતીને પ્રાણ-દાન અર્પે, રૂ, 200/- મારું લવાજમ નોંધશો,…
  કોઇ પણ સારુ કામ ટકાવી રાખવા માટે આર્થિક સહયોગ જરુરી જ નહિ અનિવાર્ય છે.
  આટલા બધા સાનુકુળ પ્રતિભાવ તમારા પ્રસ્તાવને વધાવે છે તે જ તેની યોગ્યતાનું પ્રમાણ છે.

  દિનેશ આર્ પટૅલ્

 69. વિનોદ ઓઝા says:

  મૃગેશભાઈ, રીડગુજરાતી દ્વારા તમે ગુજરાતી સાહિત્યના ભાવકોને જે મૂલ્યવાન આપો છો તેની સરખામણીમાં ૨૦૦ રૂપિયા કંઈ જ ન કહેવાય. દરેક ગુજરાતી સાહિત્ય પ્રેમી વાચકની એ ફરજ બની રહે છે કે પુરતો સાથ-સહકાર આપે. મારું લવાજમ તો હોય જ. સાથે સાથે અને મારા મિત્ર વૃંદનો પણ સહકાર મળે એવા મારા પ્રયાસ રહેશે.

 70. yagnesh rajput says:

  એ હુ પણ ભરીશ.. હો કે..

 71. dr s h hathi says:

  ઓહો ૨૦૦ રુ બહુ ઓછા છે

 72. લવાજમ ક્યા અને ક્યારે મોકલવુ તે જણાવશો તુરત જ મોક્લશુ.

 73. Harnish Bhatt says:

  હુ પણ લવાજમ જરુર મોકલિશ,“રીડ ગુજરાતી” ચાલુજ રહેવું જોઈએ.

 74. mihir says:

  Respected Mrugeshbhai:

  First of all, the genuineness of your letter touched our heart indeed ! I do agree with you. Hence, what has been decided is nothing in comparison of what the “readgujarati” has been doing for our beloved mother tongue Gujarati and the precious Gujarati literature. Please go ahead and do guide us as to how do we subscribe.

  All good wishes.

  Mihir Raval

 75. Hemant Jani London UK says:

  એવું લાગે છે કે વિચારને અમલ માં મુકવા માટે પણ ઘણો સમય લિધો…
  આવકર્ય્…સ્વિકાર્ય્…તારિખ અને મહિનો જણાવજો, અમે સહર્શ વધાવિ લઈશું…

 76. ankit says:

  Good idea…
  but there should be option if anyone wants to pay more then 200..

 77. Hina says:

  6 dollers are nothing in compare to whatever we are getting.
  Readgujarati is very nice website, I can say I have addiction for it.A very nice addiction which everyone should have it. It has very important role in my thinking, personality & all my positivism toward life.
  We are ready to pay.

 78. Natu Solanki... Ahmedabad. says:

  Very nice thought. We are here with you, Mrugeshbhai… Go ahead. Please use “MINIMUM” word in the announcement, so that the readers can pay more if they wish. Congratulations for getting space on the text-book pages for HSC studies….
  With regards… NATU SOLANKI

 79. Harish Shah says:

  Mrugeshbhai,your idea is good,keep it up.

 80. Harish Mehta says:

  Better late than never,very good idea,I am ready to pay $10 for Subscription.

 81. Dhiru Shah says:

  Mrugeshbhai,
  Congratulations for recognition of this web site for Higher education and also surviving without any steady and fixed financial support.
  The idea of voluntary subscription is perfect one and it should have been implemented long before. I do not think any Gujarati language lover Gujarati will hesitate a bit for it. You are doing a noble work of keeping our mother tongue alive and want to see it survive and prosper. I guess you may consider increasing the amount to either Rs.250 or Rs.300 since it is yearly. Just a suggestion.
  However I will like to add one more suggestion. Will it be a good idea to get advertising on this web site from selective groups only like education related or some such activities with a message?

 82. krina says:

  Mrugeshbhai,

  you are absolutely right. Read Gujarati website is a treasure, i am sure in for annual fee to enjoy the treasure for longer and longer period.

 83. Hitesh Patel . AUSTRALIA says:

  One year optional Rs200.subscribstion is fine for Indian readers. but for oveseas readers $6 may be looks also ok on that point of view, but when he pay it cost him extra $2 to $3 extra for single overseas trazection charge.
  to avoid this I would suggest that $30 for 5 years subscribsion additional option would be for overseas readers only.
  $30 looks convienient amount to pay trasection charge $2 to $3.
  I also suggest for Life Time membership $100 ??. I am open for all above.
  all the best Mrugeshbhai.

