કાં ન સચવાયો – ઉર્વીશ વસાવડા

આજ નીરખીને ખુદનો પડછાયો,
સાવ કારણ વિના જ ભરમાયો.

બારણાં છે તો કો’ક દિ ખખડે,
ખોલવા આમ થા ન રઘવાયો.

બૂમ તો કેટલાયે પાડી’તી,
માત્ર મારો જ શબ્દ પડઘાયો.

આપણું ક્યાં હતું જે ખોયું’તું
કેમ એના વિષે તું કચવાયો ?

અંત વેળાએ પૂછશે ઈશ્વર
શ્વાસ તારાથી કાં ન સચવાયો ?

Leave a Reply to Chintan Acharya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “કાં ન સચવાયો – ઉર્વીશ વસાવડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.