રીડગુજરાતી સબસ્ક્રિપ્શન સુવિધા શરૂ – તંત્રી

[dc]પ્રિ[/dc]ય વાચકમિત્રો,

દિવાળીનો તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. બજારો ભીડથી ઊભરાઈ રહ્યાં છે. અખબારો જાહેરાતોથી છલકાઈ રહ્યાં છે. દરેક વેપારીને કોઈને કોઈ આકર્ષક ભેટ યોજના કે સેલ યોજવા પડે છે. નાનકડા સ્ટેશનરીના ધંધાથી લઈને મોટા ટેનામેન્ટ કે ફલેટ વેચનાર પણ આમાંથી બાકાત નથી. સૌ કોઈ ગ્રાહકોને આકર્ષવા માટે કોઈને કોઈ યોજનાઓ તૈયાર કરીને મોટી જાહેરાતો કરે છે. આ જાહેરાતોમાંની પેલી નાનકડી ફુદડી (Conditions Apply) કેટલી બધી મહત્વની છે, એ તો પૂરું વાંચીએ ત્યારે જ સમજાય !

આ સ્પર્ધાત્મક માહોલમાં રીડગુજરાતીની ગંગા સાવ ઊલ્ટી દિશામાં વહે છે. થોડાક દિવસો અગાઉ આપની સમક્ષ ‘સ્વૈચ્છિક લવાજમ સુવિધા’ની વાત મૂકી હતી. દેશ-વિદેશમાંથી એટલા બધા ઈ-મેઈલ, ફોન અને પ્રતિભાવો મળ્યાં કે આ સુવિધા તૈયાર કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવું પડ્યું. ઘણાં વાચકોએ તો એમનંએ લવાજમ એ જ દિવસે મોકલી આપ્યું ! છેવટે, અમારા એક પ્રોગ્રામર વાચકમિત્રની મદદથી આ સુવિધા હવે તૈયાર થઈ ગઈ છે અને આજે તેનો વિધિવત શુભારંભ કરીએ છીએ. અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે, આ સુવિધાનો હેતુ લાંબાગાળા માટે રીડગુજરાતીને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે. જેઓ યોગદાન આપે છે તેઓ તો રીડગુજરાતીને સહાય કરે જ છે પરંતુ ઘણા બધા એવા વાચકો છે જેઓ નાની રકમનું યોગદાન આપતાં સંકોચ અનુભવે છે. આ સુવિધા દ્વારા સૌ કોઈ એક પરિવારની માફક રીડગુજરાતી સાથે જોડાઈ શકે છે. અહીં લવાજમ ભરનારને કોઈ વિશેષ સુવિધા પ્રાપ્ત થતી નથી. રીડગુજરાતી સૌની માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને રહેશે. હા, લવાજમ ભરનારને ભવિષ્યમાં પત્ર દ્વારા કોઈ ન્યુઝલેટર કે સારાં પુસ્તકોની માહિતી મોકલી શકાય એવો વિચાર છે. આ લવાજમ સ્વીકારવા માટે અનેક વાચકમિત્રોના સૂચનો પ્રાપ્ત થયા હતાં. તેમનાં સૂચનોને ધ્યાનમાં લઈને આ સુવિધા તૈયાર કરવામાં આવી છે. ઘણા વાચકમિત્રો પાંચ વર્ષ કે તેથી વધુ લાઈફટાઈમ સબસ્ક્રિપ્શન આપવા પણ ઈચ્છતાં હતાં પરંતુ રીડગુજરાતીને વાર્ષિક નિયમિત આવકની જરૂરિયાત હોઈને લાંબાગાળાનું લવાજમ સ્વીકારવાનું હાલપૂરતું મોકૂફ રાખ્યું છે. મિત્રો, કૃપયા ફરી એક વાર નોંધી લેશો કે આ લવાજમ મરજિયાત છે. રીડગુજરાતીનું કામ જોયા બાદ આપને જો મદદરૂપ થવાની ઈચ્છા હોય તો આપ લવાજમ ભરી શકો છો.

મિત્રો, ઉપર જણાવ્યું તેમ કે આ તહેવારોની મોસમમાં સૌ કોઈને ભેટ યોજનાઓ જાહેર કરવી પડે છે. (આમાં સાહિત્ય સામાયિકો પણ બાકાત નથી.) રીડગુજરાતી પર તો એવી કોઈ આકર્ષક ઑફરો છે નહીં તે છતાં અહીં લવાજમ આપવા માટે 200-250 જણની લાઈન છે ! ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં આ ઘટના નોંધાવી જોઈએ. આમાં રીડગુજરાતીનો કોઈ ચમત્કાર નથી પરંતુ સારા અને સત્વશીલ સાહિત્યની ભૂખ આજે પણ વાચકોમાં જાગૃત છે તેની આ સાબિતી છે. આપ સહુના આ પ્રેમ અને સહકાર બદલ હું ધન્યતાની લાગણી અનુભવું છું. મને આશા છે કે આ લવાજમ સુવિધાને આપનો યોગ્ય પ્રતિસાદ મળી રહેશે. આપ આપના મિત્રો અને સ્નેહીજનોને લવાજમ ભરવા માટે પ્રેરિત કરશો એવી વિનંતી છે. આપ સૌને મારા પ્રણામ.

સબસ્ક્રિપ્શન ભરવા માટેની લિન્ક આ પ્રમાણે છે : http://www.readgujarati.com/subscription/order.php

લિ.
મૃગેશ શાહ.
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સંબંધોનો સ્વભાવ – કૃષ્ણકાંત ઉનડકટ
પ્રેરક વાંચન – સંકલિત Next »   

31 પ્રતિભાવો : રીડગુજરાતી સબસ્ક્રિપ્શન સુવિધા શરૂ – તંત્રી

 1. Maulik says:

  there is a small suggestion,

  Whoever subscribes, may be rewarded by mailing them the article everyday in to their mail account.
  I am suggesting because i travel a lot, when i am travelling i am not able to visit readgujarati.com, instead of visiting site if i get article on my mail account (which i read on my mobile) it would be very great.

 2. Soham says:

  Mrugesh Bhai,
  Good morning and all the best for it, thought it doesn’t need it. I clicked on the link to subscribe. I was able to enter all the details except “Products”. Drop down box under it is empty and there is no option for entering text. Also I am not sure what to enter either. I completed the remining form and submitted but I didn’t get any order no. as per the instructions. Can you please either email me my order number or check and let me know if I should resubmit the form as I wouldn’t like to have duplicate entries in your system.