  • JIgna says:

   I agree with you Hitesh. I live in United States, and I dont mind paying for the life time membership since readgujarati is doing great work to keep our gujarati language and literature alive in the world.

 84. durgesh oza says:

  Shri Mrugeshbhai
  when cost is concerned with website..it is good to share cost by the medium of annual Subscription.go ahead.

 85. ken says:

  Since all the articles are written and submitted by Gujarati people it should be free to all like other online newspapers.You may generate revenue through other sources to keep the site running.

  Why not create another site like this and call it “Read Hindi” and promote Gujarati Lipi in writing Hindi?

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

 86. Nainisha says:

  Mrugeshbhai,

  The idea of subscription is very well welcomed and i also agree with everybody. many congratulations to you for your website selected in higher education books.

  i felt so many times that we dont have enough Gujarati material online to start kids learning. i think together we all can think of starting one section like Balwarta for beginners and then parents like us can motivate our children to visit this site and it can become as popular as in adults.
  ofcourse this is one step forward. but will help to Gujaratis outside India.

  you can think of making that section as paid with addintional amt. so regular readers ( who already know gujarati ) are not affected.

  I was thinking towards this from a long time but couldnt do much. so thought of sharing this idea. if anybody else can pick-up. May there will be one day when all our good gujarati novels , poems and other sahitya are available easily on net. Amen

  Thanks once again for starting and thinking of read gujarati.

  Pleae dont hesitate and keep on sharing your views and hinderances. may be other dots are located around the whole world and together they can make one whole picture.

  All the best

 87. Mrugeshbhai,good night with congratulation.yes…I like it.God
  bless your kind koshish.

 88. mahesh thakker says:

  આ સા રો વિચર ચચ્હે , મારુ લવ્વવજમ નોધશો

 89. Dipak Kanabar says:

  ઘણી વસ્તુઓ પ્રથમ વખત જ બનતી હોય છે. જેમ કે…

  1. સમ્પુર્ણપણે, તદ્દન મફ઼ત મા હિરા માણેક મોતી જેવા લેખ વાચવા મળે છે.
  2. વેબસાઈટ ના તન્ત્રી સ્વૈચ્ચીક લવાજમ માટે વાચકો નો અભિપ્રાય઼ માન્ગે છે.
  3. અને અગત્ય઼અની વાત, સૌ વાચકો એ વાત ને વધાવી લે છે.

  મ્રુગેશભાઈ આપ આગળ વધો…સારા કામ મા ઇશ્વર હમેશા મદદરૂપ જ થાય઼ છે.

  આભાર સહ,
  દિપક કાનાબાર (dk_kanabar@rediffmail.com)
  વડોદરા

 90. bhavesh says:

  Rs. 200 is a small amount & its optional, you can implement the thought as early as possible. Kindly add NET BANKING so that payment can be made easily.

  What amount you are trying to raise from Rs. 200, even if 200 people subscribe it will be ONLY Rs. 40000. Is that enough to cover your expense & expansion plans……

 91. Jagdish Joshi says:

  મૃગેશભાઈ આપની આ બ્લોગ કાબિલે દાદ માંગી લે છે
  ગુજરાતી ભાષા ને જીવંત રાખવાનો તમારો નમ્ર પ્રયાસ છે.
  જે એક યજ્ઞ થી ઓછો નથી. અપનો પરિશ્રમ અને પુરુષાર્થ
  એળે જવો જોઈ નહિ. રીડ ગુજરાતી હવે જરૂરિયાત થઇ ગઈ છે.
  આપની આ અપીલ માં મારો સાથ છે અને સપૂર્ણ સહકાર છે.

 92. Mrugesh,
  Everybody will be happy to subscribe.I suggest that you add one sentence more that anybody who is desired to pay more he can.Since years you are taking lot of pain for the growth of Gujarati Literature.Congratulations.

 93. PATHAK RASHMIN NARENDRARAI says:

  Shri Mrugeshbhai,

  UTTAM vastu leva/deva, yogya mulya hovu joie j,temay tame to voluntary rakhyun chhe Aapna jode sampurna sahmat chhu. Lavajam bharva taiyar chhun.Scheme dakhal karo tyre chhokkas janavasho.

  Aabhar,read Gujarati Man sundar mahiti,lekho,kavitao vigere…. vigere pirasva matein.Keep on, we are with you,Mrugeshji

 94. Dhiren says:

  Go Ahead. This is very very good idea. Please proceed as soon as possible with this idea.
  Regards
  Dhiren Shah

 95. sanjay upadhyay says:

  go ahead with the subscription idea. i would request all readers to get atleast ten people to subscribe to this mission.

