હું ન હોઉં ત્યારે – ધ્રુવ ભટ્ટ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર]

હું ન હોઉં ત્યારે
સભા ભરશો નહીં
ન કોઈ લેખ લખશો ન લખાવશો મારા વિશે
સામાયિકોનાં રૂપાળાં પાનાંની કિનારી કાળી તો કરશો જ નહીં
મારી આ વિનંતી બે કારણે છે
એક તો એ કે આ બધું થતું હોય ત્યારે શક્ય છે કે
(મૃત્યુ પછી વિશે હું કંઈ જાણતો નથી, પણ)
હું આવી સભામાં ક્યાંક કોઈ ખૂણે બેઠો હોઉં તો ?
ક્યાંક બેસીને વાંચતો હોઉં બધું તમે લખેલું તો ?
કાળી કિનારીવાળા સામાયિકને કુરૂપ થયેલું ભાળીને અણગમો માણતો હોઉં કે,
પૃથ્વી પર નહીં તો બ્રહ્માંડના બીજા કોઈ ગ્રહમાં ક્યાંક પારણે ઝૂલતો પણ હોઉં તો ?
તમારા કશા પ્રયત્નોનો અર્થ ન સરે તેવું પણ બને.
અને બીજું, વધુ અગત્યનું અને સચોટ કારણ તો એ
કે શોરબકોર મને ગમતા નથી.
થોડાં હાસ્ય અને થોડાં ડૂસકાંના ધીમા અવાજ વચ્ચે મને જવા દો તો
સારું.
અપરિચિત, અસ્પષ્ટ, અજાણ.
જે રીતે હું અહીં આવ્યો હતો, તે જ રીતે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દુઃખનાં કારણો – મોરારિબાપુ
ગઝલ – ખલીલ ધનતેજવી Next »   

3 પ્રતિભાવો : હું ન હોઉં ત્યારે – ધ્રુવ ભટ્ટ

 1. Gajanan Raval says:

  Shri Dhruva bhatt has a clear vision for life and living…His view and way of life worth to be appreciated..
  hearty congrats for such a inner urge…
  Salisbury-MD,USA

 2. Kalidas V. Patel { Vagosana } says:

  ભટ્ટસાહેબ, ખોટું ન લગાડતા’ … પરંતું ,
  મૃત્યુ પછીના ‘નામોનિશાનની’ ચિંતા કાં કરવી ભટ્ટસાબ
  જો તમે જ નથી તો ‘મજાર’નો કરવો કાં કકળાટ !
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 3. Megh says:

  Great and great thoughts…
  Utmost creativity.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.