  Thank you,
  Soham

 3. joshi vishal says:

  મૃગેશભાઇ, સૌ પ્રથમ આ સુંદર કાર્ય બદલ અભિનંદન.. અને હવે મારી એક નિખાલસ વાત. મને આપ ની સામે કોઇ વાન્ધો કે વિરોધ નથી. બલ્કે માન છે. પરંતુ મનમા થો દા સવાલ જરૂર ઉઠયા છે. જે અહી રજૂ કરુ છુ
  1 રીડ ગુજરાતીની શરૂઆત વખ્તે આપે કહેલુ કે આમા મારો કોઇ આર્થિક હેતુ નથી. માતૃભાષા માટેનો પ્રેમ છે.
  પરંતુ હવે આને આપ આજીવિકા માટેનું સાધન બનાવી રહ્યા છો એ યોગ્ય કહેવાય?
  જો જવાબ હા હોય તો આપ જેવા બીજા પણ ઘણા લોકો છે. જે બિલકુલ નિસ્વાર્થ ભાવે આ કામ કરે છે. નોકરી ,કામધંધા કર્યા બાદનો પોતાનો અંગત સમય ફાળવે છે. અને તેપ્ણ પોતાના ખર્ચે..બિલકુલ નિસ્વાર્થભાવે આખા પુસ્તકો જાતે ટાઇપ કરીને ફ્રી ડાઉનલોડ ની સગવડૅ આપે છે. પણ કોઇને અપીલ કરતા નથી કે મને મદદ કરો. હુ આ કામ મારા માટે કરુ છુ.
  તમારા ઉદાહરણ પરથી આ લોકો પણ સ્વૈચ્છિક ડોનેશન મટેની અપીલ કરી શકે.

  2 તમારા જેવા યુવાન ફકત રોજના બે લેખ ટાઇપ કરીને બીજો કોઇ નોકરી ધન્ધો કર્યા સિવાય વાચકોને ઇમોશનલ બનાવીને કે તેમની સારાઇનો લાભ કે ગેરલાભ લેવાની વૃતિ યોગ્ય કહેવાય ? 3 વાચકોના ખર્ચે પ્રવાસો કરવા.દેશ કે વિદેશમા તે યોગ્ય કહેવાય ? ભલે વાચકો સ્વેચ્છાએ બોલાવતા હોય એ તેમની સારી બાજુ કહેવાય.પણ તમારા સ્વમાન, ખુદદ્દારી નુ શુ ? મારી પાસે પૈસા નથી. પણ તમે પૈસા ખર્ચતા હો તો હુ આવુ. આ યોગ્ય કહેવાય ? પારકા પૈસે તાગડધિન્ના કોને કહેવાય ? 4 રીડ ગુજરાતીમાં આવેલાલેખોની પુસ્ત્કિકા છપાવીને પછી તેનુ વેચણ કરવું. આને .ધન્ધાદારી અભિગમ ન કહેવાય ? 5 પ્રકાશ્કો પોતાના પુસ્તકોની જાહેરાત માટે તમને પુસ્તકો મોકલે,તમારે મફતમા લાઇબેરી બની જાય. એ વધારાનો લાભ.
  6 આ જોઇને મારી જેમ અન્ય વાચકોને એવુ મન નથી થતુ? કે આ તો બહુ સારો ધન્ધો કહેવાય.મફતમા પુસ્તકો વંચવા મળે..અને આપણે કમાવાની પંચાત કરવાની જરૂર જ નહી.ભાઇ, હુ સેવાનુ કામ કરુ છુ..તો મારુ ગુજરાન ચલાવવુ..મારા અંગત શોખ પોશવા. કાર સહિત એ તમારા સૌની પવિત્ર ફરજ ગણાય. ઘટે તો ટહેલ નાખીને ઉભા રહીજવું. આને સમાજ સેવા કહેવાય ?
  સેવા કરતા મને તો આમા મેવા જ વધારે દેખાય છે. બીજા બધા મૂરખ છે..જે ગાંઠના ખર્ચે આ જ કે આનાથી પણ વધારે સરસ કામ કરેછે.દાખલા તરીકે જિગેંશ અધ્યારૂ, જુગલકિશોર વ્યાસ..આવા તો અનેક લોકો છે.જે સેવા કરુ છું એવો શબ્દ પણ ઉચ્ચાર્યા સિવાય કામ કરેછે.
  7 તમે ધારો તો નોકરી કરીને કે કોઇ પણ કામ કરીનેતમારુ ગુજરાન ચલાવી શકવા સક્ષમ છો જ.. તો આ શા માતે ? અથવા તમે જાહેરમા કહી દો કે રીડ ગુજરાતી સેવામાટે નહી.,મારા જીવન નિર્વાહ માટે નુ સધન છે. મારો વેપાર છે. પણ મહેરબાની કરીને આને સેવાનુ નામ ન આપો કે સરસ શબ્દોના વાઘા ન પહેરાવો..નેવાચકોની સારી બાજુનો લાભ ન લો.આખો દિવસ વાચકો સાથે ચેતીંગ કરીને અન્ગત સંબ6ધો વધારીને તેમનો લાભ લેવાનું યોગ્ય કહેવાય ?
  8 આવતી કાલે તમારો દાખલો લઇને બીજા યુવાનો પણ કામ કરવાનેબદલે રોજ બે ચાર લેખો ટાઇપ કરીને જ મૂકવાનુ કામ કરતા થઇ જાય તો? લેખોની પસંદગી કરવા માટે વાંચવું એને તમે કામ ગણૉ છો? એ તો શોખનો,રસનો વિશય છે. તમને તો મફતમા અનેક પુસ્તકો વાચવનો લહાવો મળે છે. જે અમે સૌ પૈસા ખર્ચીને મેળવીએ છીએ..

