ઓ સિંડ્રેલા ! – નયના જાની

તને મળી લઉં રોજ રોજ હું, સિંડ્રેલા !
મારી અંદર હંમેશ રહેતી,
મને જ મારી વાતો કહેતી, સિંડ્રેલા !
તને મળી લઉં રોજ રોજ હું, સિંડ્રેલા !

તને મળું કે સારું લાગે,
હોવું ખૂબ જ પ્યારું લાગે,
અપરજગતના કકળાટો શી-
ક્ષણોય વીતે વહેતી વહેતી, સિંડ્રેલા !
તને મળી લઉં રોજ રોજ હું, સિંડ્રેલા !

અમર આશાની વેલી તું તો,
મારામાં જ ઊગેલી તું તો,
સાચુકલાં પડતાં સપનાંના
અહેસાસે તું શું શું સહેતી, સિંડ્રેલા !
તને મળી લઉં રોજ રોજ હું, સિંડ્રેલા !

ભોળું, નિશ્ચલ હોવું તારું,
તારું ને મારું સહિયારું,
આમ જુઓ તો પરીકથા ને
આમ સાચના ઘરમાં રહેતી, સિંડ્રેલા !
તને મળી લઉં રોજ રોજ હું, સિંડ્રેલા !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ઓ સિંડ્રેલા ! – નયના જાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.