ગઝલ – ખલીલ ધનતેજવી
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]
કેમ ખોવાયું છે મન તલવારમાં,
જાવ વેચી દો હવે ભંગારમાં !
છોડ વાતો સ્વર્ગની કે નર્કની,
એ બધું છે આપણા સંસારમાં.
આજ આવ્યો છું તમારી રૂબરૂ,
કાલ ફોટો આવશે અખબારમાં.
તું હવે વરસાદમાં ના’વા પડ્યો,
હું તો ભીંજાયો છું પ્હેલી ધારમાં.
ના કહે તો સમજી લેવું હા કહ્યું,
સો ટકા છે સંમતિ ઈનકારમાં.
છટપટાહટ વાંસળીના સૂરમાં,
ને તડપ છે તંબૂરાના તારમાં.
એ ખલીલ અંતે તો અંધારું જ છે,
આગિયા પીંખી જશે પલવારમાં.



Superb! i like it.
ખલીલ ધનતેજવી સાહેબને સલામ
koini ninda k prashansha karta chhek dur rahe te gazalkar. abhinandan
ખલીલભાઈ!
આપની ગઝલ ગમી. અભિનંદન !
કાલિદાસ વ. પટેલ ( વાગોસણા )
તમારી ગઝલો ખુબજ ગમી.
ખુબ સરસ્
મુ.શ્રી ખલીલસાહેબ,
આપની ગઝલો વાંચતાં ખૂબ જ રોમાંચિત થઇ જવાય છે.હૃદયથી અભિનંદન પાઠવું છું.
ઊત્તમ સર
વાહહહહહહહહ….!!♥️