  9 હુ તો વચકોને પણ અપીલ કરુ છુ6 કે આવીપ્રવ્રતિ ને બીજી રીતે જરૂર બિરદાવો.પણ પૈસા આપીને આળસુ યુવાનોની સંખ્યા વધારવામાં નિમિત્ત ન બનો. વધારે પૈસા હોય તો બીજા અનેક વધારે સારા કાર્યો છે. અનેક સાચી જરૂરિયાતવાળા લોકો છે. તેમને માટે દાન આપો
  10 મૃગેશભાઇ, તમે તો બીજા લેખકોનુ જ મૂકો છો.તમારુ પોતાનું આમા કોઇ સર્જન નથી.કેમકે તમે લેખક નથી. તો આમા જેમના લેખોનો ઉપયોગ કરો છો.તેમનો ખાલી આભાર જ માનવાનો ? શબ્દોમાં ? તો વાચકોએ પણ તમારો ફકત આભાર જ માનવો જોઇએ ને ? પૈસા શા માટે ?
  10 આ વિચારો મારા એકલાના નથી. હુ મારા નામ સાથે લખુ છુ6.હિમત કરીને. બીજા અનેક જાણીતા મિત્રો સાથે મે આ વાતની ચર્ચા કરી છે.તેમનો પણ આ જ મત છે. પરંતુ નામ સથે જાહેરમાં કહેવાની કદાચ હિમત નથી કરતા. જે મેં કરી છે.કદાચ મારેમાથે માછલા ધોવાશે એની જાણ હોવા છતા જે હુંમાનુ છું એ કહ્યુ છે. તમારી સાથે કોઇ અંગત રાગ દ્વેષ નથી જ.
  11 પહેલા તમારા જીવનનિર્વાહ જેટલુ કામ કરતા થાવ. પછી ફાજલ સમયમા આ કામ કરો તો સેવા કહી શકો.અન્યથા હરગિઝ આ શબ્દનો ઉપયોગ નકરશો. તમારા જેવા યુવાનો સેવા શબ્દને આટલો સસ્તો બનાવે એ દુખદ છે.
  12 વાચકો ભાવનાના પ્રવાહમા તણ્યા સિવાય પૂરી તટસ્થતાથી આ વિચાર કરીને પછી જે યોગ્ય લાગે તે કરે એવી નમ્રછે. વિનતી છે. બાકી તમારા જેવા સહરદયી વાચકો મળે તો આ કામ કરવા હું પણ તૈયાર છું. હમેશ માટે અનેમ્રગેશભાઇ થી વધારેસારી પસંદગી લેખોની કરી શકીશ. બોલો, મિત્રો મારા રોટલાની ચિંતા તમારી ઉપર લેશો ને?
  મૃગેશભાઇ, આ પ્રતિભાવમા મૂકુ છું.પણ તમારી પાસેથી એવી આશા રાખુ છું કે તમે આ પ્રતિભાવ લેખ તરીકે મૂકીને વાચકોને આમા સામેલ કરશો.મહેરબાની કરીએ આને ડીલીટ ન કરશો. આવા અનેક નેગેટીવ પ્રતિભાવો તમે અગાઉ ડીલીટ કર્યા છે.એની મને જાણ છે. મારે બીજી રીતે આને જાહેરમાં ન મૂકવો પડે એવી આશા..
  આ ઉપરાંત પણ બી જા ઘણાં મુદ્દા છે જ..એ પછી કયારેક. અત્યારે તો નોકરીએ જવાનુ છે.કેમકે હું આવી કોઇ સેવા નથી કરતો.જેથી મારો રોટલો મારે જાતે જ કમાવાનો છે.
  બોલ્યું ચાલ્યુ માફ. જે દિલથી લાગ્યુ તે લખ્યું.
  અનેક બ્લોગરો,વેબસાઇટ ધરાવનારાઓ આમાં મૌન ન રહેશો. તમે સેવા નથી કરતા ? તમે જેને શોખ કે રસ નુ નામ આપો છો એ અહી સેવા બનીજાય છે. ટહુકો વાળા જયશ્રીબેન, તમે સેવા કરો છો? તો તમારા ગુજરાન ની જવાબદારી પણ વાચકોને ન લેવી જોઇએ ?

  • Editor says:

   નમસ્તે વિશાલભાઈ,

   આપે મુદ્દાસર આપના મનમાં જે પ્રશ્નો લખ્યા તે ગમ્યું. પરંતુ આપની એક વાતથી હું સહમત નથી કે મેં અગાઉ કોઈ નેગેટીવ પ્રતિભાવો ડિલીટ કર્યા હોય. દરેક પ્રકારના પ્રતિભાવો રીડગુજરાતી પર સ્વીકાર્ય છે જ. હા, કોઈ વખત કોઈ વિષયની ચર્ચામાં વિષયાંતર થયું હોય અને અમુક અપશબ્દોનો ઉપયોગ થયો હોય તો જ પ્રતિભાવો ડિલીટ કરવાની ફરજ પડે છે.

   હવે આપના મુદ્દાઓની વાત. સૌ પ્રથમ મને એમ લાગે છે કે તમે રીડગુજરાતીથી બહુ પરિચિત નથી. ન તો તમે મારા સ્વરચિત લેખો જોયા છે ન તો તમે મારા અગાઉના Editorial વાંચ્યા છે. આથી આપના મનમાં આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અન્યથા આપને તમામ પ્રશ્નોના ઉત્તર મળી ગયા હોત. જેને આપ લખવાનું સાહસ કહો છો એ સાહસ નહીં પરંતુ કદાચ આપની જાણકારીનો અભાવ છે.

   મારે જો એક જ લાઈનમાં આ તમામ પ્રશ્નોનો જવાબ આપવો હોય તો હું એમ કહી શકું કે આપને મારા ઘરે અઠવાડિયું રોકાવા માટેનું વિશેષ નિમંત્રણ છે. આપને તમામ પ્રશ્નોના જવાબ આપો આપ જ મળી જશે. એનાથી આ રીડગુજરાતી કેવી રીતે ચાલે છે, સમગ્ર કામ કઈ રીતે થાય છે, ફક્ત બે જ લેખ ટાઈપ કરવામાં કેટલો સમય જાય છે અને પડદા પાછળનું સમગ્ર તંત્ર કરી રીતે કામ કરે છે – એ તમામ જવાબો આપને મળી જશે. એ પછી આપ પોતે જ નક્કી કરી શકશો કે આને ધંધાદારી અભિગમ કહેવો કે શું કહેવું.

   ફરી એક વાર આપને રીડગુજરાતી ધ્યાનપૂર્વક જોઈ જવાની વિનંતી કરું છું. આપને આપના પ્રશ્નોના જવાબ એમાંથી જ મળી રહેશે.

   ધન્યવાદ.

   લિ.
   મૃગેશ શાહ
   તંત્રી, રીડગુજરાતી.

  • mamta says:

   Negative people like you should not visit this site. I don’t know what to say.
   I am really disappointed with your thoughts. Read Gujarati needs money to support the server, domain name and many otherthings related to site.

  • Hasmukh Sureja says:

   પ્રિય વિશાલભાઇ અને નયનભાઇ, અહીં આપને ઉતારી પાડવાનો જરાય ઇરાદો કે હિમ્મત નથી. આપની કોમેન્ટ જ આપની સમક્ષ રજુ કરુ છું અને તેની સાથે કૌંસમાં સાચા શબ્દો આપેલા છે. આપણે કોમેન્ટ પણ શુધ્ધ ગુજરાતીમાં નથી કરી શકતા જ્યારે આતો ગુજરાતી સાહિત્યને વરેલી વેબસાઇટ નિયમીત અને નિરંતર ચલાવવાની વાત છે! આશા છે કે થોડામાં ઘણું સમજી વાંચશો!
   ———————————-