 96. kunjal says:

  મ્રુગેશ ભઈ ,I Agree with u, go ahed we all readers with u t c dhanyavad

 97. Jayesh Mehta says:

  Mrugeshbhai,
  Good idea,
  I want to pay subscription ( Lavajam) But I don’t have any net banking card or Credit card or Debit card , how I sent you a mony. Can you accept Cheque, or DD or Moneyorder or Postal Order? Cheque is best because for the same I don’t want to go anywhere .
  As per my humble opinion many readers has problame like me, please think over it and reply on my mail I’d I will sent my subscription .
  Thanks
  Jayesh

 98. મુસ્તફા says:

  વડીલ મૃગેશભાઈ

  વ્યવહારીક વિચાર છે. સંસ્થા ચલાવા માટે આવક ની ફંડ તો જોઈઅજ.

  ૨૦૦ ના વાર્ષિક સાથે ૫ કે ૧૦ વર્ષ અને આજીવન સદસ્યતા મેળવવાની વયવસ્થા હોય તો બહુ સારું.

  મુસ્તફા

 99. Maithily says:

  ઉત્ત્મ વિચાર છે . તમારા આદેશ ની રાહ જોઈશું . 🙂

 100. Jayshree says:

  મૃગેશભાઈ તમે બહુજ પ્રશંશનીય કામ કરી રહયા છો.સાત વરસ થી રીડગુજરાતી વાંચુ છું અને હ્ંમેશા વાંચતી રહીશ.૧૩ વરસ થી અમેરીકામાં છું અને ખરેખર ગુજરાતી વાંચન મીસ કરતી હતી. મને આજીવન લવાજમ ભરવાનુ વધારે ગમશે.
  તમારો ખુબ ખુબ આભાર .

 101. Editor says:

  સૌ વાચકમિત્રોનો આભાર,

  બસ, ખૂબ જ જલદીથી આ સુવિધા શરૂ કરવામાં આવશે. કૃપયા રીડગુજરાતી જોતા રહેશો.

  લિ.
  મૃગેશ શાહ
  તંત્રી, રીડગુજરાતી.

 102. Shanker J Dave says:

  સદ વિચાર સદ સાહિત્યના પ્રચાર પ્રસાર દ્વારા સન્સ્કાર સિન્ચનનુ આપ જે અમુલ્ય કામ કરિ રહ્યા સો તેનિ સામે રુ.૨૦૦/- લવાજમ નગ્ન્ય કહેવાય.જ્યોત જલતિ રહે તે જરુરિ સે. આપના સાદને અમારો સાથ સે.

 103. GITA C KANSARA. says:

  MRUGESHBHAI,
  REALLY NICE IDEA.KEEP IT UP.GOD BLESS YOU. I AGREE WITH YOU.KIND KOSHISH.
  NAMSTE.BYE…BYE….

 104. Ramesh Desai U S A says:

  Very good idea. Make one time life subscription provision. Or make yearly. Three years or five years,which can make easy task. Thanks

 105. Arvind Dullabh says:

  Namaste Mrugeshbhai,

  The Read Gujarati Parivar will always remain very grateful to you. The amount of work you are doing is greatly appreciated. The idea of voluntary subscription is a good idea but we still need more funding in reseve for rainy days and I am sure the readers will no doubt “Aapki Zoli turantse ભર્ર્દેન્ગે.

  Kind regards,

  Arvind Dullabh ( NZ)

 106. Upendra says:

  Shri Mrugeshbhai is doing very hard all the time for years. It involves all the time in back office systematic maintenance which require more than one person. His idea is good of volunary subscribtion and acceptable so he can do more efficiently for US!

