કાં ન સચવાયો – ઉર્વીશ વસાવડા

આજ નીરખીને ખુદનો પડછાયો,
સાવ કારણ વિના જ ભરમાયો.

બારણાં છે તો કો’ક દિ ખખડે,
ખોલવા આમ થા ન રઘવાયો.

બૂમ તો કેટલાયે પાડી’તી,
માત્ર મારો જ શબ્દ પડઘાયો.

આપણું ક્યાં હતું જે ખોયું’તું
કેમ એના વિષે તું કચવાયો ?

અંત વેળાએ પૂછશે ઈશ્વર
શ્વાસ તારાથી કાં ન સચવાયો ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક અદકેરું તર્પણ – જયદેવ માંકડ
ઓ સિંડ્રેલા ! – નયના જાની Next »   

3 પ્રતિભાવો : કાં ન સચવાયો – ઉર્વીશ વસાવડા

 1. Kalidas V. Patel { Vagosana } says:

  ઉર્વીશભાઈ,
  દિલને ચોટ લગાવતી … સચોટ … ગઝલ !
  ત્રીજી કડીમાં ; બૂમ તો કેટલીય પાડી’તી ; હોવું જોઇએ ને ?
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  ત્રીજી કડીમાં — ” કેટલાયે ” શબ્દ સાચો છે. … સૉરી.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 3. Chintan Acharya says:

  બૂમ તો કેટલાયે પાડી’તી, માત્ર મારો જ શબ્દ પડઘાયો.

  Excellent!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.