   મૃગેશભાઇ, સૌ પ્રથમ આ સુંદર કાર્ય બદલ અભિનંદન.. અને હવે મારી એક નિખાલસ વાત. મને આપ ની સામે કોઇ વાન્ધો (વાંધો) કે વિરોધ નથી. બલ્કે માન છે. પરંતુ મનમા થો દા (થોડા) સવાલ જરૂર ઉઠયા છે. જે અહી રજૂ કરુ છુ (છું)
   1 રીડ ગુજરાતીની શરૂઆત વખ્તે (વખતે) આપે કહેલુ કે આમા મારો કોઇ આર્થિક હેતુ નથી. માતૃભાષા માટેનો પ્રેમ છે.
   પરંતુ હવે આને આપ આજીવિકા માટેનું સાધન બનાવી રહ્યા છો એ યોગ્ય કહેવાય?
   જો જવાબ હા હોય તો આપ જેવા બીજા પણ ઘણા લોકો છે. જે બિલકુલ નિસ્વાર્થ ભાવે આ કામ કરે છે. નોકરી ,કામધંધા કર્યા બાદનો પોતાનો અંગત સમય ફાળવે છે. અને તેપ્ણ (તે પણ) પોતાના ખર્ચે..બિલકુલ નિસ્વાર્થભાવે આખા પુસ્તકો જાતે ટાઇપ કરીને ફ્રી ડાઉનલોડ ની સગવડૅ (સગવડ) આપે છે. પણ કોઇને અપીલ કરતા નથી કે મને મદદ કરો. હુ આ કામ મારા માટે કરુ છુ. (છું.)
   તમારા ઉદાહરણ પરથી આ લોકો પણ સ્વૈચ્છિક ડોનેશન મટેની (માટેની) અપીલ કરી શકે.

   2 તમારા જેવા યુવાન ફકત રોજના બે લેખ ટાઇપ કરીને બીજો કોઇ નોકરી ધન્ધો (ધંધો) કર્યા સિવાય વાચકોને ઇમોશનલ બનાવીને કે તેમની સારાઇનો લાભ કે ગેરલાભ લેવાની વૃતિ યોગ્ય કહેવાય ? 3 વાચકોના ખર્ચે પ્રવાસો કરવા.દેશ કે વિદેશમા તે યોગ્ય કહેવાય ? ભલે વાચકો સ્વેચ્છાએ બોલાવતા હોય એ તેમની સારી બાજુ કહેવાય.પણ તમારા સ્વમાન, ખુદદ્દારી નુ શુ ? મારી પાસે પૈસા નથી. પણ તમે પૈસા ખર્ચતા હો તો હુ (હું) આવુ. આ યોગ્ય કહેવાય ? પારકા પૈસે તાગડધિન્ના કોને કહેવાય ? 4 રીડ ગુજરાતીમાં આવેલાલેખોની પુસ્ત્કિકા (પુસ્તિકા) છપાવીને પછી તેનુ વેચણ (વેચાણ) કરવું. આને .ધન્ધાદારી (ધંધાદારી) અભિગમ ન કહેવાય ? 5 પ્રકાશ્કો (પ્રકાશકો) પોતાના પુસ્તકોની જાહેરાત માટે તમને પુસ્તકો મોકલે,તમારે મફતમા લાઇબેરી (લાઇબ્રેરિ) બની જાય. એ વધારાનો લાભ.
   6 આ જોઇને મારી જેમ અન્ય વાચકોને એવુ મન નથી થતુ? (થતું?)કે આ તો બહુ સારો ધન્ધો (ધંધો) કહેવાય.મફતમા પુસ્તકો વંચવા (વાંચવા) મળે..અને આપણે કમાવાની પંચાત કરવાની જરૂર જ નહી.ભાઇ, હુ સેવાનુ કામ કરુ છુ(છું)..તો મારુ ગુજરાન ચલાવવુ..મારા અંગત શોખ પોશવા. કાર સહિત એ તમારા સૌની પવિત્ર ફરજ ગણાય. ઘટે તો ટહેલ નાખીને ઉભા રહીજવું. આને સમાજ સેવા કહેવાય ?
   સેવા કરતા (કરતાં) મને તો આમા (આમાં) મેવા જ વધારે દેખાય છે. બીજા બધા મૂરખ છે..જે ગાંઠના ખર્ચે આ જ કે આનાથી પણ વધારે સરસ કામ કરેછે.દાખલા તરીકે જિગેંશ (જિગ્નેશ)અધ્યારૂ, જુગલકિશોર વ્યાસ..આવા તો અનેક લોકો છે.જે સેવા કરુ છું એવો શબ્દ પણ ઉચ્ચાર્યા સિવાય કામ કરેછે.
   7 તમે ધારો તો નોકરી કરીને કે કોઇ પણ કામ કરીનેતમારુ (કરીને તમારું)ગુજરાન ચલાવી શકવા સક્ષમ છો જ.. તો આ શા માતે (માટે)? અથવા તમે જાહેરમા (જાહેરમાં) કહી દો કે રીડ ગુજરાતી સેવામાટે (સેવા માટે) નહી.,મારા જીવન નિર્વાહ માટે નુ (નું) સધન (સાધન) છે. મારો વેપાર છે. પણ મહેરબાની કરીને આને સેવાનુ (સેવાનું) નામ ન આપો કે સરસ શબ્દોના વાઘા ન પહેરાવો..નેવાચકોની (ને વાચકોની) સારી બાજુનો લાભ ન લો.આખો દિવસ વાચકો સાથે ચેતીંગ (ચેટીંગ) કરીને અન્ગત (અંગત) સંબ6ધો (સંબંધો) વધારીને તેમનો લાભ લેવાનું યોગ્ય કહેવાય ?
   8 આવતી કાલે તમારો દાખલો લઇને બીજા યુવાનો પણ કામ કરવાનેબદલે (કરવાને બદલે) રોજ બે ચાર લેખો ટાઇપ કરીને જ મૂકવાનુ કામ કરતા થઇ જાય તો? લેખોની પસંદગી કરવા માટે વાંચવું એને તમે કામ ગણૉ (ગણો) છો? એ તો શોખનો,રસનો વિશય (વિષય) છે. તમને તો મફતમા અનેક પુસ્તકો વાચવનો લહાવો મળે છે. જે અમે સૌ પૈસા ખર્ચીને મેળવીએ છીએ..