 107. Dr. Bharat Parikh says:

  Dear Mrugeshbhai,
  Please accept our heartiest congratulations for taking ReadGujarati to this Height and carrying all we readers together in this pleasure trip.
  Voluntary subscription is a very good idea for self sustainable innovative service. Please register me as the voluntary subscriber.
  Dr. Bharat J. Parikh

 108. સમીર પંડયા says:

  શ્રી મૃગેશભાઈ – રીડગુજરાતી.કોમ ની ફી અંગે આપનો સંદેશો વાંચ્યો, લાગે છે આ વિચાર રજુ કરવામાં તમે ઘણો સમય લીધો અને સંકોચ સાથે પત્ર લખ્યો હોય તેમ લાગ્યું. આ દુનિયા માં સૌ સંમત થશે કે
  પૈસા થી ભૂખ નથી ખરીદાતી – પણ – ભૂખ લાગે તો જમવાનું ખરીદવા પૈસા જોઈએ
  પૈસા થી ઊંઘ નથી ખરીદતી – પણ – ઊંઘ આવે તો બિછાનું ખરીદવા પૈસા જોઈએ
  પૈસા થી તંદુરસ્તી નથી ખરીદાતી – પણ – તંદુરસ્તી બગડે ત્યારે ડોક્ટરની સેવા અને દવા ખરીદવા પૈસા જોઈએ
  આમ પૈસો આવશ્યક તત્વ છે, માટે સંકોચ નાં રાખો અને રૂ.૨૦૦/-(રવિવાર ની સાંજે કોઈ રેસ્ટોરન્ટ માં કે કોઈ મલ્ટીપ્લેક્ષ માં ખર્ચાતી રકમ થી ક્યાય ઓછી )
  એવી રકમ માટે આગળ વધો.

 109. સમીર પંડયા says:

  જે ૧૦% લોકો એ “ના” અથવા “અનિશ્ચિત – કહી નાં શકાય(એ માયે નાં આવી ગયું)”
  જણાવ્યું છે…તે સૌ ને ભગવાન વાર્ષિક ૨૦૦/- રૂ.વધુ કમાવાની તાકાત આપે તેવી પ્રાર્થના

 110. sanjay chauhan says:

  પ્રિય્,
  મ્રુગેશભાઇ,
  આ વિચાર બરોબર છે. વેબિઇટ ચલાવવી નાની સુની વાત નથી. લવાજમ હોવું જોઇએ! -સંજય ચૌહાણ્

 111. રાજેશ વૈદ્ય says:

  પ્રિય મૃગેશ્ભાઈ, આપનો વિચાર સારો છે, આજના સમયમાં વાંચન સામગ્રી પૂરી પાડવા માટે કોઈ આટલી મહેનત કરે તો તેને તેનું ફળ(આર્થિક્) રીતે મળવું જ જોઈએ

 112. ભરતસિંહ રાણા says:

  મફતમાં મળતું હોય તેવું કંઇ પણ લોકો માટે એટલું મહત્વ કે કિંમત ધરાવતું નથી. પૈસા ખર્ચીને મેળવવામાં આવેલ વસ્તુ, સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ વાપરવામાં લોકોને આનંદ મળે છે અને તેની કિંમત પણ સમજાય છે. માટે ખરેખર લવાજમ હોવું જ જોઇએ.

 113. Madhavjibhai Gamdha says:

  ઉત્તમ વિચાર છે,તમારા આદેશની રાહ જોઉં છું

 114. Navneet Patel says:

  મારા આદરણીય શ્રી મૃગેશભાઈ,
  આપનો આ મધ્યસ્થી રસ્તો મને ખુબ જ ગમ્યો છે. અને મારાથી બનતું યોગદાન પણ હું આપવા ઈચ્છું છું.

  મારા મનમાં ઘણા સમયથી આ જ સવાલ થતો હતો કે આવડી મોટી વેબસઈટ ચલાવવા માટે બધા ટેકનીકલ ઈન્સ્ટુમેન્ટનો મેન્ટેનન્સ ખર્ચ કઈ રીતે કાઢતા હશો…..!! પણ આજનો આપનો આ તંત્રી લેખ વાંચીને હું ખરેખર દિલથી પ્રભાવિત થયો છું. અને આપના આ ભગીરથ કાર્યમાં પ્રભુ આપને નીરન્તરાય રૂપે આગળ વધારે એવી શુભેચ્છાઓ…!!
  ધન્યવાદ…

 115. Chandrakant Lodhavia says:

  શ્રી મ્રુગેશભઈ,
  આપણી ગુજરાતી ભાષાનો વિસ્તાર,વિકાસ અને જીવંત રહે તે માટે આપ જે યજ્ઞનિય કાર્ય કરી રહ્યા છો તેમાં અમને પણ સાત વર્ષ બાદ આપે તક આપવાનો વિચાર મુક્યો છે તે ખૂબ જ સહરાનિય છે.

