વાચકોને પત્ર (ભાગ-2) – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

ગઈકાલના લેખના સંદર્ભમાં આપ સૌએ જે સહકાર આપ્યો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. દેશ-વિદેશમાંથી અનેક ફોન, ઈ-મેઈલ આખો દિવસ મળતાં રહ્યાં. સૌએ આ વિચારને વધાવી લીધો એ જાણીને ખૂબ આનંદ થયો. વળી, સૌએ પોતાના પ્રતિભાવોમાં જરૂરી લાગતા સૂચનો પણ કર્યાં. આ વિચારમંથન ઘણું ઉપયોગી લાગી રહ્યું છે. રીડગુજરાતીના લાંબાગાળાના આયોજન માટેનું આ પહેલું કદમ છે.

ઘણા બધા મિત્રોનો સતત એ પ્રશ્ન રહ્યો છે કે અમારે આ સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મોકલાવવું. આ માટે હું આપને થોડી વિગત જણાવી દઉં. તમામ વાચકોના લવાજમની વિગત સંગ્રહિત થઈ શકે એવી એક સિસ્ટમ હાલમાં તૈયાર થઈ રહી છે. સૌથી પહેલા પરદેશમાં રહેતા વાચકો ઓનલાઈન આ રકમ ચૂકવી શકે એવી વ્યવસ્થા ઊભી થશે. આમ થવા પાછળનું કારણ એ છે કે ભારતના વાચકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટ-વેની સુવિધા ઊભી કરવામાં થોડો સમય લાગે છે. આ માટે રજિસ્ટ્રેશન વગેરેની એક લાંબી પ્રક્રિયા છે જે 8-10 દિવસનો સમય માંગી લે છે. આમ, જેમ જેમ તબક્કાવાર આ સુવિધા ઊભી થતી જશે એમ હું અહીં હોમપેજ પર જ આપને જણાવતો રહીશ અને આપ ઓનલાઈન રકમ ચૂકવીને રીડગુજરાતીને આપનું લવાજમ મોકલી શકશો.

ફરી એકવાર, આપ સૌના સૂચનો અને પ્રતિભાવો માટે હું આપનો આભારી છું.
ધન્યવાદ.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256.

[poll id=”10″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “વાચકોને પત્ર (ભાગ-2) – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.