   9 હુ તો વચકોને (વાચકોને) પણ અપીલ કરુ (કરું) છુ6 (છું) કે આવીપ્રવ્રતિ (આવી પ્રવૃતિ) ને બીજી રીતે જરૂર બિરદાવો.પણ પૈસા આપીને આળસુ યુવાનોની સંખ્યા વધારવામાં નિમિત્ત ન બનો. વધારે પૈસા હોય તો બીજા અનેક વધારે સારા કાર્યો છે. અનેક સાચી જરૂરિયાતવાળા લોકો છે. તેમને માટે દાન આપો
   10 મૃગેશભાઇ, તમે તો બીજા લેખકોનુ જ મૂકો છો.તમારુ પોતાનું આમા કોઇ સર્જન નથી.કેમકે તમે લેખક નથી. તો આમા જેમના લેખોનો ઉપયોગ કરો છો.તેમનો ખાલી આભાર જ માનવાનો ? શબ્દોમાં ? તો વાચકોએ પણ તમારો ફકત આભાર જ માનવો જોઇએ ને ? પૈસા શા માટે ?
   10 આ વિચારો મારા એકલાના નથી. હુ મારા નામ સાથે લખુ છુ6.(છું) હિમત (હિંમત) કરીને. બીજા અનેક જાણીતા મિત્રો સાથે મે આ વાતની ચર્ચા કરી છે.તેમનો પણ આ જ મત છે. પરંતુ નામ સથે જાહેરમાં કહેવાની કદાચ હિમત (હિંમત) નથી કરતા. જે મેં કરી છે.કદાચ મારેમાથે (મારે માથે) માછલા ધોવાશે એની જાણ હોવા છતા (છતાં) જે હુંમાનુ (હું માનું) છું એ કહ્યુ છે. તમારી સાથે કોઇ અંગત રાગ દ્વેષ નથી જ.
   11 પહેલા તમારા જીવનનિર્વાહ જેટલુ કામ કરતા થાવ. પછી ફાજલ સમયમા આ કામ કરો તો સેવા કહી શકો.અન્યથા હરગિઝ આ શબ્દનો ઉપયોગ નકરશો.(ન કરશો.) તમારા જેવા યુવાનો સેવા શબ્દને આટલો સસ્તો બનાવે એ દુખદ (દુખઃદ)છે.
   12 વાચકો ભાવનાના પ્રવાહમા (પ્રવાહમાં) તણ્યા (તણાયા) સિવાય પૂરી તટસ્થતાથી આ વિચાર કરીને પછી જે યોગ્ય લાગે તે કરે એવી નમ્રછે. (નમ્ર છે)વિનતી (વિનંતી) છે. બાકી તમારા જેવા સહરદયી વાચકો મળે તો આ કામ કરવા હું પણ તૈયાર છું. હમેશ (હ્ંમેશ) માટે અનેમ્રગેશભાઇ (અને મ્રુગેશભાઇ) થી વધારેસારી (વધારે સારી) પસંદગી લેખોની કરી શકીશ. બોલો, મિત્રો મારા રોટલાની ચિંતા તમારી ઉપર લેશો ને?
   મૃગેશભાઇ, આ પ્રતિભાવમા (પ્રતિભાવમાં) મૂકુ (મૂકું) છું.પણ તમારી પાસેથી એવી આશા રાખુ છું કે તમે આ પ્રતિભાવ લેખ તરીકે મૂકીને વાચકોને આમા (આમાં) સામેલ કરશો.મહેરબાની કરીએ આને ડીલીટ ન કરશો. આવા અનેક નેગેટીવ પ્રતિભાવો તમે અગાઉ ડીલીટ કર્યા છે.એની મને જાણ છે. મારે બીજી રીતે આને જાહેરમાં ન મૂકવો પડે એવી આશા..
   આ ઉપરાંત પણ બી જા (બીજા) ઘણાં મુદ્દા છે જ..એ પછી કયારેક. અત્યારે તો નોકરીએ જવાનુ છે.કેમકે હું આવી કોઇ સેવા નથી કરતો.જેથી મારો રોટલો મારે જાતે જ કમાવાનો છે.
   બોલ્યું ચાલ્યુ માફ. જે દિલથી લાગ્યુ તે લખ્યું.
   અનેક બ્લોગરો,વેબસાઇટ ધરાવનારાઓ આમાં મૌન ન રહેશો. તમે સેવા નથી કરતા ? તમે જેને શોખ કે રસ નુ નામ આપો છો એ અહી સેવા બનીજાય (બની જાય) છે. ટહુકો વાળા જયશ્રીબેન, તમે સેવા કરો છો? તો તમારા ગુજરાન ની જવાબદારી પણ વાચકોને ન લેવી જોઇએ ?

   • સબસ્ક્રિપ્શન કરવા છતાંયે આ પ્રવૃત્તિ સેવાની જ પ્રવૃત્તિ કહેવાય. ડોક્ટર લોકોના પૈસા લઈને જ સારવાર કરે છે, છતાંયે એને સેવાનું કામ જ ગણાય. અને હજાર સબસ્ક્રિપ્શન લોકો કરશે એવા શમણાં લોકો પ્રોજેક્ટ કરે છે પણ હકીકતે એ વધુ પડતી આશા છે. આ સબસ્ક્રિપ્શનથી રીડ ગુજરાતી વધુ સારી ગુણવત્તા અને સગવડો ઉભી કરી શકે તો એમાં ખોટું શું છે?

    જેમનામાં હિંમત હતી એમને કામ કર્યું. અને હજુ બીજા કોઈએ આવું શરુ કરવું હોય તો રોકે કોણ છે? જો બે લેખ ટાઇપ કરીને મૂકી દેવા જેટલું સરળ કામ હોય તો બહુ બધા લોકો કેમ નથી કરતા?

  • કેતન રૈયાણી says:

   તમારા પ્રતિભાવ પરથી લાગ્યું કે તમે “ટહુકો.કોમ” પણ વાંચો જ છો. એ ટહુકો વાળા જયશ્રીબેન પણ “ટહુકો.કોમ” સાઈટને વધુ સારી બનાવવા માટે શું વિચારે છે તે (જો હજુ સુધી ન ધ્યાનમાં આવ્યુ હોય તો) અહીં વાંચો.

   http://tahuko.com/?p=13598

 4. Raj says:

  અહી પણ સવિતાભાભી વેબસાઈટ ની જેમ સબસ્ક્રિપ્શ ચાલુ થયું।।।। હા હા હા ……કારણ કે પૈસો જ પરમેશ્વર છે।।।હિમત હોય તો પાઈ પાઈ નો હિસાબ મુકો।।।।

  • Editor says:

   ભાઈશ્રી,

   આ સબસ્ક્રિપ્શન ઓપશનલ છે. કોઈ માટે ફરજિયાત નથી. અને હા, એકાઉન્ટીંગ વર્ષ બાદ તમામ સ્ટેટમેન્ટ અહીં ઓનલાઈન જોવા મળશે જ.

   લિ.
   તંત્રી, રીડગુજરાતી.

  • Mamta says:

   Nobody is forcing you to pay subscription. Please don’t pay if you don’t want to pay, but please stop the negativity.

  • Mamta says:

   Nobody is forcing yo to pay subscription, so please stop talking rubbish.
   Do you do any work for free?
   I am sure on your working hours you step out for tea break and company is paying for that time!
   I can’t belive that we have people like you with lots of nagativity

  • કેતન રૈયાણી says:

   આ સબસ્ક્રિપ્શનને સવિતાભાભીના સબસ્ક્રિપ્શન સાથે સરખાવીને તમે તમારી જાતની નવી જ ઓળખ આપી છે સાહેબ!!

