[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]
ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.
હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.
એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.
આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !
જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો.
પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
12 thoughts on “ગઝલ – ખલીલ ધનતેજવી”
Good one Khalilbhai…I will miss your program on 13th at Tithal-Valsad. Cousin of Sandeep Joshi
Anil Joshi
વાહ ! વાહ !! સુંદર રચના !!!
સામાન્ય રિતે જિવતાની કયાં કદી કદર થાય છે????
એ ખરો ખોટો હતો એ તો પછી સાબીત થયુ,
એક જણ મ્રુત્યુ પછી લોકોને સમજાયો હતો.
આ વખતે કોઇની પાપણે થી પટકાયો હતો…
It’s one of the most beautiful expressions that I have read.
Khalilbhai..hats off.
ખલીલભાઈ,
વાહ ક્યા બાત કહી !
કોઈની પાંપણેથી પટકાવાથી જ મરી જવાતું હોય છે ! … અને તે મૃત્યુ જ ભવ્ય હોય છે ! … ખરું ને ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
સરસ ગઝલ!!!!
સંજય
ખુબ સરસ ગઝલ . ધન્યવાદ.
વાહ ખૂબ જ સરસ…. મજા પડી…. આભાર
આફરીન આફરીન
પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !
જેીદગેીભર હપ્તે હપ્તે ચુકવાયો હતો. Such a fabulous lines. વાહ્હ્હ્હ્હ્
વાહ વાહ….
જે શેર બહુ ગમી ગયા તે ફરી ફરી દોહરાવું છું——-
“ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો.
પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.”
AWASOME…..!!!!
ક્ષણક્ષણની વાતની અદભુત રજુઆત, વાહ !
વાહ કવિ વાહ…