શિશુ – રેણુકા દવે

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879245954 અથવા આ સરનામે editortathagat@gmail.com સંપર્ક કરી શકો છો.]

સાંજે ઑફિસથી પાછા ફરતાં
પિક-અવર્સના ભયંકર ટ્રાફિક વચ્ચે
ઉચાટ અને અસંતોષ ભરેલી આંખો વચ્ચે
અહંકારના ઈંધણથી ચાલતા હોય
એવા વાહનોના કર્કશ કોલાહલ વચ્ચે
ધૂંધવાયેલા મન જેવા પોલ્યુશનના ધૂમાડા વચ્ચે
રોજ,
એની આયા સાથે ફરવા નીકળેલાં
બાબાગાડીમાં સૂતેલાં
એક શિશુને જોઉં છું,
એની સ્વચ્છ કાળી આંખોમાં
પથરાયેલું હોય છે સંતોષનું આકાશ
એના નાનકડાં હાથ
ને નાજુકડાં પગની ચપળતામાં
જાણે પતંગિયાનો વાસ
એના મીઠકડાં સ્મિતમાં
થાય મધના દરિયાનો ભાસ
લાલ સિગ્નલ વખતે
મારી લગોલગ સૂતેલાં
આ શિશુને જોઈને
હું હંમેશાં વિચારું છું,
આની આંખમાંથી એક ચમચી સંતોષ લૂંટી
એમાં એના હોઠ પરનું એક ટીપું મધ ઘૂંટી
આ બધાંને જો પાઈ દેવામાં આવે
તો
આ રસ્તાઓ
કેટલાં શાંત,
કેટલાં શિસ્તબદ્ધ
અને કેટલાં
પ્રદુષણરહિત થઈ જાય….!!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – ખલીલ ધનતેજવી
ફરી એકવાર મળીએ – ધૃતિ Next »   

3 પ્રતિભાવો : શિશુ – રેણુકા દવે

 1. Bhumika says:

  સુંદર ક્લ્પના! ખુબ જ ગમી.

 2. Denish says:

  ગમિયુ…….સરસ ………..

 3. Kalidas V. Patel ( Vagosana ) says:

  રેણુકાબેન,આપની ભાવ ભરેલી કવિતા ગમી. સુંદર કલ્પના !
  કાલિદાસ વ. પટેલ ( વાગોસણા )

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.