પોપટીયો – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ રીડગુજરાતીને આ નવી રચના મોકલવા માટે આદરણીય ડૉ. આઈ. કે. વીજળીવાળાનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો.]

પોપટીયો પીએચડી થઈ ગયો,
કાચી કેરીનો એણે લખ્યો નિબંધ,
અને પાકી કેરી એ બધી ખઈ ગયો……..પોપટીયો……..

ઊડવાની લ્હાય એણે પડતી મૂકી’તી ને,
કિલકારીઓ મૂકી’તી કોરે,
મરચાંની મોસમમાં રોજ એ તો ડાળખીના,
કેનવાસે કેરીઓને દોરે !
લુંમ્બેજુમ્બ લીંબોળી વચ્ચે રહેનાર એનો,
જીવ સાવ કેરીમય થઇ ગયો……..પોપટીયો……..

બગલાનું પીએચડી માછલીનાં વિષયમાં,
તોય એ તો પોપટ નો ગાઇડ,
કોયલનો ટહુકાનો અઘરો નિબંધ એણે,
મૂકી દીધો’તો એક સાઈડ,
પોપટીયે મોકલેલ પાકી કેરીનો
ગજબ સ્વાદ એની જીભ પર રહી ગયો……..પોપટીયો……..

પદવીદાન ભાષણમાં બગલો ક્હે’કે,
આવા વિષયમાં ઉંડાણ જોઈએ,
કોયલનાં નિબંધમાં ખુટતું’તું શું,
એવું પૂછવાનું મને નહીં કોઈએ,
પોપટની અદભુત આ દ્રષ્ટીને કારણે,
એક ગહન વિષય સહેલો થઇ ગયો……..પોપટીયો……..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “પોપટીયો – ડૉ. આઈ. કે. વીજળીવાળા”

Copy Protected by Chetan's WP-Copyprotect.