નવા વર્ષનાં મંગલ પ્રભાતે – તંત્રી

[dc]વિ[/dc]ક્રમ સંવત 2069ના પ્રથમ દિનના આ મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકમિત્રો, પ્રકાશકમિત્રો સહિત સૌને મારા નૂતનવર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌના માટે મંગલમય, કલ્યાણકારી અને પ્રસન્નતા આપનારું નીવડે તેવી મારી શુભકામનાઓ. હૃદયમાં અપાર આનંદ લઈને આવો આપણે આ નવા વર્ષનું હર્ષભેર સ્વાગત કરીએ.

મિત્રો, એક આખું વર્ષ જાણે કે એક દિવસની જેમ પસાર થઈ જાય છે. દિવસ-રાત થતા રહે છે. તહેવારો આવતા-જતા રહે છે અને જોતજોતામાં આપણે ટેકરીઓ પાછળથી થતા સૂર્યોદયને જોતા હોઈએ એમ નવા વર્ષને પોંખવા તૈયાર થઈ જઈએ છીએ. કેટલું બધું બની ગયું હોય છે આ 365 દિવસોમાં ! સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે કેટલું બધું વંચાઈ પણ ગયું હોય છે ! ઘણું ગમ્યું, ઘણું ન ગમ્યું પરંતુ આ સાહિત્યની યાત્રામાં આપણે સૌ સાથે સહયાત્રી બન્યા એનો આનંદ તો ખરો જ ને ! એક સહયાત્રી તરીકે વર્ષ દરમ્યાન ઘણા બધા વાચકોને રૂબરૂ, પત્ર દ્વારા, ઈ-મેઈલથી કે ફોન પર સતત મળવાનું થતું જ રહ્યું અને તે સાથે વિચારોની આપ-લે પણ થતી રહી. સૌના સૂચનોને ધ્યાનમાં લેતાં ઘણી બધી નવી સુવિધાઓ રીડગુજરાતી પર ઉમેરાઈ અને તે સાથે નવું-નવું વાંચન પણ પીરસાતું રહ્યું. વર્ષ આખું આમ જ સરસ રીતે પસાર થઈ ગયું. હવે આજથી શરૂ થતા આ નવલા વર્ષમાં આપણે સહયાત્રી તરીકે નવી કેડીઓ પર પરિભ્રમણ કરવા માટે ફરી એકવાર સજ્જ થઈને નીકળી પડીએ. સૌ સાથે વાંચીએ, કંઈક નવું જાણીએ અને સાહિત્યને માણીએ.

રીડગુજરાતીની તમામ પ્રવૃત્તિઓ માટે યોગદાન આપનારા દાતાઓ, નવી સબ્સ્ક્રિપ્શન સુવિધા દ્વારા જોડાયેલા સૌ વાચકમિત્રો તથા અન્ય તમામ વાચકમિત્રો અને સર્વ સાહિત્યકારો તથા પ્રકાશકમિત્રોને ફરી એક વાર સાલમુબારક પાઠવું છું અને આપ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના.

દીપોત્સવી પર્વ નિમિત્તે રીડગુજરાતી પર તા. 17-નવેમ્બર સુધી રજા રહેશે તેથી નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં. તા. 18-નવેમ્બર, રવિવારથી આપણે નવા બે લેખો સાથે ફરી મળીશું.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “નવા વર્ષનાં મંગલ પ્રભાતે – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.