 5. Editor says:

  નમસ્તે વિશાલભાઈ,

  આપે મુદ્દાસર આપના મનમાં જે પ્રશ્નો લખ્યા તે ગમ્યું. પરંતુ આપની એક વાતથી હું સહમત નથી કે મેં અગાઉ કોઈ નેગેટીવ પ્રતિભાવો ડિલીટ કર્યા હોય. દરેક પ્રકારના પ્રતિભાવો રીડગુજરાતી પર સ્વીકાર્ય છે જ. હા, કોઈ વખત કોઈ વિષયની ચર્ચામાં વિષયાંતર થયું હોય અને અમુક અપશબ્દોનો ઉપયોગ થયો હોય તો જ પ્રતિભાવો ડિલીટ કરવાની ફરજ પડે છે.

  હવે આપના મુદ્દાઓની વાત. સૌ પ્રથમ મને એમ લાગે છે કે તમે રીડગુજરાતીથી બહુ પરિચિત નથી. ન તો તમે મારા સ્વરચિત લેખો જોયા છે ન તો તમે મારા અગાઉના Editorial વાંચ્યા છે. આથી આપના મનમાં આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અન્યથા આપને તમામ પ્રશ્નોના ઉત્તર મળી ગયા હોત. જેને આપ લખવાનું સાહસ કહો છો એ સાહસ નહીં પરંતુ કદાચ આપની જાણકારીનો અભાવ છે.

  મારે જો એક જ લાઈનમાં આ તમામ પ્રશ્નોનો જવાબ આપવો હોય તો હું એમ કહી શકું કે આપને મારા ઘરે અઠવાડિયું રોકાવા માટેનું વિશેષ નિમંત્રણ છે. આપને તમામ પ્રશ્નોના જવાબ આપો આપ જ મળી જશે. એનાથી આ રીડગુજરાતી કેવી રીતે ચાલે છે, સમગ્ર કામ કઈ રીતે થાય છે, ફક્ત બે જ લેખ ટાઈપ કરવામાં કેટલો સમય જાય છે અને પડદા પાછળનું સમગ્ર તંત્ર કરી રીતે કામ કરે છે – એ તમામ જવાબો આપને મળી જશે. એ પછી આપ પોતે જ નક્કી કરી શકશો કે આને ધંધાદારી અભિગમ કહેવો કે શું કહેવું.

  ફરી એક વાર આપને રીડગુજરાતી ધ્યાનપૂર્વક જોઈ જવાની વિનંતી કરું છું. આપને આપના પ્રશ્નોના જવાબ એમાંથી જ મળી રહેશે.

  ધન્યવાદ.

  લિ.
  મૃગેશ શાહ
  તંત્રી, રીડગુજરાતી.

 6. nayan vyas says:

  વિશાલભાઇની વાત કડવી પણ સાચી લાગે છે.
  એકજ પ્રવાહમાં વહી જતા લાગણીશીલ વાચકો કદાચ તમારી આ કટુવાણીને નહી સ્વીકારે પણ મારે તમારી મર્દાનગીને દાદ આપવી છે.આપણે બધ્ધા કોમ્પયુટર પર કામ કરીયે છીયે. વેબસાઇટ પર સામાન્યત્ઃ બે લેખ ટાઇપ કરવા મોટી વાત નથી. અને મઝાની વાતતો એ છે કે મોટાભાગના નવા લેખકોતો તેમને વર્ડ કે પીડીએફ ફોરમેટમાં જ પોતાનો લેખ મોકલે છે. ( એ વાત ગૌણ છે કે અમુક વ્યક્તિઓના લેખ સરસ હોવા છતાય રીડગુજરાતીને યોગ્ય નથી તેમ કહી હિટલરશાહી થઇ છે. જેથી કરીને સારા અને નવા લેખકોઍ થાકીને લેખ લખવા બ્ંધ કર્યા છે. મારી જાણમાં ૩ જણ છે. અને મઝાની વાત તો એ છે કે એજ વ્યક્તિઓના લેખ કેટલીક બીજી વેબસાઈટ પર લોકોએ ખુબ સરાહ્યા છે .)
  હશે જો બધ્ધામાં એકહથ્થુ સાશન કરવુ હોય અને પછી ખર્ચાના નામે પૈસા લેવાની વાત હોય તો લોજીકલ નથી લાગતી.
  ચાલો એક ગણતરી કરીયે ધારોકે ૩૫૦૦ વાચક વર્ષના ૨૦૦ રુપીયાનુ સબસ્ક્રિપશન આપે છે એટલે ૩૫૦૦*૨૦૦ =૭૦૦૦૦૦ રુ થયા… હવે ૭૦૦૦૦૦/૧૨= ૫૮૩૩૩ રુપિયા મહિને થાય્.. વેબસ્પેસ અને બીજા ખર્ચા થઇને ૫૮૦૦૦ તો મહિને નહીજ થતા હોયને વાચકો લાગણીશીલ હોઇ શકે મુર્ખા નહી..

  • Editor says:

   નમસ્તે નયનભાઈ શ્રી,

   મને એમ લાગે છે કે કદાચ દેખાદેખીના પ્રવાહમાં તો આપ વહી રહ્યા છો. આપને ખ્યાલ હોવો જોઈએ કે પરીક્ષા ત્રણ કલાકની જ હોય છે, સ્ટેજ શો પણ અમુક કલાકોના જ હોય છે, મૂવી પણ આશરે અઢી કલાક જ હોય છે, એ રીતે લેખ પણ બે જ હોય પણ એ બે લેખ માટે 4800 લેખો પછી એનું સ્તર જાળવી રાખવું કેવું કપરું કાર્ય હોય છે એ આપ કોઈ પણ સામાયિકના સંપાદકને પૂછી અને જાણી શકો છો.

   કોઈ પણ બાબતનો અભ્યાસ કર્યા વગર, કોઈ પણ કાર્યને બરાબર જોયા વગર માત્ર કોઈથી દોરવાઈ જઈને પ્રતિભાવ આપવો એ જરા વધારે પડતું છે.

   એક બાબત આપે એ પણ વિચારવી જોઈએ કે કોઈ પણ સામાયિકનું સ્વરૂપ નિશ્ચિત હોય છે. અમુક પ્રકારના લેખો અમુક સામાયિક માટે શ્રેષ્ઠ હોય છે તો અમુક સામાયિક માટે તે બિનઉપયોગી હોય છે. કોઈ લેખ રીડગુજરાતી પર ન સ્વીકારાયા હોય, જવાબ ન પાઠવી શકાયો હોય તો એમાં મર્યાદા રીડગુજરાતીની છે, એમાં લેખકની કૃતિને ઉતારી પાડવાનો કોઈ ઈરાદો સહેજેય હોય જ નહિ. બની શકે કે અન્ય વેબસાઈટને તે એકદમ ઉપયોગી હોય. શું આને હિટલરશાહી કહેવાય ? આપને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે વર્ડ અને પીડીએફમાંના બધા જ લેખો યુનિકોડમાં હોતા નથી. જાણકારી માટે યુનિકોર્ડ કોને કહેવાય એ ગુગલ પર જોઈ લેશો એવી વિનંતી.