  મારા મત મુજબ આ કાર્ય ફક્ત આપનું જ ન રહેતાં આપણું બની જશે તેથી તેમાં આપ એક ચમચ ઘી નાખવા માટે જ જણાવો છો તેમ કરીને પણ આપ અમને મર્યાદિત પુણ્ય કમાવાની છૂટ આપો છો તેને આપ અમર્યાદિત કરો તો સારૂં. બાકી આપના નિર્ણય આપની ટેક કે આપનો સંકલ્પ તોડો તેવી મારી કોઈ માંગ નથી. આપ વોટ નું પરિણામ બતાવો છો તેમાં ૯૦% લોકો સૌ સ્વૈછિક તૈયાર છે. તેથી વહેલી તકે આપ અંતિમ નિર્ણય લેશો.

  એજ લી. ચન્દ્રકાન્ત લોઢવિયા.

 116. ram mori says:

  હુ ચોક્કસ મોકલિશ્!

 117. parth says:

  મ્રુગેશ ભાઇ,
  આ તો બહુ પહેલા કરવુ જોઇતુ હતુ. શરુ કરો તો જરુર જણાવજો.
  પાર્થ

 118. hareshbhai vyas says:

  Really a good thought.I will respond favourably as soon as you intimate for that.

 119. kishor doshi says:

  Mrugeshbhai,

  i am very much with u. carryon

 120. Ashish Dave, Sunnyvale California says:

  Let us know the details and will follow…

  Ashish Dave

 121. navin merai says:

  Good idea.
  One should be ready to pay in seeking quality liturature. There is saying in USA ‘No free bees’ and hence
  Rs. 200.00 seems to be most reasonable.

  When ready please inform me I shall send my bank routing and account number so you can have money.

  Thanks and keep it up.

  Navin Merai

 122. Editor says:

  Dear All Readers,

  ReadGujarati Subscription Facility is now available.

  Please use this link and pay your subscription :

  http://www.readgujarati.com/subscription/order.php

  Thanking you.

  From :
  Mrugesh Shah
  Editor, ReadGujarati.com

 123. Raj says:

  દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર ને પણ ડોનેશન આપો।।।।।। એ પણ ગુજરાતી ની સેવાજ કરે છે ને????

 124. Mundhava haresh says:

  આમા કાઇ પુછવાનુ હોય??

 125. Palak says:

  રીડગુજરાતીનો ઉલ્લેખ ધોરણ-12ના આગામી વર્ષના પાઠ્યપુસ્તકમાં થવા જઈ રહ્યો છે,
  તે જાણીને ખૂબ જ આનંદ થયો, તે માટે આપને અભિનંદન . લવાજમ ચાલુ કરો ત્યારે જણાવજો, અને એક વિનંતી કે ગુજરાતી ભાષાનીવર્કશીટ પણ જો આપની વેબ સાઈટ પર મુકવામાં આવે તો અત્યારના યુગના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને તેમને વાલીઓને ગુજરાતી ભાષા શીખવાનું સરળ અને આનંદમય બની રહેશે, ધોરણ 1થી 10 ની વર્કશીટ મુકવા વિનંતી તે માટે આપને જોઈતી મદદ કરવા પણ હું તૈયાર છું .

 126. Dr. I. K. Vijaliwala says:

  મને આ વિચાર ખુબ જ ગમ્યો. મારી શુભેચ્છાઓ.
  હા! મારુ લવાજમ ગણી લેશો મૃગેશભાઈ.

 127. MANOJ DOSHI, AHMEDABAD. says:

  મ્રુગેશભાઈ,

  ટેકનોલોજીએ લોકોને લેપટોપ વાપરતા કર્યા છે. હજી શુ નવુ નવુ આવશે એ કોને ખબર છે? એટલે બધા વર્ગના લોકો, ખાસ કરીને યુવા વર્ગ સુધી સુન્દર સાહિત્ય પહોચાડવાનો આપનો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. સબસ્ક્રિપ્શન જરુરી છે.
  પ્રોસિડ.

  મનોજ દોશી (૯૮૭૯૪૨૪૨૩૨).

 128. dirgh dholakia says:

  સારો વિચાર…….પુરો સહકાર….

 129. upendra parikh says:

  gujarati type barabar nathi favtu etle gujenglish man lakhu chhu tk kshama. pahela to hradaypurvak abhinandan ane abhar website mate. hun mul amdavad no pen chhellla 10 varshthi America man chhu ummer 76 varsha. khub khub abhar ni lagni sathe lakhvanun ke pahelethij vanchu chhu ane ane lidhe j ahin maro time kharekhar saras pasar thay chhe. lamban thi lakhva mate kshama pen fakt lagnivash. ishwar tamne ne website ne swastha dirghayu pradan kare. kshama sathe. upendra.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.