   3500 વાચકો થાય તો તો ગુજરાતી સાહિત્યમાં સૌથી મોટો વિક્રમ થયો ગણાશે. આશા રાખીએ કે એવું થાય. અને એ રીતે આપણે ગર્વથી કહી શકીએ કે લોકો આજે પણ ગુજરાતી વાંચે છે અને એ માટે કમિટેડ છે. આપની શુભેચ્છાઓ હશે તો એમ પણ થશે. આપે આટલો મોટો માપદંડ રાખ્યો એ જ મારા માટે ગર્વની વાત છે. ખૂબ ખૂબ આભાર.

   લિ.
   મૃગેશ શાહ
   તંત્રી, રીડગુજરાતી.

 7. મુસ્તફા says:

  શ્રી નયનભાઈ/વિશાલભાઈ

  વેબસાઈટ ચલાવવા માટે અને આટલા બધા વેબ પેજ સંગ્રહ્કારવા માટે પૈસાની જરૂર તો પડેજ અને લવાજમ સ્વૈચિક છે,

  જે ગણિત તને લગાવો છો કે ૩૫૦૦ વાચક સબસ્ક્રિપશન આપે તે પણ અતિસયોક્તી ભરેલું છે.

  વાત બીજી જોબ કરવાની મૃગેશભાઈ માં લાયકાત ને યોગ્યતા/ જ્ઞાન એટલું તો છેજે કે તમારી ગણેલી આવક (૫૮૩૩૩) કરતા વધારે કમાઈ લે.

  રીડગુજરાતી જેવી સાઈટ નો વાચક નું સ્તર આટલું નીચું તો નહીજ હોય કે સમજ્યા વગર લવાજમ ભરી ને પૈસા નો વ્યય કરશે.,

  • Mamta says:

   I agree with you, this kind of people should stay away from read gujarati.
   After reading all these nice article their thinking is still very narrow minded.

 8. Vishal Patel says:

  At times, you don’t know where to start and I am in similar position today. I live & work in Boston, MA for last 12 years. I am regular visitor & reader of “Read Gujarati” but have rarely provided feedback or comments. That may be because I am not radical about anything ever though, I couldn’t resist myself to provide my point of view on specific comments that are made above.

  I am not surprised with the comments some reader made here because in various capacity everyone’s mindset become very calculative –even visiting temple & bribing to gods. As I brought up gods and read some reader comments, I remember popular Gujarati phrase – “Laxmi & Saraswati No Mel Na Hoy.” To me personally, certain things are priceless – reading bedtime stories out of Read Gujarati to my daughter, seeing my dad using computer just to read daily articles, seeing my daughter speak accurate & fluent Gujarati.

  I am definitely not writing to convince anyone or change anyone’s opinion –I may not be even capable of that. But those whose life is always around “profit & loss”, my question is – how much do you lose in favor of how much you gain? You don’t raise questions or boycott by seeing “Daan-Peti” at temples – isn’t it similar? Do you lose anything, if you don’t want to pay subscription or can’t afford it? If you can’t write more in comments due to other responsibilities, can you image yourself running the website & managing it on daily basis? “Aapne Hamesha Aaamba Par Latakti Keri Joiye Chiye Pan Aaamba Ne Moto Karva Padti Mahenat Nai”

  Personally, I wasn’t shocked by the questions that have been raised but was saddened the way they have been asked. Reiterating it again, it is optional subscription and if you can’t think anything without association of profit or loss – you don’t lose anything, if you don’t wish or can’t afford to pay.

 9. Payal says:

  Mrugeshbai,
  You are doing a very noble task that many of us can only dream. There is no harm in being practical and I very much appreciate your optional subscription. As Vishalbhai mentioned the joy ‘readgujrati’ brings us daily without fail is priceless. Please ignore the negative comments and know that we have got your back 🙂 Keep going. Our best wishes are with you. A very happy diwali to you and your family from us.

 10. vishal joshi says:

  સૌ પ્રથમ તો મૃગેશભાઇ આભાર.મારો પ્રતિભાવ નેગેટીવ હોવા છતાં પ્રકાશિત કર્યો એ બદલ.

  બાકી મારા પ્રશ્નોના જવાબ માટે આપને ઘેર રહેવા આવવાનું આમંત્રણ ન સમજાયું. કોઇ પણ વેબસાઇટ કેમ ચાલે છે.એની જાણકારી મને છે જ. કેમકે હું હૈદ્રાબાદમાં આઇ ટી.કંપની સાથે સંકળાયેલ છું.

  બાજું.હું બિલકુલ નેગેટીવ વ્યક્તિ નથી જ. હા.રીડ ગુજરાતી નિયમિત નથી વાંચી શકતો. રોજ વાંચવા જેવું હોતું પણ નથી. પણ એ તો પસંદ અપની અપની.એ અંગે મારી કોઇ ફરિયાદ નથી. પણ રીડ ગુજરાતી એક જ આ કામ કરે છે એવા વહેમમા હુ તો નથી જ. અયારે નેટ પર ઢગલો ગુજરાતી વાંચવ મળે જ છે. જેમા અમુક ખરેખર સરસ હોય છે.
  અને હા..ઉપર કોઇએ કહ્યુ છે તેમ આપ મહિને એટલુ કમાવા સક્ષમ છો તો કમાતા શા માટે નથી ? એ મનેસમજાતુ નથી. પૈસાની જરૂર ન હોય તો કમાઇને સારા કામમા વાપરો.
  હું ફકત એટલુ જ કહેવા માગુ છુ6 કે હવેથી રીડ ગુજરાતી સેવા કરે છે એવો શબ્દ ન વાપરશો.એ તમારા જીવન નિર્વાહનુ સાધન છે. તમે એ પસંદ કર્યુ છે એની સામે મને કોઇ વાંધો નથી.બાકી..200 રૂપિયા નેટ ઉપર વાંચતો કોઇ પણ વાચક એફોર્‍ડ કરી શકે.અને એને માટે બસો રૂપિયા.પણ તમારે માટે 1000 વાચક આવા ગણો તો યે વરસે 2 લાખ તો ખરા જ ને? વેબસાઇટ ચલાવવાનો ખર્ચો બીજાઓને નહી થતો હોય ? તમે સેવા જ કરવા માગતા હો તો એખર્ચો બીજા પર શા માટે ? ભલે સ્વેચ્ચાએ છે.પણ માગવા તો પડે જ છે ને તમારે ? શા માટે ? મને તો લાગે છે એમા તમારુ ગૌરવ ઓછુ થાય છે. એના કરતા જાતે કમાઇને આ કામ કરો તો સેવા કર્યાનું ગૌરવ ચોક્ક્સ મળી શકે.
  સોરી સ્પષ્ટ્વકતતા બદલ.પણ આદત સે મજબૂર.જે વાત સાચી લાગે તે કહેવાની આદત છે.

  મારા બધા પર્શ્નાના જવાબ મુદ્દાસર મળશે તો આનંદ થશે.આભાર સાથે. મારી જેમ બીજાને અપ્ણ જે સાચુ લાગતુ હોય તે કેહવાની હિમત કરે એમ ઇચ્છુ છું. આમા કોઇ નેગેટીવીટીની વાત નથી જ.બાકી સત્ય હમેશા કડવુ જ હોવાનુ ને?

  • Editor says:

   ધન્યવાદ વિશાલભાઈ,
   આપે મારા માટે અને રીડગુજરાતીના વિકાસ માટે આટલી લાગણીસભર ચિંતા કરી અને એ માટે આપનો કિંમતી સમય ફાળવ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર.

   લિ.
   મૃગેશ શાહ
   તંત્રી, રીડગુજરાતી.

 11. San says:

  I have been using readgujarati.com since 2011. I liked it very much. As a programmar I know You have to do expanse and give your valuable time and read each article everyday and sorting of the good articles from them – is a time consuming job.

  In fact when I was reading your article about subscription I felt same like vishalbhai but after reading full article, I liked one thing is that you are not imposing subscription on everyone, if somebody want then take it otherwise it is optional.

  I appreciate you for doing this type of work

  Thanks a lot Mrugeshbhai

 12. Soham says:

  Mrugesh bhai,
  After reading all the comments and views about other, I only wish those comments haven’t dented your goal/will to provide the “food for brain”. I have met you couple of times and have spent good amount of time with you. I understand how difficult this might be but I know the will you have for literature and for the language. So keep it up, we are with you!!

  To all reader friends,
  I urge all of you to give a constructive feedbacks and/or comments which you can use while arguing with your close family. This site will be read users from the whole spectrum of ages and we don’t want to them to teach things we don’t want our family this know. I am sure Mrugeshbhai is and will be open to any civilized discussion as humanly as possible!!

  Thank you,

  • Editor says:

   સોહમભાઈ,

   કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના !

   જેને જેવું દેખાતું હોય એ પ્રમાણે તે કહી શકે અને મૂલ્યાંકન કરી શકે. એ એમનો વિચાર છે એટલે એમને વંદન. હંમેશા કંઈ વાહ વાહ જ થાય એમ થોડું છે. થોડું આવું થાય તો આપણને ચેન્જ મળે. વળી, સાહિત્યએ આપણને જે ધીરતા શીખવી હોય એની કસોટી ક્યારે થાય ? સાહિત્યએ આપણને એટલી સમજ તો આપી જ છે કે થોડું સહન કરી લઈએ.

   હોય, આ જગતમાં દરેકને પોતાના અલગ અલગ વિચારો હોય. સૌનું સ્વાગત !

   લિ.
   તંત્રી, રીડગુજરાતી
   મૃગેશ શાહ

 13. DHIREN says:

  I read lot of negative feedback and that also from said Developed Countries. It is very sad and painful to read such comments. People who have capabalitites to open such websites shall not write down in comment section but shall immediately open such websites to benefit the society.
  1. If you have will to donate 200 rupess, you are welcome.
  2. If you do not want to donate, keep it in your pocekt for purchasing condom.
  What a point of writing negative comments?
  Is such negative people can serve mother land and mother language?
  If Mrugeshbhai has asked compulsory to donate 200 rupees, than do not visit this website any more,if you can not afford it. This is also our choice and will. SO why to blame someones personal life and goals?
  Best Indian Regards to Motherlanguage and Mother land.

 14. Megha says:

  Hi Everyone,
  I’ve been reading ReadGujarati since 2007 – so 5 years now and reading most of its articles carefully. I do agree with core point that Vishal Joshi has and couple of other readers have raised in this blog. Although Readgujarati is like a web based magazine, at core it is just like any other Gujarati blog. There are many such blogs out there, most of which are maintained without any donation or subscription. This is because the authors/editors are maintaining those blogs as a hobby or spare time activity and not as their primary profession. This also means that those blogs may not have two articles every day like ReadGujarati. Those readers who are not aware of such blog should visit them to have an idea. Whist readers may have no objection for subscription or for donation, the point here for the editor is to become સ્વાવલંબી for his personal needs. Mrugeshbhai, you cannot escape this just by saying ‘kuchh to log kahenge’, there’s no need for you to say you have to learn to tolerate, if this is a criticism, you should provide a justifiable answer to it.
  Just as Mr. Vishal Patel said he uses ReadGujarati to tell bedtime stories to his daughter, I’m sure there’ll be thousands of Gujaratis outside Gujarat who would like to have a web based service or a product using which they can make their next generation not only learn Gujarati language but flourish it. And I’m sure those parents wouldn’t mind to pay for subscription of such service/product. If Mrugeshbhai is very keen for the spread of our Matrubhasha, and technically expert – as Murtazabhai suggests, I would like to suggest him to develop such product that current and future generation can use regularly and Mrugeshbhai can make his living out of it. I live in UK and have worked for a local Gujarati school – which runs once a week. Although textbook teaching is primary means for learning Gujarati over here, there’s certainly a demand for a product that is web based, easy to use, interactive and fun so that children feel involved whilst learning.

 15. Kalidas V. Patel { Vagosana } says:

  મૃગેશભાઈ તથા સર્વ વાચકો,
  કોઈ પણ સારા કાર્યને સતત ચલાવવા માટે સમય,સેવા,સમજ,નિયમિતતા વગેરેની સાથે સાથે આર્થિક સધ્ધરતાની પણ અવશ્ય જરૂર પડે છે જ , અન્યથા તેનું બાળમરણ થઈ જતું હોય છે જે નિર્વિવાદ છે. આ સત્ય આપણે સૌ જાણીએ છીએ પછી આવી ચર્ચા શા માટે ?

  સેવા કરતાં કરતાં કોઈ { મૃગેશભાઈ જ નહિ … કોઈ પણ }થોડું કમાય તો આપણે હરખાવું જોઈએ. {અથવા તેમાંથી ધડો લઈને આપણને તેમ કરતાં કોણ રોકે છે ? }

  સકારાત્મકપણે સારા કામને આવકારીએ, તેને યથાશક્તિ પોષીએ.

  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 16. Jay says:

  Mr vishal joshi

  You batter go to any tattoo parlour and get +++++ tattoo on your forehead,the way you are calculate you must be from Ahmedabad

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.